Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈશ્વરના દર્શન

એ માણસને ઈશ્વરના દર્શન કરવાની ઈચ્છા થઇ. તે એક સાધુ પાસે ગયો અને બોલ્યો, ''સ્વામીજી ! હું ભગવાનના દર્શન કરવા ચાહું છું. આપ કરાવી શકશો ?''

સાધુએ તરત કહ્યું, ''કાલે સવારે અહીં આવી જજો. આપણે સાથે સામે પહાડના શિખર પર જઇશું. ત્યાં જઇ હું તમારી ઈચ્છા પૂરી કરીશ.''

બીજા દિવસે તે માણસ સાધુ પાસે પહોંચી ગયો. સાધુએ કહ્યું, ''ચાલો, જઇએ. જરા આ પોટલી માથે ઊઠાવી લો !'' થોડું ચાલ્યા પછી પેલા માણસને પોટલીનો ભાર વધારે લાગ્યો. સ્વામીજીએ કહ્યું, ''આ પોટલીમાં પાંચ મોટા પથ્થર છે.

તેમાંથી એક કાઢીને ફેંકી દો.'' એમ કરવા છતાં આગળ જતાં પેલો માણસ થાકી ગયો. એટલે વારાફરથી સાધુએ બાકીના પથ્થર ફેંકાવી દીધા. તેથી પેલો માણસ ઝડપથી શિખર પર પહોંચી ગયો. ત્યાં જઇ સ્વામીજીને ભગવાનના દર્શન કરાવવા વિનંતી કરી.

ગંભીર થઇ સ્વામીજીએ કહ્યું, ''હે ભાઇ ! પાંચ પથ્થરની પોટલી ઊઠાવી તું પહાડ પર ન ચઢી શક્યો ! પરંતુ અંતરમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માન  વગેરે અનેક પથ્થરો રાખી તું ઈશ્વરના દર્શન કરવા માગે છે !''
તે માણસની આંખો ખુલી ગઇ.
- મિતેશભાઇ એ. શાહ

Post Comments