Get The App

મહાકુંભના છેલ્લા સપ્તાહમાં મુસાફરોની મુશ્કેલી વધી, અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન રદ

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
મહાકુંભના છેલ્લા સપ્તાહમાં મુસાફરોની મુશ્કેલી વધી, અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન રદ 1 - image


Mahakumbh Train: પ્રયાગરાજમાં મહાકુંભ મેળો હવે પૂર્ણતાના આરે છે. મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહ્યા છે. જો કે, મહાશિવરાત્રિના રોજ મહાકુંભ મેળાનું અંતિમ સ્નાનને પગલે દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આ દરમિયાન રેલવે મંત્રાલયે આ ભીડને નિયંત્રિત કરવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન રદ કરી દેવામાં આવી છે.નોંધનીય છે કે, મહાકુંભમાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જે ટ્રેન રદ કરાઈ છે તેની યાદી

• 22મીથી 26મી ફેબ્રુઆરી 2025 સુધી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.

• 24મીથી 28મી ફેબ્રુઆરી 2025 સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

• 25મી ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે.

• 26મી ફેબ્રુઆરી 2025ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

• 26મી ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ રહેશે.

• 28મી ફેબ્રુઆરી 2025ના રોજ પટનાથી ચાલતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

• 25મી ફેબ્રુઆરી 2025ના રોજ એકતા નગરથી ચાલતી ટ્રેન નંબર 20903 એકતા નગર-વારાણસી એક્સપ્રેસ રદ રહેશે.

• 27મી ફેબ્રુઆરી 2025ના રોજ વારાણસી થી ચાલતી ટ્રેન નંબર 20904 વારાણસી-એકતા નગર એક્સપ્રેસ રદ રહેશે.

• 25મી ફેબ્રુઆરી 2025ના રોજ ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ રદ રહેશે.

• 27મી ફેબ્રુઆરી 2025ના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ રદ રહેશે.

આ પણ વાંચો: વલસાડની સ્વામીનારાયણ સ્કૂલમાં હોલ ટિકિટના બદલામાં રૂ. 2500 વસૂલ્યાનો આક્ષેપ, ગેરરીતિ બદલ નોટિસ ફટકારી


આ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે

26 ફેબ્રુઆરી 2025ના રોજ, દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 15559 તેના નિર્ધારિત માર્ગ વારાણસી-પ્રયાગરાજ-માણિકપુર-બીનાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા વારાણસી-લખનૌ-કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બીનાના માર્ગે ચાલશે.

મહાકુંભના છેલ્લા સપ્તાહમાં મુસાફરોની મુશ્કેલી વધી, અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન રદ 2 - image


Google NewsGoogle News