RBIના નિયમોનું પાલન ન કરતી ગુજરાતની ત્રણ સહકારી બેંકો સામે કાર્યવાહી, ફડકાર્યો લાખોનો દંડ

આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
RBIના નિયમોનું પાલન ન કરતી ગુજરાતની ત્રણ સહકારી બેંકો સામે કાર્યવાહી, ફડકાર્યો લાખોનો દંડ 1 - image


Co-Operative Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી કરી છે. આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે, જેમાં હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંક, મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંક, નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંક અને સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક છે.

એક અખબારી યાદીમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંકને સાત લાખ, મહેસાણા જિલ્લા પંચાયત એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ બેંકને ત્રણ લાખ અને હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંકને બે લાખ, સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંકને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જાણો દંડ ફટકારવાનું કારણ

અરબીઆઈ અનુસાર, નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંકે ઇન્ટર-બેંક ગ્રોસ અને કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું.મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંકે પ્રુડેન્શિયલ ઇન્ટર-બેંક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું અને પાત્ર રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર ન કરતા દંડ ફટકારવામાં આવ્યો હતો.હાલોલ અર્બન કો-ઓપરેટીવ બેંકે એવી લોન મંજૂર કરી હતી જ્યાં બેંકના એક ડિરેક્ટરના સંબંધી ગેરેન્ટર તરીકે ઉભા હતા.


Google NewsGoogle News