Get The App

એક્ટ્રેસ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી મોત, જાણો બીમારીનું કારણ અને તેના બચાવ

જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રકારની સમસ્યા થાય છે

આ બીમારીનું બીજુ પણ એક કારણ છે, જે અસુરક્ષિત શારીરિક સંબંધ

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
એક્ટ્રેસ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી મોત, જાણો બીમારીનું કારણ અને તેના બચાવ 1 - image
Image Twitter 

Cervical Cancer symptoms : અભિનેત્રી પૂનમ પાંડેનું (Poonam Pandey Death) આજે સર્વાઈકલ કેન્સરના કારણે મોત થયું છે. તેણે છેલ્લા શ્વાસ તેના હોમ ટાઉનમાં લીધો હતો. માહિતી પ્રમાણે પૂનમ પાંડની ટીમે ઈન્સ્ટાગ્રામ પર તેના મૃત્યુ અંગેના સમાચાર આપ્યા હતા. તમને જણાવી દઈએ કે સર્વાઈકલ કેન્સર મહિલાઓને સૌથી વધારે પ્રમાણમાં થાય છે. આ સાથે WHO આ ગંભીર બીમારીને લઈને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે જાન્યુઆરી મહિનાને સર્વાઈકલ કેન્સર મહિનો મનાવ્યો છે. તેમજ વિવિધ માધ્યમો દ્વારા સર્વાઈકલ કેન્સર અને એચપીવી (HPV) રસી વિશે પણ જાગૃતતા વધારવા માટે કામ કરી રહ્યું છે. 

સર્વાઈકલ કેન્સરથી બચવાના ઉપાય અને તેના કારણ

જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રકારની સમસ્યા ઉભી થાય છે. તેમાંની એક આ ગંભીર બીમારી સર્વાઈકલ કેન્સર છે. એટલે જે મહિલાઓ વધુ પ્રમાણમાં ધૂમ્રપાન કરે છે, તેમને આ બીમારીનો વધારે ખતરો રહે છે. કેટલાક અભ્યાસો દ્વારા પણ જાણવા મળ્યું છે કે, તમાકુના સેવનથી સર્વિક્સ કોશિકાઓના ડીએનએને નુકસાન પહોંચે છે. જે સર્વાઇકલ કેન્સરનું સ્વરૂપ લે છે. એટલા માટે ધૂમ્રપાન ન કરવું જોઈએ અને તેમાં પણ મહિલાઓએ તો ક્યારેય ન કરવું જોઈએ. 

અસુરક્ષિત શારીરિક સંબંધ આ બીમારીનું બીજુ કારણ 

આ બીમારીનું બીજુ પણ એક કારણ છે, જે અસુરક્ષિત શારીરિક સંબંધ. એક અભ્યાસ પ્રમાણે જે મહિલાઓ કેટલાય પુરુષો સાથે શારીરિક સંબંધ રાખે છે, તેમને સર્વાઈકલ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. એટલે સેક્સ કરતી વખતે સલામતીનું ખાસ ધ્યાન રાખો. આ સાથે જો તમારી ઉંમર 26 વર્ષથી ઓછી છે તો તમારે HPV રસી લેવી જ જોઇએ.


Google NewsGoogle News