Get The App

અમેરિકામાં ગંભીર આરોપ: અદાણી ખુદ ભારતીય અધિકારીઓને લાંચ આપવા જતાં, ફોન ટ્રેકિંગથી નજર રાખતા

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
Adani bribery case


Gautam Adani charged with alleged bribery scheme : ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડૉલર(આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ  આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં ગૌતમ અદાણી લાંચ આપવા માટે પોતે ભારત સરકારના અધિકારીને મળ્યા હોવાનો દાવો છે. આ કેસમાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. 

આ પણ વાંચો : અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચ-છેતરપિંડીનો કેસ: સૌર ઊર્જાના કોન્ટ્રાક્ટ માટે ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ

લાંચ આપવા કઈ રીતે ખેલ ખેલાયો: 

- અમેરિકામાં લાગેલા આરોપ અનુસાર ગૌતમ અદાણીએ ભારત સરકારના અધિકારી સાથે લાંચ આપવાની યોજના માટે અનેક વાર મુલાકાત કરી. આટલું જ નહીં અધિકારી અને આરોપીઓ વચ્ચે લાંચ મામલે મેસેજથી વાતચીત પણ થઈ રહી હતી. 

- સાગર અદાણીએ સરકારી અધિકારી સુધી હજારો કરોડની લાંચ સુરક્ષિત પહોંચી જાય તેની ઝીણવટભરી નજર રાખી, સમગ્ર ઘટના ટ્રેક કરવા માટે ફોનનો ઉપયોગ કર્યો 

- કયા અધિકારીને કેટલા રૂપિયા મળશે તેની સમગ્ર વિગત તૈયાર કરવામાં આવી, વિનીત જૈને પોતાના ફોનમાં તેના ફોટોગ્રાફ્સ રાખ્યા 

- કયા અધિકારીને કઈ રીતે નાણાં મળશે તેના માટે રૂપેશ અગ્રવાલે એક પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન તૈયાર કર્યું. પછી અન્ય આરોપીઓને પણ બતાવીને સમજાવ્યું. 

માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ, 20 ટકા સુધી નુકસાન

અમેરિકાની કોર્ટમાં રજૂ થયેલા આરોપના મુખ્ય અંશ

- વર્ષ 2020થી 2024ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા અધિકારીઓને 25 કરોડ ડૉલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી. 

- બાદમાં લાંચની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડૉલરનું ફંડ ભેગું કર્યું. 

- બાદમાં FBI અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. સ્કીમથી જોડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા. 

- આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા.


Google NewsGoogle News