Get The App

ગુજરાતમાં વધુ એક આંદોલન! રાજ્યમાં પગાર વધારાની માગને લઈને 10 હજાર TRB જવાનોની હડતાળ

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
TRB


TRB Jawans Strike : રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા TRB જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માગ કરી રહ્યાં છે, ત્યારે તેમની માગ સામે સંતોષકારક જવાબ ન મળતા આખરે TRBના જવાનો પગાર વધારા સહિતની માગને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે.

10 હજાર TRB જવાનોની હડતાળ

મળતી માહિતી પ્રમાણે, હાલમાં TRBમાં ફરજ બજાવતા જવાનોને રોજના 300 રૂપિયા લેખે પગાર મળે છે, ત્યારે જવાનો તેની સામે 500 રૂપિયા પગાર ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે હવે અમદાવાદના 1600થી વધુ TRB જવાનો સહિત રાજ્યભરના આશરે 10 હજાર જેટલા જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહેશે નહીં અને નક્કિ કરેલી જગ્યાએ હડતાળ કરશે. 

આ પણ વાંચો : વડોદરા દુષ્કર્મના આરોપીઓને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા, 1000 ઘર, 45 કિ.મીના 1100 સીસીટીવી ફંફોળ્યા

આ ઉપરાંત, TRB જવાનો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાના માંગણીઓને લઈને રજૂઆત કરશે.

ઉગ્ર આંદોલનની ચિમકી

સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો બાદ TRB જવાનોને તેનો લાભ મળ્યો નથી, ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતા આખરે TRB જવાનોએ ઉગ્ર આંદોલન ચિમકી ઉચ્ચારી છે. 

આ પણ વાંચો : કચ્છના ખારીરોહરમાં 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઈન મળી આવતા હડકંપ, શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ

TRB જવાનોએ જણાવ્યું હતું કે, અગાઉ આ પ્રકારની માંગણી કરતા તેમને છૂટા કરી દેવાની ચિમકી આપી હતી. એટલે TRB જવાનોમાં છૂટા કરી દેવાનો ડર સતાવી રહ્યો છે.  


Google NewsGoogle News