Get The App

સલામત સવારી બની આફત, અમરેલીમાં ST ચાલકે મોપેડને અડફેટે લીધી, આધેડનું ઘટનાસ્થળે મોત

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
સલામત સવારી બની આફત, અમરેલીમાં ST ચાલકે મોપેડને અડફેટે લીધી, આધેડનું ઘટનાસ્થળે મોત 1 - image


Amreli ST Bus Accident: 'એસટી અમારી, સલામત સવારી' ના સ્લોગનવાળી બસ અમરેલીના રહેવાસી માટે આફત સાબિત થઈ છે. અમરેલીના નાગપાથ બસ સ્ટોપ પાસે એસટી બસની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું છે. મોપેડ સવાર વ્યક્તિ અમરેલી બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં પાછળથી અચાનક એસટી બસે મોપેડને ટક્કર મારતાં આધેડ વયના હસમુખ વ્યાસ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

ઘટનાસ્થળે જ નિપજ્યું મોત

હસમુખ વ્યાસ અમરેલી બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં, તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અમેરલીથી ભોરીંગડા રૂટની બસે મોપેડ સવારને અડફેટે લીધો હતો. બસની ટક્કર લાગતા જ મોપેડ સવાર ત્યાં જ નીચે પડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો. મોપેડ સવાર સાથેનો આ અકસ્માત જોઈને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતાં. અકસ્માતે હાજર વ્યક્તિઓ તુરંત જ ઘાયલને દવાખાને સારવાર માટે લઈ ગયાં. જોકે, દવાખાને પહોંચતા જ ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ પ્રતાપ નગર વિસ્તારમાં આવેલા ટુ વ્હીલરના શો રૂમમાં ભીષણ આગ


પરિવારમાં શોકનો માહોલ

બસની અડફેટે આવીને મૃત્યુ પામેલા હસમુખ વ્યાસ અમરેલીના જ ચિતલ રોડ પર રહેતા હતાં. એસટી બસની સલામત સવારી વ્યાસ માટે અસલામત સાબિત થઈ છે. અકસ્માતે મૃત્યુથી હસમુખના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં સરકારી કોલેજમાં છુપી રીતે ખાનગી કોલેજના વર્ગો ચલાવવાની ફરિયાદ, પ્રિન્સિપાલ આરોપી

આ પહેલાં પણ એસટીએ લીધો જીવ

આજથી પંદર દિવસ પહેલાં જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર પણ મોડી સાંજે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા પડધરીના અડબાલકા ગામના વડીલનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેના ઇજાગ્રસ્ત બનેલા પુત્ર એ રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. આ ઉપરાંત એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.


Google NewsGoogle News