Get The App

૧૫૫ એડ એજન્સી પાસેથી ૯૦ કરોડની લાયસન્સ ફી વસૂલવા મકાનમાલિકોને પત્ર લખવા નિર્ણય

મકાન માલિકો સાથે તેમની પ્રિમાઈસીસમાં હોર્ડિંગ્સ મુકવા બોન્ડ કરાયા છે,ચેરમેન

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News

 ૧૫૫ એડ એજન્સી પાસેથી  ૯૦ કરોડની લાયસન્સ ફી વસૂલવા મકાનમાલિકોને પત્ર લખવા નિર્ણય 1 - image      

 અમદાવાદ,શુક્રવાર,31 જાન્યુ,2025

અમદાવાદની ૧૫૫ જેટલી એડ એજન્સીઓ પાસેથી રુપિયા ૯૦.૭૮ કરોડ જેટલી  લાયસન્સ ફી વસૂલવા હવે મકાનમાલિકને પત્ર લખવા નિર્ણય કરવામાં આવ્યો છે.ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમનના દાવા પ્રમાણે, જે તે પ્રિમાઈસીસના મકાનમાલિકો સાથે મ્યુનિ.તંત્રે બોન્ડ કરેલા હોવાથી મકાન માલિકોને જાણ થાય કે તેમની મિલકત ઉપર જે તે એડ એજન્સી દ્વારા મુકવામા આવેલા હોર્ડિંગ્સ પેટે મ્યુનિસિપલ કોર્પોરેશનનુ કેટલી રકમનું લહેણું છે.એ માટે તમામ મકાનમાલિકને પત્ર લખી જાણ કરવામાં આવશે.

મ્યુનિ.ની ટાઉનપ્લાનિંગ કમિટીની બેઠકમાં શહેરમાં આવેલી વિવિધ એડ એજન્સીઓ પાસેથી હોર્ડિંગ્સ મુકવા માટે લાયસન્સ ફી પેટે મ્યુનિ.તંત્રને વસૂલવાપાત્ર થતી રકમને લઈ ફરી એક વખત ચર્ચા થઈ હતી.કમિટીના ચેરમેન પ્રતિશ મહેતાએ કહયુ, ૧૫૫ જેટલી એડ એજન્સીઓ પાસેથી લાયસન્સ ફીની રકમના મુદ્દલ પેટે  રુપિયા ૫૫ કરોડ તથા લેટ પેમેન્ટ તરીકે ૩૫ કરોડ જેટલી રકમ મળી કુલ રુપિયા ૯૦.૭૮ કરોડ વસૂલવાના થાય છે.આ રકમ વસૂલવા જે તે મકાનમાલિકને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવતા પ્રોપર્ટીટેકસના બિલમાં ટેનામેન્ટ નંબર લીંક કરી ટેકસ સિવાય જે તે સંબંધિત મકાનમાલિકને મ્યુનિસિપલ કોર્પોરેશનનુ અન્ય કેટલુ લહેણું ચૂકવવાનુ બાકી છે એ જાણ થઈ શકે એ માટે વધારાનુ એક કોલમ ટેકસ બિલમાં ઉમેરવા માટે પણ સંબંધિત વિભાગને સુચના આપવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રીઝર્વ પ્લોટ પૈકી ખુલ્લા પ્લોટોનું પંચનામુ કરી કોર્ટ કમિશન કરવુ પડે તો કરવા લીગલ વિભાગનો અભિપ્રાય લઈ કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News