ટેલિવિઝન અભિનેતા રવિ દુબે ફિલ્મ રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવશે

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ટેલિવિઝન અભિનેતા રવિ દુબે ફિલ્મ રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવશે 1 - image


- જોકે નિતેશ તિવારીએ સત્તાવાર ઘોષણા કરી નથી

મુંબઇ : નિતેશતિવારી પોતાની આગામી ફિલ્મ રામાયણ પર હહાલ કાસ્ટિંગ કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને એપડેટ છે કે,ફિલ્મમાં  લક્ષ્મણનો રોલ નિભાવવા માટે ટેલિવિઝ અભિનેતા રવિ દુબેને પસંદ કરવામાં  આવ્યો છે. જોકે નિતેશ તિવારીએ આ બાબતે સત્તાવાર ધોષણા કરી નથી. ઉલ્લેખનીય છે કે, રવિ દુબે જમાઇ રાજા સિરીયથી લોકપ્રિય થયો હતો. થોડા સમયથી તે નિર્માતા તરીકે કામ કરી રહ્યો છે. 

હજી થોડા દિવસો પહેલા જ સમાચાર હતા કે, આ ફિલ્મમાં વિભીષણના રોલમાં હર્મન બાવેજા જોવા મળવાનો છે. આ પાત્ર માટે પહેલાવિજય સેતુપતિનું નામ બોલાયું હતું. 

નિતેશ તિવારીની રામાયણમાં રામની ભૂમિકા રણબીર કપૂર, સીતાના પાત્રમાં સાંઇ પલ્લવી, રાવણના રોલમાં યશ અને હનુમાનની ભૂમિકા સની દેઓલ ભજવશે. 


Google NewsGoogle News