Get The App

મની લોન્ડરિંગ કેસ: બોમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને બે મહિનાના વચગાળાના જામીન આપ્યા

Updated: May 6th, 2024


Google NewsGoogle News
મની લોન્ડરિંગ કેસ: બોમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને બે મહિનાના વચગાળાના જામીન આપ્યા 1 - image


Image Source: Twitter

Jet Airways Founder Naresh Goyal: બોમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને મની લોન્ડરિંગ મામલે મેડિકલ આધાર પર બે મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. નરેશ ગોયલ હાલમાં રિલાયન્સ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. નરેશ ગોયલે એક લાખ રૂપિયાના બોન્ડ ભરવો પડશે અને તેઓ મુંબઈની બહાર ન જઈ શકશે. ગોયલની ED દ્વારા સપ્ટેમ્બરમાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. નરેશ ગોયલ અને તેમના પત્ની અનિતા ગોયલ કેન્સરથી પીડિત છે. નરેશ ગોયલે બીમારીને આધાર બનાવીને કોર્ટ પાસે રાહત માગી હતી. 

EDએ જામીન અરજીનો કર્યો વિરોધ

બોમ્બે હાઈકોર્ટે  સોમવારે તેમને જામીન આપતાં કહ્યું કે તેમની મેડિકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રાહત આપવામાં આવી રહી છે. જો કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં તેમનું રોકાણ એક મહિના સુધી લંબાવી શકાય છે. ફેબ્રુઆરીમાં સ્પેશિયલ કોર્ટે નરેશ ગોયલની જામીન અરજી ફગાવી દેતા કહ્યું હતું કે, તે પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે.  

અનિતા ગોયલની પણ EDએ કરી હતી ધરપકડ

EDએ સપ્ટેમ્બર 2023માં નરેશ ગોયલની ધરપકડ કરી હતી. તેમના પર આરોપ છે કે, તેમણે જેટ એરવેઝને કેનરા બેંકમાંથી મળેલા 538.62 કરોડ રૂપિયાની લોનને અલગ જગ્યાએ ઉપયોગ કરી હતી. EDએ તેમને મની લોન્ડરિંગનો આરોપી બનાવ્યો છે. ત્યારબાદ નવેમ્બર 2023માં તેમના પત્ની અનિતા ગોયલની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તેમની તબિયત અને ઉંમરના કારણે સ્પેશિયલ કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. 

સુનાવણી દરમિયાન કોર્ટમાં રડી પડ્યા હતા

જાન્યુઆરીમાં થયેલી એક સુનાવણી દરમિયાન નરેશ ગોયલ કોર્ટની સામે રડી પડ્યા હતા. આ દરમિયાન નરેશ ગોયલ કહ્યું કે, આવું જીવન કરતાં મૃત્યુ સારું છે. મેં જીવવાની આશા ગુમાવી દીધી છે. હું જેલમાં મરવાનું પસંદ કરીશ. ત્યારબાદ જેટ એરવેઝના ફાઉન્ડરે 15 ફેબ્રુઆરીએ કોર્ટને કહ્યું હતું કે, તેઓ ધીમી ગતિએ વધતા કેન્સરની સારવાર માટે જામીન ઈચ્છે છે. કોર્ટે તપાસ માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ મેડિકલ બોર્ડને એ પણ આદેશ આપ્યો હતો કે તેમની સારવાર સરકારી હોસ્પિટલમાં થશે કે નહીં.


Google NewsGoogle News