વેકેશન માટેની ટ્રેન: ગુજરાતના આ શહેરોમાંથી આજથી નવી 11 વિશેષ ટ્રેન શરૂ
Gujarat Special Trains : દિવાળીની રજાઓ દરમિયાન રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે મુસાફરોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે વિભાગ દ્વારા 01 નવેમ્બરે 164 અને 2 નવેમ્બરે 168 વિશેષ ટ્રેનો દોડાવાઈ. જ્યારે આજે (3 નવેમ્બર) રવિવારથી પણ 11 વિશેષ ટ્રેન સુરત, અમદાવાદ અને રાજકોટથી શરૂ કરાઈ છે. રેલવે વિભાગે આ વર્ષે આશરે 7500 વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે.
ગુજરાતમાંથી 11 વિશેષ ટ્રેનો દોડશે
પશ્ચિમ રેલવે વિભાગના જણાવ્યાં પ્રમાણે, દિવાળી અને છઠના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા અને માગને પહોંચી વળવા માટે વિશેષ ટ્રેનો દોડાવી રહ્યાં છે. જેમાં આજે (3 નવેમ્બરે) કુલ 18 વિશેષ ટ્રેનો દોડાવાશે, જેમાંથી ગુજરાતને અસર કરતી 11 ટ્રેનો છે.
આજના (3 નવેમ્બર) દિવસની વિશેષ ટ્રેન, રૂટ અને સમયની જાણકારી
1. અમદાવાદ - દાનાપુર સ્પેશિયલ, ટ્રેન નંબર 09457, અમદાવાદથી સવારે 08:25 કલાકે
2. અમદાવાદ - આગરા કેન્ટ સ્પેશિયલ, ટ્રેન નંબર 01920, અમદાવાદથી સાંજે 05:30 કલાકે
3. અમદાવાદ - પટના સ્પેશિયલ, ટ્રેન નંબર 09493, અમદાવાદથી સાંજે 04:35 કલાકે
4. સાબરમતી - પટના સ્પેશિયલ, ટ્રેન નંબર 09463, સાબરમતીથી સાંજે 06:00 કલાકે
5. ઉધના - છપરા અનરિઝર્વ્ડ સ્પેશિયલ, ટ્રેન નંબર 05116, ઉધનાથી સવારે 10:00 કલાકે
6. ઉધના - મઉ સ્પેશિયલ, ટ્રેન નંબર 05018, ઉધનાથી બપોરે 03:00 કલાકે
7. ઉધના - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, ટ્રેન નંબર 09056, ઉધનાથી સાંજે 04:15 કલાકે
8. ઉધના - છપરા અનરિઝર્વ્ડ સ્પેશિયલ, ટ્રેન નંબર 09041, ઉધનાથી સવારે 11:15 કલાકે
9. ઉધના - મેંગલુરુ સ્પેશિયલ, ટ્રેન નંબર 09057, ઉધનાથી રાત્રે 08:00 કલાકે
10. ઉધના - જયનગર સ્પેશિયલ, ટ્રેન નંબર 09039, ઉધનાથી સવારે 07:25 કલાકે
11. ઓખા - ગાંધીગ્રામ સ્પેશિયલ, ટ્રેન નંબર 09436, ઓખાથી સાંજે 07:05 કલાકે