Get The App

અમદાવાદના આ એરિયામાં ભીખ માગવાનો ચાર્જ દર મહિને 1,00,000 રૂપિયા, જાણો શું છે મામલો

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
અમદાવાદના આ એરિયામાં ભીખ માગવાનો ચાર્જ દર મહિને 1,00,000 રૂપિયા, જાણો શું છે મામલો 1 - image


Eunuch War in Ahmedabad: ભિક્ષા વૃત્તિ કરવામાં પણ દર મહિને એક લાખ ચૂકવવા પડશે તેવી ધમકી આપ્યાની ફરિયાદ વેજલપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસને ઘર બતાવવા જતાં સંજય વ્યાસ અને તેના મળતિયાએ કારનો કાચ ફોડી નાંખી ધમકી આપ્યાની ફરિયાદ વાડજ પોલીસમાં પણ નોંધાવાઈ છે.

ફતેવાડીમાં રહેતા સમાબાનુ ઉર્ફે સમાદે કમરઅલી સૈયદએ ઉસ્માનપુરાની ચાંપાનેર સોસાયટીમાં રહેતા સંજય બાબુલાલ વ્યાસ અને દામીની દે માસી સામે વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ,તા. 10ના રાત્રે 11-30 વાગ્યાના અરસામાં સંજય વ્યાસે ફોન કરીને ધમકી આપી હતી કે, તારે ભીક્ષા માંગવી હોય તો મારી મંજુરી લેવી પડશે. 

અમારા વિસ્તારમાં ભીક્ષા માંગવા આવતી નહીં, નહીં તો તારા ચોટલા કાપી લઈશ. તારા જોડાઓને કહેજે કે મને દર મહિને ભીક્ષામાંથી એક લાખ રૂપિયા નહીં આપે તો તારા હાથ- પગ તોડી નાંખીશ, તને પતાવી દઈશ. આ પ્રકારે ધમકી આપવા અંગે ફરિયાદ નોંધીને વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, વાડજ પોલીસમાં વસ્ત્રાલના રહીશ સેજલ દે કામીની દે પાવૈયાએ પણ સંજય બાબુલાલ વ્યાસ અને વિપુલ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તા. 11ના  રાત્રે 8-30 વાગ્યે વેજલપુર પોલીસ કહેવાથી તેમની સાથે ઘર બતાવવા ગયાં હતાં. 

આ સમયે સંજય વ્યાસે સેજલ દેની ગાડી પાસે આવી હાથના ઈશારાથી પાંચ દિવસમાં પતાવી દેવા ધમકી આપી હતી. આ પછી સંજયે મોટો પથ્થર સેજલ દેની ક્રેટા કાર ઉપર ફેંકી કાચ તોડી નાંખ્યો હતો. ગભરાઈને થોડે આગળ જતાં સંજયનો માણસ છે તે વિપુલ દેસાઈએ ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાડજ પોલીસમાં નોંધાવાઈ છે.


Google NewsGoogle News