લાઈવ કોન્સર્ટમાં સિંગર મોનાલી ઠાકુરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
Image: Facebook
Singer Monali Thakur Hospitalize: 'સવાર લૂ' અને 'મોહ મોહ કે ધાગે' જેવા શાનદાર ગીત દ્વારા ઓળખ બનાવનાર બોલિવૂડ સિંગર મોનાલી ઠાકુરની તબિયત એક લાઈવ પર્ફોમન્સ દરમિયાન અચાનક ખરાબ થઈ ગઈ. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેની ફરિયાદ બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ. હાલ મોનાલી હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. તે દિનહાટા મહોત્સવમાં પરફોર્મ કરી રહી હતી જ્યારે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ.
હાજર લોકોએ જણાવ્યું કે 'મોનાલીની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ અને તેણે તાત્કાલિક પોતાનું પર્ફોમન્સ રોકી દીધું. તબિયત બગડવા પર તેને દિનહાટાના સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવાઈ. તેની ટીમે તાત્કાલિક મેડિકલ મદદ માગી અને થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ. સિંગરને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ લઈ જવાઈ. હાલ, મોનાલી કૂચબિહારની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં દાખલ થઈ મોનાલી
મોનાલીએ અત્યાર સુધી સોશિયલ મીડિયા પર પોતાની તબિયતની કોઈ અપટેડ આપી નથી. ચાહકો તેની હેલ્થ અપડેટ જાણવા માટે આતુર નજર આવી રહ્યાં છે અને તેના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. થોડા અઠવાડિયા પહેલા પણ મોનાલી ઠાકુર ચર્ચામાં આવી હતી. તેણે વારાણસીમાં પોતાની મ્યુઝિક કોન્સર્ટ વચ્ચે જ રોકી દીધી, જેની પાછળનું કારણ તેણે કોન્સર્ટની યોગ્ય તૈયારી ન હોવા અને મેનેજમેન્ટની અછત જણાવ્યું હતું. મોનાલીનું માનવું હતું કે તેને ઈજા પહોંચી શકે છે. તે બાદ તેણે પોતાના ચાહકોની માફી પણ માગી હતી.
મોનાલી ઠાકુરનું કરિયર
મોનાલી ઠાકુરે પોતાના કરિયરની શરૂઆત 2005માં કરી હતી. જ્યારે તેણે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 2 માં ભાગ લીધો હતો. તેને ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ થઈ ગયા છે. મોનાલીએ અત્યાર સુધી 100થી વધુ ગીત ગાયા છે. આ સિવાય તે અત્યાર સુધી ઘણા મ્યુઝિક કોન્સર્ટ કરી ચૂકી છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકોની સાથે કોન્સર્ટના ફોટો-વીડિયો શેર કરતી રહે છે.