Get The App

ગઠિયાઓ બેફામ, ગુજરાત સાયબર ક્રાઈમમાં દેશમાં 3 ક્રમે, એક જ વર્ષમાં છેતરપિંડીમાં 650 કરોડ ગુમાવ્યા

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
Cyber Crime


Cyber Crime in Gujarat: ઇન્ટરનેટના ઉપયોગનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે સાયબર ક્રાઈમના કેસની ઘટનાઓમાં પણ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં તો જાણે ઓનલાઈન ફ્રોડ કરનારા સાયબર ગઠિયાઓને જાણે મોકળુ મેદાન મળ્યુ છે. એક તરફ, ડીજીટલ ઈન્ડિયાની સુફિયાણી વાતો કરવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ, ગુજરાતમાં દર કલાકે સાયબર ફ્રોડના 13થી વધુ ગુનાઓ બની રહ્યાં છે. 

ગુજરાતમાં સાયબર ક્રાઈમ ચરમસીમાએ

છેલ્લાં એક જ વર્ષમાં સાયબર છેતરપિંડીમાં ગુજરાતીઓએ રૂ. 650 કરોડ ગુમાવ્યા છે. આમ, નાગરિકોને સાયબર ક્રાઈમ સામે સુરક્ષા આપવામાં ગૃહ વિભાગ સદંતર નિષ્ફળ નિવડયુ છે. ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી પીએમઓ, સીએમઓ અધિકારી બાદ નકલી ઓળખ બનાવીને સાયબર ગઠિયાઓ ગુજરાતના નાગરીકોને લૂટી ગુનાખોરી આચરી રહ્યા છે. 

આ પણ વાંચો: બાંદ્રા-ભાવનગર વિકલી ટ્રેનમાંથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સ ઝબ્બે

ફેક પ્રોફાઈલ, ફેસબુક આઈડી સહિતની નકલી ઓળખ બનાવીને નાગરિકોના ખિસ્સા પર લૂંટ ચલાવામાં આવી રહી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ વધી રહ્યો છે ત્યારે ઓનલાઈન, સોશીયલ મીડિયા, ઈ-બેન્કિંગ સહિતના સાયબર ગુનાઓમાં પણ વધારો થયો છે. 

ગુજરાતમાં દર કલાકે સાયબર ફ્રોડના 13થી વધુ ગુના નોંધાઇ રહ્યાં છે

છેલ્લાં એક વર્ષની વાત કરીએ તો, વર્ષ 2023માં ગુજરાતમાં સાયબર ફોડની કુલ મળીને 1,21,701 ફરિયાદો નોંધાઈ હતી. એટલું જ નહીં, સાયબર ગઠિયાઓએ ઓનલાઈન ફોડ કરીને ગુજરાતીઓના રૂ. 650 કરોડ લૂટ્યા છે. ગુજરાતમાં દર કલાકે 13થી વધુ સાયબર ફ્રોડના ગુના નોંધાઇ રહ્યા છે. આમ, એક દિવસમાં સરેરાશ 333થી વધુ સાયબર છેતરપીંડીના ગુનાઓ ગુજરાત પોલીસના ચોપડે નોંધાઇ રહ્યા છે.

આ પણ વાંચો: બોટાદ કોર્ટમાં મુદ્દતે આવેલા યુવક ઉપર માથાભારે શખ્સે હુમલો કર્યો

સાયબર ક્રાઈમમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

વર્ષ 2023માં આખા દેશમાં ઓનલાઈન ફ્રોડની કુલ મળીને 11,28,265 રાજ્યમાં સાઈબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઉત્તરપ્રદેશ 1,97,457, મહારાષ્ટ્રમાં 1,25,153 અને ગુજરાતમાં 1,21,701 ફરિયાદો નોંધાઈ છે. ઓનલાઈન ફોડમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળે તે જરૂરી છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુનાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. આ પરથી સરકાર અને ગૃહવિભાગને સાયબર ક્રાઈમને રોકવામાં કેટલો રસ છે તે પ્રસ્થાપિત થાય છે.

ગઠિયાઓ બેફામ, ગુજરાત સાયબર ક્રાઈમમાં દેશમાં 3 ક્રમે, એક જ વર્ષમાં છેતરપિંડીમાં 650 કરોડ ગુમાવ્યા 2 - image


Google NewsGoogle News