રવિ દુબેએ ટોપ સ્ટાર્સને નાના મોઢે મોટી વાત કહી દીધી
- 'ફિલ્મ બનાને કે લિયે સિર્ફ બજેટ નહીં ચાહિયે. લોકોએ માની લીધેલી આ એક ખોટી વાત છે. મારે ખરેખર ફિલ્મ બનાવવી જ હોય તો હું ૫૦ હજાર રૂપિયામાં પણ બનાવી શકું.'
હિ ન્દી ફિલ્મોની માઠી દશા બેઠી છે. થિયેટરોમાં રિલિઝ થતી એક પછી એક ફિલ્મ ફ્લોપ જાય છે. અજય દેવગનની 'મેદાન', કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન' અને અક્ષય-ટાઈગરની 'બડે મિયાં છોટે મિયાં' એના તાજા દાખલા છે. રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરના રોમાંટિક ડ્રામા 'મિ. એન્ડ મિસિસ માહી'એ પણ જમાવટ ન કરી. એક તરફ, ફિલ્મોના બજેટ વધતા જાય છે અને બીજી તરફ, થિયેટર રિલિઝમાં ફિલ્મો બૉક્સ ઑફિસ ગજવી નથી શકતી. આ કારણે ફિલ્મમેકરો ઘેરી ચિંતામાં પડી ગયા છે.
આ સંજોમાં પ્રોજેક્ટસની કોસ્ટ ઘટાડવા વિશે બોલિવુડમાં મંથન શરૂ થઈ ગયંુ છે. મોટા પ્રોડયુસરોની જાહેરમાં અને ખાનગીમાં મિટિંગ્સ મળી રહી છે. લગભગ દરેક મિટિંગમાં મોટા સ્ટાર્સની તગડી ફી અને એમના સ્ટાફના મોટા કાફલાને ચુકવવા પડતા ભથ્થા પર ચર્ચા થાય છે. મેકરો એક્ટરોને એમની પ્રાઇસ ઘટાડવા અને સ્ટાફના ખર્ચા જાતે ઉપાડવા આકરા ફિલર્સ મોકલી રહ્યા છે. શરૂમાં હળવાશથી શરૂ થયેલી ડિબેટ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એમાં હવે એક્ટર-પ્રોડયુસર રવિ દુબેએ ઝંપલાવ્યું છે. 'જમાઈ રાજા' જેવી હીટ ટીવી સીરિયલનો લીડ એક્ટર પોતાનો સાવ જુદો મત માંડતા કહે છે, 'ફિલ્મ બનાને કે લિયે સિર્ફ બજેટ નહીં ચાહિયે હોતા. લોકોએ ધારી લીધેલા આ એક ખોટો ખ્યાલ છે. મારો ફિલ્મ બનાવવાનો ઈરાદો હોય તો હું રૃા.૫૦,૦૦૦માં પણ બનાવી શકું. સાવ નજીવા બજેટની ઘણી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો હમણાંથી કાન અને બુસાન જેવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ડંકો વગાડી રહી છે. એમાંથી ઘણી આપણા ભારતમાં બની છે. માલેતુજાર લોકો જો એના મેકર્સ હોત તો આવી કલાસિક ફિલ્મો ન બનત. મારી જાણકારી મુજબ અમુક ફિલ્મોનું સંપૂર્ણ શુટિંગ ફક્ત નવ દિવસમાં પૂરું થઈ ગયું હતું. એકેડેમી- એવોર્ડ વિનિંગ ફિલ્મ 'વ્હિપલેશ' (૨૦૧૪) પણ રેકોર્ડ ટાઈમમાં શુટ થઈ હતી.'
૨૦૦૬માં ટીવી શૉ 'સ્ત્રી તેરી કહાની'થી ડેબ્યુ કરનાર ૪૦ વરસનો એક્ટર દુબે 'ટેસિટ' નામની શોર્ટ ફિલ્મ પ્રોડયુસ કરવાનો અનુભવ શેર કરતા કહે છે, 'તમે કદાચ નહીં માનો, પણ 'ટેસિટ' ઝીરો બજેટ ફિલ્મ હતી. એની સ્ટોરી અનોખી હતી. લગભગ આઠ-નવ માસ પહેલા અમે મુંબઈમાં ગેરીલા સ્ટાઈલથી અમારા મોબાઈલમાં આખી ફિલ્મ શૂટ કરી હતી.'
રવિ દુબેની આ શોર્ટ ફિલ્મ ઘરેલુ હિંસા પર આધારિત છે. પોતે 'ટેસિટ' અમુક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી હોવાનું જણાવતો એક્ટર ઉમેરે છે, 'ફિલ્મ કા સ્ટોરી આઇડિયા હમેં કૉફી પીતે વક્ત આયા થા. ડોમેસ્ટિક એબ્યુઝ ઇન્ડિયા જ નહીં, આખા વિશ્વ માટે એક સેન્સિટિવ ઈસ્યુ છે.'
રવિની પત્ની સરગુન મહેતા પણ એક્ટર છે. મીડિયા સાથેની અનૌપચારિક વાતચીતમાં દુબે ચાર-ચાર વેનિટી વેનનો કાફલો લઈ સેટ પર રાજા-મહારાજાની જેમ પહોંચતા બોલિવુડના ટોપના સ્ટાર્સને ટોણો મારવા એક દાખલો આપે છે, 'તાજેતરમાં મારી વાઇફ સરગુન યુકેમાં એક હિલ પર શુટિંગ કરતી હતી. એ વખતે એણે વોશરૂમ જવા કારમાં કેટલાંય કિલોમીટર લાંબો પ્રવાસ કરવો પડતો હતો. યાદ રહે, એ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપની સ્ટાર છે. તમે ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો બનાવવા માટે આવ્યા છો. શુટિંગ માટે સ્ટોરી, લાઇટ અને લોકેશન આ ૂસઘળું બરાબર હોય તો સેટ પર બાકી બધી સુખ-સુવિધાઓને ભૂલી જવાની હોય.'
વાત તો સાચી.