Get The App

ગુજરાત: ધૂળેટીએ માર્ગ અકસ્માતનાં 715, મારામારીના 360 કૉલ આવ્યા, 108 દ્વારા જાહેર કરાયા આંકડા

Updated: Mar 14th, 2025


Google News
Google News
ગુજરાત: ધૂળેટીએ માર્ગ અકસ્માતનાં 715, મારામારીના 360 કૉલ આવ્યા, 108 દ્વારા જાહેર કરાયા આંકડા 1 - image


108 Emergency Service Calls Data : ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વની પર મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવિસ કલાસ 108 ઈમરજન્સી સેવામાં સજ્જ રહી હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા વધારો થયો આશંક છે, ત્યારે 3485 કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા.

108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા.

અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતના ઈમરજન્સી કેસ નોંધાયા

જ્યારે અકસ્માતના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 95, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ-ભરૂચમાં 23-23 અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 કોલ્સ 108 ઈમરજન્સીમાં આવ્યા હતા. 

આ પણ વાંચો: પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા

સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને 108 ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 458 સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં 257 જેટલાં કોલ વધુ નોંધાયા હતા.

Tags :
Gujarat108-Emergency-ServiceAhmedabadAccident

Google News
Google News