ગુજરાતમાં બરાબરનું ચોમાસું જામ્યું, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માતરમાં નોંધાયો

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
rain - representative image
Image : Pixabay

Gujarat Rain Data: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સોમવારે મોડી રાત્રે અમદાવાદ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. તો બીજી તરફ આજે (25 જૂન) વહેલી સવારે 6થી 8 વાગ્યા દરમિયાન કુલ 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં બરાબરનું ચોમાસું જામ્યું, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માતરમાં નોંધાયો 2 - image

ગુજરાતમાં બરાબરનું ચોમાસું જામ્યું, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માતરમાં નોંધાયો 3 - image

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ

સોમવારે મોડી રાત્રે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં કુલ 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરા અને પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જો રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કુલ 153 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના માતરમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં બરાબરનું ચોમાસું જામ્યું, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માતરમાં નોંધાયો 4 - image

ગુજરાતમાં બરાબરનું ચોમાસું જામ્યું, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માતરમાં નોંધાયો 5 - image

અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગોતા, રાણીપ, વૈષ્ણદેવી, એસજી હાઈવે વેગેરે  વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાય ગયા હતા.

આ જિલ્લાઓને અપાયું એલર્ટ

હવામાન વિભાગે આગમી દિવસોમાં વરસાદની આગાહી કરતા કેટલાક જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. જેમાં દેવભૂમી દ્વારકા, જામનગર, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીને રેડ એલર્ટ અપાયું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, દીવ, ભાવનગર, ડાંગ, નવસારી, તાપીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી તેમજ મહિસાગર જિલ્લાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

ગુજરાતમાં બરાબરનું ચોમાસું જામ્યું, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માતરમાં નોંધાયો 6 - image


Google NewsGoogle News