સેન્સેક્સમાં સળંગ બે ટ્રેડિંગ સેશનમાં 1705 પોઈન્ટનું કરેક્શન, સ્મોલકેપ-મિડકેપ 1.50 ટકા ઘટ્યા
Image: FreePik |
Stock Market Closing: વૈશ્વિક પડકારોના કારણે આજે ભારતીય શેરબજારોમાં પણ મોટુ કરેક્શન જોવા મળ્યું હતું. સેન્સેક્સ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 1705.36 પોઈન્ટ ઘટ્યો છે. પરિણામે, રોકાણકારોની મૂડી 7.56 લાખ કરોડ ઘટી છે.
મધ્ય-પૂર્વીય દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાને 300થી વધુ મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયલ પર હુમલો કરતાં તણાવ વધ્યો છે. જેના પગલે કોમોડિટી, ક્રૂડ ઓઈલ અને અમુક ધાતુઓના વૈશ્વિક સપ્લાય પર અસર થવાની શક્યતા વધી છે. અમેરિકી ફેડ દ્વારા પણ વ્યાજદરોમાં ઘટાડો કરવામાં વિલંબ થવાની સંભાવનાઓ વધી છે. આ તમામ પરિબળો તેમજ રેકોર્ડ ટોચથી પ્રોફિટ બુકિંગના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
આજે વધુ 845.12 પોઈન્ટ ઘટી 73399.78 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 22300ની સાયકોલોજિકલ સપાટી તોડી 246.90 પોઈન્ટ તૂટી 22272.50ના લેવલે બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 1.50 ટકા ઘટાડે બંધ રહ્યા હતા. એનર્જી અને ઓઈલ-ગેસ સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસે રેડઝોનમાં બંધ આપ્યું હતુ.
સેન્સેક્સ પેકમાં માત્ર 3 શેરો ગ્રીન ઝોનમાં
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4049 સ્ક્રિપ્સ પૈકી 913 સ્ક્રિપ્સ ઘટાડે, જ્યારે 2991 સ્ક્રિપ્સ સુધારા સાથે બંધ રહી હતી. આજે 421 શેરોમાં લોઅર સર્કિટ વાગી હતી. 277 અપર સર્કિટ સાથે બંધ રહેવાની સાથે 164 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ પેકમાં સામેલ 30 સ્ક્રિપ્સ પૈકી માત્ર 3 નેસ્લે ઈન્ડિયા અને મારૂતિ સુઝુકી 1 ટકાથી વધુ જ્યારે ભારતી એરટેલે 0.16 ટકા સુધારા પર બંધ આપ્યું હતું, જ્યારે અન્ય 27માં 2.70 ટકા સુધીનો ઘટાડે બંધ રહ્યા હતા. જે ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ સાથે વેચવાલીનું પ્રેશર દર્શાવે છે.