નિવૃત્ત IPSના તોડબાજ પુત્ર નીરવ જેબલિયા સામે 1.37 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ

ફોર્ચ્યુન લેન્ડ માર્ક હોટલના એચ.આર.મેનેજરે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

2021માં હોટેલમાં રોકાવાનું બિલ 2.12 લાખ થયું હતું અને 75 હજાર ચૂકવીને બાકીના 1.37 લાખ ચૂકવ્યા નહોતા

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
નિવૃત્ત IPSના તોડબાજ પુત્ર નીરવ જેબલિયા સામે 1.37 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ 1 - image



અમદાવાદઃ નિવૃત આઇપીએસ અધિકારી બી એસ જેબલિયાના માથાભારે પુત્ર નિરવે તેના પિતાના હોદાનો  ખોટો ઉપયોગ કરીને અનેક છેતરપિંડીના ગુના આચર્યા હતા. જે પૈકી  અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસે તેના વિરૂદ્વ ગુજરાત હાઇકોર્ટનો બોગસ સ્ટે ઓર્ડર  બનાવવાનો અને કાર વેચાણ આપવાનું કહીને ચાર લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ બંને કેસમાં તે નાસતો ફરતો ત્યારે તે ગાંધીધામમાં છુપાયો હોવાની ચોક્કસ માહિતી  સોલા હાઇકોર્ટ પોલીસને મળી હતી. જેના આધારે પૂર્વ કચ્છ એલસીબીની ટીમને સાથે રાખીને ગાંધીધામ પાસેના રિસોર્ટમાંથી નિરવ જેબલિયાને ઝડપી લીધો હતો. સોલા પોલીસે હાલ આ કાર વેચાણના નામે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. ત્યારે તેની સામે વધુ એક 1.37 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. 

બિલના પૈસા ચૂકવવા વારંવાર વાયદાઓ કરતો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉસ્માનપુરા ખાતે આવેલ ફોર્ચ્યુન લેન્ડ માર્ક હોટલના એચ.આર.મેનેજર ભાવિન શ્રોફે વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી બે વર્ષ અગાઉ અમારી ફોર્ચ્યુન લેન્ડ માર્ક હોટલમાં નિરવકુ જેબલીયા આવ્યો હતો અને 24 એપ્રિલ 2021થી 27 મે 2021 સુધી હોટલમાં રૂમ નં. 611 માં રોકાયો હતો. આ દરમ્યાન તેમનુ રૂમનું ભાડુ રુપિયા 2 લાખ 12 હજાર 653 થયું હતું. જેમાથી તેમણે 75 હજાર રુપિયા ક્રેડીટકાર્ડથી ચૂકવ્યા હતાં અને 1 લાખ 37 હજાર 653 રૂપિયા લેવાના બાકી હોવાથી આ રુપિયાની માંગણી અવારનવાર કરવા છતા ખોટા વાયદાઓ કરતો હતો. નિરવ જેબલિયાએ અમારી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી છે. પોલીસે મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

જેબલિયા સામે વધુ એક ફરિયાદ નોંધાવાથી મુશ્કેલીઓ વધી

નિવૃત આઇપીએસ અધિકારી બી એસ જેબલિયાના પુત્ર નિરવ જેબલિયા વિરૂદ્વ સમગ્ર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના અનેક ગુના નોંધાયા છે. જેણે તેના પિતાના હોદાનો  ખોટો ઉપયોગ કરીને અનેક છેતરપિંડીના ગુના આચર્યા હતા. જે પૈકી  અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસે તેના વિરૂદ્વ ગુજરાત હાઇકોર્ટનો બોગસ સ્ટે ઓર્ડર  બનાવવાનો અને કાર વેચાણ આપવાનું કહીને ચાર લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ બંને કેસમાં તે નાસતો ફરતો ત્યારે તે ગાંધીધામમાં છુપાયો હોવાની ચોક્કસ માહિતી  સોલા હાઇકોર્ટ પોલીસને મળી હતી. જેના આધારે પૂર્વ કચ્છ એલસીબીની ટીમને સાથે રાખીને ગાંધીધામ પાસેના રિસોર્ટમાંથી નિરવ જેબલિયાને ઝડપી લીધો હતો. સોલા પોલીસે હાલ આ કાર વેચાણના નામે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. હવે 1.37 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાતા નિરવ જેબલિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. 



Google NewsGoogle News