અદાણીએ અમદાવાદ એરપોર્ટ હસ્તગત કર્યા બાદ 408 કરોડની ખોટ : સફેદ હાથી

2017-18માં 176.86 કરોડનો નફો હતો

ખાનગી એરપોર્ટમાં સૌથી વધુ ખોટમાં અમદાવાદ મોખરે

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
અદાણીએ અમદાવાદ એરપોર્ટ હસ્તગત કર્યા બાદ 408 કરોડની ખોટ : સફેદ હાથી 1 - image


408 crore loss after Adani acquired Ahmedabad airport : અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને નાણાકીય વર્ષ 2022-23માં રૂપિયા 408.51 કરોડની ખોટ થઇ હોવાનું સામે આવ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) હેઠળના એરપોર્ટમાં સૌથી વધુ ખોટ કરી હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ મોખરે છે.

અદાણીએ અમદાવાદ એરપોર્ટ હસ્તગત કર્યા બાદ 408 કરોડની ખોટ : સફેદ હાથી 2 - image

વર્ષ 2022-23માં અમદાવાદ એરપોર્ટને રૂપિયા 48.51 કરોડની ખોટ

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એરપોર્ટમાં નફા-ખોટની શું સ્થિતિ છે તેના અંગે ઉડ્ડયન મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં આ વિગતો સામે આવી છે. જેમાં નાણાકીય વર્ષ 2022-23માં અમદાવાદ એરપોર્ટને રૂપિયા 48.51 કરોડની ખોટ થઇ હતી. સૌથી વધુ ખોટમાં દિલ્હી એરપોર્ટ રૂપિયા 284.86 કરોડ સાથે બીજા, લખનઉ એરપોર્ટ રૂપિયા 160.66 કરોડ સાથે ત્રીજા જ્યારે જયપુર એરપોર્ટ રૂપિયા 128.52 કરોડ સાથે ચોથા સ્થાને છે. મુંબઇ એરપોર્ટને સૌથી ઓછા રૂપિયા 1.04 કરોડની ખોટ થઈ હતી. 8 નવેમ્બર 2020ના અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયું હતું. . ખાનગીકરણ થયું તે પછી એટલે કે નવેમ્બર 2020થી માર્ચ 2021માં અમદાવાદ એરપોર્ટને રૂપિયા 83.28 કરોડની ખોટ થઇ હતી. રસપ્રદ રીતે ખાનગીકરણ થયું તે અગાઉ અમદાવાદ એરપોર્ટ નફો કરી – રહ્યું હતું. જેમાં નાણાકીય વર્ષ 2017-18માં રૂપિયા 176.86 કરોડ, 2018-19માં રૂપિયા 52.46 કરોડ અને 2019-20માં રૂપિયા 45.71 કરોડની આવક થઇ હતી. વર્ષ 2019-20ના નાણાકીય વર્ષમાં દેશના જે એરપોર્ટ નફો કરતા હોય તેમાં અમદાવાદ ઉપરાંત અમૃતસર, બાગડોગરા, ભુવનેશ્વર, ચેન્નાઇ, કેલિકટ, ગોવાનો સમાવેશ થતો હતો. જાણકારોના મતે, ખાનગીકરણ બાદ અમદાવાદ એરપોર્ટની સુવિધામાં ખાસ સુધારો થયો નથી અને અધૂરામાં પૂરું તે હવે જંગી ખોટ કરતું થઇ ગયું છે.


અદાણીએ અમદાવાદ એરપોર્ટ હસ્તગત કર્યા બાદ 408 કરોડની ખોટ : સફેદ હાથી 3 - image


ગુજરાતના અન્ય એરપોર્ટ પણ ખોટના દલદલમાં ખૂંપતા જઇ રહ્યા છે

ગુજરાતના અન્ય એરપોર્ટ પણ ખોટના દલદલમાં ખૂંપતા જઇ રહ્યા છે. મોટા એરપોર્ટમાંથી વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2022-23માં વડોદરા એરપોર્ટે રૂપિયા 46.71 કરોડ, સુરત એરપોર્ટે 31.99 કરોડ અને રાજકોટ એરપોર્ટે રૂપિયા 21.93 કરોડની ખોટ ખાધી હતી. 


અદાણીએ અમદાવાદ એરપોર્ટ હસ્તગત કર્યા બાદ 408 કરોડની ખોટ : સફેદ હાથી 4 - image

Google NewsGoogle News