Get The App

ભર ઉનાળે પાણીની તંગીની વચ્ચે સુરતમાં ગટરીયા પુરનો ત્રાસ : છાપરાભાઠામાં ગટરના પાણીના કારણે રોગચાળાની ભીતિ

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
ભર ઉનાળે પાણીની તંગીની વચ્ચે સુરતમાં ગટરીયા પુરનો ત્રાસ  : છાપરાભાઠામાં ગટરના પાણીના કારણે રોગચાળાની ભીતિ 1 - image


Sewage Water Flood in Surat  : સુરતમાં હાલ આકરી ગરમી પડી રહી છે ત્યારે અનેક જગ્યાએ પાણીની અછતની બુમ પડી રહી છે તો બીજી તરફ પાલિકાના છાપરાભાઠા વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે અને પુર આવ્યું હોય તેમ ગટરીયા પુર આવી ગયાં છે. છાપરાભાઠામાં ગટરના પુરના કારણે રોગચાળાની ભીતિ થઈ રહી છે. વ્રજ એપાર્ટમેન્ટની સામે મેઈન રોડ પર ગટર ઉભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પાલિકાની ઢીલી નીતિના કારણે લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. 

સુરત પાલિકાના છાપરા ભાઠા વિસ્તારમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટની સામે મેઈન રોડ છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાઈ રહી છે. આ ગટરનું પાણી જાહેર રોડ પર ઉભરાઈ રહ્યું છે અને તેના કારણે આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાયા છે. આ ગટરીયા પુરના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે તથા આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. આ ઉપરાંત ગંદા પાણીના ભરાવાના કારણે ભારે દુર્ગંધ આવી રહી છે તેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ ગંદા પાણીના કારણે લોકોમાં રોગચાળો થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. આવી સ્થિતિ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં લોકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.



Google NewsGoogle News