શત્રુંજય તીર્થાધિરાજના સાન્નિધ્યમાં સામૂહિક ચાતુર્માસિદિ પ્રસંગે ભાવવિભોર શત્રુંજય વંદના

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
શત્રુંજય તીર્થાધિરાજના સાન્નિધ્યમાં સામૂહિક ચાતુર્માસિદિ પ્રસંગે ભાવવિભોર શત્રુંજય વંદના 1 - image


- અમૃતની અંજલિ આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'પ્રભુકૃપા-ગુરુકૃપાથી અમને એ પરમ સૌભાગ્ય સાંપડયું છે કે આ ચાતુર્માસ અમે એ પરમ પવિત્ર શત્રુંજયગિરિરાજના સાન્નિઘ્યમાં-પાલિતાણાની પુણ્યભૂમિમાં કરી રહ્યા છીએ. વિરાટસંખ્યક આરાધકો અને સ્વસમુદાયના નેવુંથી અધિક સંયમી ભગવંતો સાથે શત્રુંજયગિરિરાજની એકદમ નિકટ ચેન્નઈભવનમાં અમારી સામૂહિક ચાતુર્માસઆરાધના-ઉપઘાનતપ-નવાણુંયાત્રા અનુષ્ઠાન અને વિવિધ પદયાત્રાસંધો યોજાનાર છે એને અમે શત્રુંજયગિરિરાજ સંબંધી સાન્નિઘ્યની ધન્ય ક્ષણો-ધન્ય દિવસો માનીએ છીએ.'

જૈન જગતનું સર્વેચ્ચ મહાતીર્થ એટલે સૃષ્ટિશિરતાજ ત્રિભુવનતાજ ભવસાગરજહાજ પરમપદપાજ શ્રી શત્રુંજયગિરિરાજ. વિહરમાણ તીર્થકર ભગવંત શ્રી સીમંધરસ્વામીપ્રભુએ સ્વયં આ મહાનતમ તીર્થ માટે ફરમાવ્યું છે કે ''કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે. ''

પ્રભુકૃપા-ગુરુકૃપાથી અમને એ પરમ સૌભાગ્ય સાંપડયું છે કે આ ચાતુર્માસ અમે એ પરમ પવિત્ર શત્રુંજયગિરિરાજના સાન્નિધ્યમાં-પાલિતાણાની પુણ્યભુમિમાં કરી રહ્યા છીએ. વિરાટસંખ્યક આરાઘકો અને સ્વસમુદાયના નેવુંથી અધિક સંયમીભગવંતો સાથે શત્રુંજયગિરિરાજની એકદમ નિકટ ચેન્નઈભવનમાં અમારી સામૂહિક ચાતુર્માસઆરાધના-ઉપાધનતપ-નવાણુંયાત્રા અનુષ્ઠાન અને વિવિધ પદયાત્રાસંઘો યોજાનાર છે એને અમે શત્રુંજયગિરિરાજ સંબંધી સાન્નિધ્યની ધન્ય ક્ષણો-ધન્ય દિવસો માનીએ છીએ. આ તા. ૨૦ જુલાઈથી એ આરાધનાઓ શરૂ થઈ રહી છે ત્યારે શત્રુંજયગિરિરાજ સંબંધી આ લેખ પ્રાસંગિક બની રહેશે.

જૈન પરંપરા હો કે અજૈન પરંપરા, એમાં ભગવાનના નામો એકથી વધુ યાવત એકસો આઠ વગેરે જોવા મળશે અને એનું સ્મરણ-જાપ પણ જોવા મળશે. પરંતુ એવું જવલ્લે જ જોવા મળશે કે ભગવાનના યાત્રાધામોના નામો એક-બે નહિ, એકસો આઠ હોય અને એનાં સ્મરણનો મહિમા હોય. શત્રુંજયગિરિરાજ આવું ધન્યતમ યાત્રાઘામ છે તે આ ગિરિરાજના નામો એકસો આઠ છે અને એના પઠનનો-શ્રાવણનો અદ્ભુત મહિમા છે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો શત્રુંજયાભિધાન લઘુસ્તોત્રનો આ શ્લોક કે ઃ-

નામાન્યમૂનિ યઃ પ્રાતઃ, પઠત્યાકર્ણયત્યપિઃ

ભવન્તિ સમ્પદસ્તસ્ય, વ્રજન્તિ વિપદઃ ક્ષયમ્.

ભાવાર્થ કે શત્રુંજયગિરિરાજના આ પવિત્ર નામોનું જેઓ નિત્ય પ્રભાતે પઠન કે શ્રાવણ કરે છે તેમની વિપત્તિઓ વિલય પામે છે અને સંપત્તિઓ-અનુકૂલતાઓ સર્જન પામે છે. શત્રુંજય-સિદ્ધક્ષેત્ર-પુંડરીકગિરિ-પુણ્યરાશિ આદિ એ પ્રત્યેક નામો પવિત્ર છે અને એમાં પ્રેરણાભર્યા ઇતિહાસ સંલગ્ર છે. આપણે એ નામોને ભાવપૂર્ણ વંદન કરીએ અને બે નવાં વિશેષણો એવાં વિચારીએ કે જે ભૂલ કલ્પનાનું ફરજંદ હોય છતાં ગિરિરાજની વિશેષતાઓ બહુ નક્કરપણે વાસ્તવિકપણે ઉજાગર કરે.

(૧) આશ્રયતીર્થ ઃ- આશ્રય એવું સ્થાન છે જે વ્યકિતને શાતા આપે-શાંતિ આપે. એથી ય વિશેષ કેટલાક આશ્રય એવા હોય છે કે જે વ્યકિતને સુવિધા-સુરક્ષા આપે.ભરબપોરે માર્ગ પર ચાલ્યો જતો પ્રવાસી વૃક્ષનો આશ્રય લે ત્યારે વૃક્ષ એને માત્ર શાતા-શાંતિ આપે છે, સુવિઘા-સુરક્ષા નહિ. જ્યારે માતાની ગોદની આશ્રય લેતા શિશુને એ ગોદ શાતા-શાંતિ ઉપરાંત સુવિધા-સુરક્ષા ય આપે. શત્રુંજયગિરિરાજ એવું આશ્રયતીર્થ છે કે  જે શાતાથી લઈને સુરક્ષાનું ય દાન કરે. એ પણ એવી શાતા-સુરક્ષા કે જે માત્ર બાહ્ય નહિ, અભ્યંતર-આત્મિક મુખ્યત્વે હોય. એથી આપણે એ ગિરિરાજને આશ્રયસ્થાન નહિ, આશ્રયતીર્થ કહીએ છીએ. કેવું અદ્ભૂત છે એ આશ્રયતીર્થ ?

(૨) આક્રર્ષણતીર્થ ઃ- બાળકને પસંદગી પીપરની હોય તો એને પચીશ-પચાસવાર પીપર મળે તો ય હજુ પીપરની અભિલાષા રહે જ એ છે આકર્ષણ. ગમતું-મનપસંદ ગીત અનેકવાર સાંભળ્યા પછી ય એને વારંવાર સાંભળવાનું મન થયા કરે એ છે આકર્ષણ. ફેવરીટ પિક્ચર પાંચ-સાત વાર જોયા પછી પણ એ ઉપરાઉપરી જોવાનું મન થતું રહે એ છે આકર્ષણ. આ કે આવાં આવાં ઉદાહરણોમાં નોંધપાત્ર બાબત એ છે કે તમામ ઇન્દ્રિયોના મનગમતા વિષયોસ્વરૂપ છે. જ્યારે શત્રુંજયગિરિરાજની યાત્રા-ગિરિરાજસ્પર્શના ઇન્દ્રિયના મનગમતા વિષયસ્વરૂપ નથી.સાડા ત્રણ હજાર સોપાન ચડીએ ત્યારે થતી એની યાત્રા કાયિક દૃષ્ટિએ તો કષ્ટદાયક છ. આમ છતાં ત્યાંની પવિત્ર ઉર્જાને કારણે એ ક્ષેત્રમાં થયેલ અનંત આત્માની કર્મમુક્તિના કારણે એનું આકર્ષણ અગણિત આરાધકોને હોય છે.એથી એ છે આકર્ષણતીર્થ. કેટલાય આરાધકો આજે પણ એવા છે કે ગિરિરાજની એકાદ-બે નહિ, સેંકડો,સેેકડો નહિ હજારો યાત્રાઓ કેવલ ગિરિરાજ પ્રત્યેની ભક્તિથી આકર્ષણથી કરતા હોય છે.આજે જ્યારે મહાનગરના લોકો એપાર્ટમેન્ટના પહેલા-બીજા મજલે જવા માટે ય લિફ્ટને પ્રથમ પસંદગી આપે છે ત્યારે સાડા ત્રણ હજાર પગથિયા ચડીને કરાતી એકેક યાત્રા વિપુલ સંખ્યામાં કરવાનો ભાવ પુરુષાર્થ અહોભાવ જન્માવે તેવો જ ગણી શકાય. આપણે એક સત્ય ઘટના આવી જોઈએ ઃ

પર્યાયવૃદ્ધ આચાર્ય શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના પરિવારના એક મુનિવર. માત્ર ૨૮-૩૦ વર્ષના દીક્ષાપર્યાયમાં એમણે બસો વીશ જેટલી આયંબિલ ઓળી કરી છે । એટલે કે સંયમનો મોટો ભાગ એમણે આયંબિલ કર્યા છે. એમાં ય લગભગ એકવીશ વર્ષ ઠામચોવિહાર આયંબિલ । ઠામચોવિહાર એટલે આયંબિલના સમયે જ પાણી વાપરવાનું. એ પહેલા કે એ પછી નહિ.વિચારો કરો કે દિવસમાં એક જ વાર ભોજન, એ વળી આયંબિલનું એટલે માત્ર બાફેલ અનાજનું ભોજન અને પાણી માત્ર એ સમયે જ વાપરવાનું ઃ આવો ધોર તપ એકવીશ વર્ષો કરવો એ જ અદ્ભુત અને વંદનીય ધટના છે.

આ મુનિવરે એક મનોરથ એવો કર્યો કે મારે સિદ્ધગિરિરાજની નવાણું વાર નવાણું યાત્રા કરવી.ખ્યાલ રહે કે એક નવાણુંમાં એકસો આઠ વાર શત્રુંજયગિરીરાજની યાત્રા કરવાની હોય છે. આવી યાત્રા દશ હજાર વાર કરવાનો મનોરથ અને તે પણ ઉપરોક્ત ભીષ્મ તપશ્વાર્યા વચ્ચે । શત્રુંજયગિરીરાજ પ્રત્યે ઉત્કટ આકર્ષણ હોય-બહુમાનજન્ય ભક્તિ હોય તો જ આવા મનોરથ શક્ય બને ને ? એ મનુવિરે ધોર તપ વચ્ચે આ મનોરથ અમલમાં લીધો અને જોતજોતામાં સત્યોતેર નવાણું એમણે કરી પણ લીધી. સત્યોતેર નવાણું એટલે ? સાત હજાર આઠસો જેટલી ગિરિરાજયાત્રા ।

કમનસીબી એટલી જ કે આ મુનિવરને આ વર્ષના ચૈત્રમાસમાં પદયાત્રા-વિહાર દરમ્યાન ગોઝારો અકસ્માત નડયો. જો અકસ્માત ન નડયો હોત તો તેઓ નવાણું વાર નવાણું યાત્રાનું લક્ષ્ય અવશ્ય સિદ્ધ કરી શકત. આ મિનુવરનું નામ છે શ્રી હિતશેખરવિજ્યજી મહારાજ

આવો, આ આશ્રાયતીર્થ-આકર્ષણતીર્થ શત્રુંજયગિરીરાજ માટે આપણે ગાઈએ કે ઃ-

ઉત્તુંગ જેના શિખર ઊર્ધ્વગતિતણાં વરદાન દે,

ઉત્તુંગ જેના મંદિરો જિનભક્તિના વરદાન દે,

ઉત્તુંગ મહિમા જેહનો શિવમાર્ગનુે પ્રસ્થાન દે,

તે વિમલગિરિને વિમલ હ્ય્દયે ભાવથી કરું વંદના.


Google NewsGoogle News