ખ્યાતિકાંડ બાદ એક્શન! ગુજરાતની વધુ 15 હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ, ભાવનગરની સૌથી વધુ 4
15 More Hospitals In Gujarat Suspended From PMJAY: અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું છે. સારવારમાં બેદરકારી, ગેરરીતિ સહિતના કારણે 15 હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સારવારમાં બેદરકારી, પીએમજેવાયમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આરોગ્ય વિભાગ દ્વારા અત્યારસુધી કુલ 28 જેટલી હોસ્પિટલને પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત સારવારમાં બેદરકારી સહિતના કારણે કેટલાક ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયાની વિગતો સામે આવી છે.