ગુજરાતમાં ભરઉનાળે એકસાથે બે ઋતુનો અનુભવ થાય તેવી આગાહી, 12 જિલ્લામાં માવઠાની શક્યતા
Gujarat: ગુજરાતમાં ભરઉનાળે એકસાથે બે ઋતુનો અનુભવ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આકરો તાપ અનુભવાશે જ્યારે 12 જિલ્લામાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આણંદ-દાહોદ- વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-દીવમાં જ્યારે રવિવારે વલસાડ સુરત-ભરૂચ-નવસારી-વલસાડ-દમણ- દાદરા નગર હવેલી-ભાવનગર-ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, 15મી બાદ રાજ્યમાં માવઠાની સંભાવના નહિવત્ છે.
આગામી બે દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે પરંતુ આ પછી તાપમાનમાં 2-4 ડિગ્રીનો તબક્કાવાર વધારો થાય તેવી સંભાવના છે. શુક્રવારે 39.6 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 38.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો.