ગુજરાતમાં 4 વર્ષમાં GST ચોરીના 12803 કેસ નોંધાયા, 101ની ધરપકડ, સરકારનો સંસદમાં ખુલાસો
Ahmedabad Gujarat GST News | ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી કરવાના 12803 કેસ કરીને 101થી વધી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, એમ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું. કેન્દ્રિય જીએસટી કચેરીના અધિકારીઓએ આ કેસ કરેલા છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ તેને માટે જવાબદાર વ્યક્તિઓ સામે ત્રણ એફઆઈઆર ફાઈલ કરવામાં આવેલી છે. આ એફઆઈઆરમાં ત્રણ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 30મી ઓક્ટોબર 2024 સુધીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
આ 12803 કેસોમાં ભારતીય ન્યાયસંહિતાની જોગવાઈ મુજબ કેસ કરીને 101 જણની ધરપકડ કરવામાં આવેલી છે. સીજીએસટી એક્ટની કલમ 69ની જોગવાી હેટળ 101 જણની ધરપકડ કરવામાં આવેલી છે. રાજ્યસભામાં એક અલગ જ સવાલનો જવાબ આપતા નાણાં ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી પંકજ ચૌધરીએછેલ્લા પાંચ વર્ષ દરમિયાન જીએસટીની થયેલી આવકના આંકડાઓની વિગતો આપવાની સૌથી સાથે જીએસટીની થયેલી આવકની વિગતો પણ આપી હતી.
2023-24ના વર્ષમાં દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કુલ આવક રૂ. 20.18 લાખ કરોડની થઈ હતી. તેની સામે રૂ. 2.08 લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું. ૨૦૨૨-૨૩ના વર્ષમાં જીએસટીની કુલ આવક રૂ. 18.08 લાખ કરોડની હતી. આ વરસે રૂ.૨.૨૦ લાખ કરોડનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું. 2021-22ના વર્ષમાં જીએસટીની કુલ આવક રૂ. 14.83 લાખ કરોડની થઈ હતી. ૨૦૨૦-૨૧ના વર્ષમાં જીએસટીની આવક રૂ. 11.37 લાખ કરોડની થઈ હતી. તેમાંથી 1.83 લાખ કરોડના રિફંડ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. 2020-21ના વર્ષમાં રૂ. 1.25 લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતં.
ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૪ના સમયગાાળામાં જીએસટીનીકુલ આવક રૂ.12.74 લાખ કરોડન થઈ ગઈ છે. તેમાંથી કુલ રૂ. 12.74 લાખ કરોડનું કલેક્શન થયું હતું. તેમ જ 1.47 લાખ કરોડનું રીફંડ ચૂકવવામાં આવ્યું હતું. જીએસટીની ચોખ્ખી આવક રૂ.11.27 લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું. જીએસટીની ચોખ્ખી આવક રૂ. 11.27 લાખ કરોડની થઈ હતી.