મહેસૂલ વિભાગમાં વર્ગ-1 અને 2 ના 123 અધિકારીઓની બઢતી-બદલી, જુઓ કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ
Transfer-Promotion Order in Revenue Department: દિવાળી પહેલાં ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યાં છે. જેમાં ડેપ્યુટી કલેક્ટરથી લઈને ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મામલતદાર અને ટીડીઓની બઢતી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટીના ભાવ ઘટશે, મધ્યમ વર્ગના પરિવારોને મળશે સીધો લાભ
કુલ 123 અધિકારીઓની કરાઈ બદલી
રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી આ વિશે માહિતી આપવામાં આી છે, જેમાં વર્ગ 1 ના 79 અને વર્ગ 2 ના 44 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંતર્ગત 79 ડેપ્યુટી કલેક્ટર અને 44 મામલતદારોને બઢતી આપી ડેપ્યુટી કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
139 હિસાબનીશોને મળશે ઉચ્ચતર પગાર ધોરણ
આ સિવાય નાયબ હિસાબનીશ કક્ષાના કર્મીઓને બઢતી આપવામાં આવી છે. જેમાંથી 139 હિસાબનીશોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે. નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટર અને પેટા તિજોરી અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે. આ સિવાય 10 અધિકારીઓ એવા હતાં જેની પોસ્ટિંગ વેઇટિંગ લિસ્ટમાં હતી તેને પણ પોસ્ટિંગ આપી દેવાઈ છે.