આઠ દિવસમાં ડેન્ગ્યૂના ૧૧૦ કેસ , અમદાવાદમાં એક સપ્તાહમાં ડેન્ગ્યૂથી વધુ એક દર્દીનું મોત

રામોલ-હાથીજણ, વટવા વોર્ડમાં કોલેરાના પાંચ કેસ નોંધાયા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News

       આઠ દિવસમાં ડેન્ગ્યૂના ૧૧૦ કેસ , અમદાવાદમાં એક સપ્તાહમાં ડેન્ગ્યૂથી વધુ એક દર્દીનું મોત 1 - image

 અમદાવાદ,મંગળવાર,10 ઓકટોબર,2023

અમદાવાદમાં એક સપ્તાહમાં ડેન્ગ્યૂથી વધુ એક દર્દીનું સારવાર દરમિયાન એલ.જી.હોસ્પિટલમાં મોત થયુ છે.આઠ દિવસમાં ડેન્ગ્યૂના ૧૧૦ કેસ નોંધાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધીના સમયમાં ડેન્ગ્યૂથી શહેરમાં કુલ ત્રણ લોકોના મોત થવા પામ્યા છે.રામોલ-હાથીજણ ઉપરાંત વટવા વોર્ડમાં કોલેરાના પાંચ કેસ નોંધાયા છે.

શનિવારે એસ.વી.પી.હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર માટે દાખલ કરવામાં આવેલી મિલ્લતનગર,દાણીલીમડાની ૧૧ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.મંગળવારે  કોઝી હોટલ,શાહવાડી,લાંભા ખાતે રહેતા ૨૬ વર્ષના પુરુષનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન એલ.જી.હોસ્પિટલ ખાતે મોત થયુ હતુ.આ વર્ષે જાન્યુઆરીથી ઓકટોબર સુધીમાં ડેન્ગ્યૂના ૨૦૦૪ કેસ નોંધાયા છે.શહેરમાં મેલેરિયાના ૧૨,ઝેરી મેલેરિયાનો એક તથા  ચિકનગુનિયાના પાંચ કેસ નોંધાયા હતા.પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૯૦, કમળાના ૨૩, ટાઈફોઈડના ૧૦૪ તથા કોલેરાના પાંચ કેસ નોંધાયા હતા.વર્ષ-૨૦૨૨માં જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીમાં કોલેરાના ૩૫ કેસ નોંધાયા હતા.આ વર્ષે અત્યારસુધીમાં કોલેરાના ૮૦ કેસ નોંધાઈ ગયા છે.પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૦ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.૨૩ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.


Google NewsGoogle News