Get The App

રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી, નબળી માગ અને ધરખમ ભાવ વધારાના કારણે અમદાવાદમાં મકાનોના વેચાણ 9 ટકા ઘટ્યા

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
Real Estate Market


Housing Sales In Ahmedabad: દેશનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા દોઢ-બે વર્ષથી તેજીમાં રહ્યા બાદ હવે મંદ પડ્યું છે. ટોચના આઠ શહેરોમાં ભાવ ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં સરેરાશ 20 ટકા વધતાં વેચાણોમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. રો મટિરિયલ્સના ઊંચા ભાવો અને નબળી માગના પગલે નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ 25 ટકા સુધી ઘટ્યા છે.

અમદાવાદમાં નવા લોન્ચિંગ 61 ટકા ઘટ્યા

અમદાવાદમાં પણ હાઉસિંગ માર્કેટ શુષ્ક બન્યું છે. ભાવમાં ધરખમ વધારાના કારણે નવા હાઉસિંગ લોન્ચિંગ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 61 ટકા ઘટ્યા છે. નબળી માગના પગલે વેચાણ પણ વાર્ષિક ધોરણે 9 ટકા અને ત્રિમાસિક ધોરણે 2 ટકા ઘટ્યા છે.

દેશમાં મકાનોના નવા લોન્ચિંગ 25 ટકા ઘટ્યા

શહેર
20242023
QoQ
YoY
Q3 24Q2 24Q3 23
અમદાવાદ6,5596,53316,6720%-61%
બેંગલોર13,97212,56414,35811%-3%
ચેન્નઈ4,6494,6333,6990%26%
દિલ્હી NCR11,9558,0536,81048%76%
હૈદરાબાદ8,5466,36520,48134%-58%
કોલકાતા1,5167533,850101%-61%
મુંબઈ31,12340,46235,923-23%-13%
પુણે13,54322,31421,287-39%-36%
કુલ91,8631,01,6771,23,080-10%-25%


મકાનના વેચાણ ઘટ્યા

પ્રોપટાઈગર.કોમ દ્વારા જારી કરવામાં આવેલા રિઅલ ઇનસાઇટ રેસિડેન્શિયલ રિપોર્ટ અનુસાર, દેશભરમાં Q3 2024માં કુલ 96,544 યુનિટ્સ વેચાયા હતા, જે 2023માં સમાન સમયગાળા દરમિયાન વેચાયેલા 1,01,221 યુનિટ્સની તુલનામાં 5% વાર્ષિક ઘટાડો દર્શાવે છે. ટોચના 8 બજારોમાં શરુ કરાયેલા નવા રેસિડેન્શિયલ યુનિટ્સની સંખ્યા Q3 2023માં 1,23,080 યુનિટ્સ સામે 25 ટકા ઘટી Q3 2024માં 91,863 યુનિટ્સ થઈ છે.

મકાનોના ભાવ 3થી 50 ટકા વધ્યા

માગ અને પુરવઠામાં ઘટાડો REA ઇન્ડિયાના સીએફઓ અને પ્રોપટાઈગર.કોમના બિઝનેસ હેડ વિકાસ વાધવને જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં, મુખ્ય માર્કેટના કેટલાક મુખ્ય વિસ્તારોમાં ભાવમાં 3%થી 50% જેટલો વધારો થયો છે, જેની તાત્કાલિક અસર ખરીદીના નિર્ણયો પર થઈ છે. નવરાત્રિ સાથે તહેવારોની સિઝન શરુ થતાં ખરીદદારોનો રસ વધવાની અને વેચાણની પ્રવૃત્તિમાં વધારો થવાની ધારણા છે."

 ટોચના આઠ  શહેરોમાં Q3 2024માં મકાનોના વેચાણની સ્થિતિ 

શહેર
20242023
YoY
Q3 24Q2 24Q3 23QoQ
અમદાવાદ9,3529,50010,305-2%-9%
બેંગલોર11,16013,49512,588-17%-11%
ચેન્નઈ3,5603,9843,874-11%-8%
દિલ્હી NCR10,09811,0657,800-9%29%
હૈદરાબાદ11,56412,29614,191-6%-19%
કોલકાતા2,7963,2373,607-14%-22%
મુંબઈ30,01038,26630,299-22%-1%
પુણે18,00421,92518,557-18%-3%
કુલ96,5441,13,7681,01,221-15%-5%

Google NewsGoogle News