Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ અગ્રણી પાસે ભરૃચના મુસ્લિમ યુવાને ખંડણી માંગી હતી

-મોબાઇલ નંબર ટ્રેસ કરી સઇદ પટેલને પોલીસે ઝડપી લીધો ઃ કબીલપોરના ભાજપ કાર્યકર યજ્ઞોશ મૈસુરીયાએ સઇદને

નવસારી,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

નવસારી નગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને ભાજપ અગ્રણીને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી રૃપિયા એક કરોડની ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસે ફોન ટ્રેસ કરી ભરૃચના મુસ્લિમ ડ્રાઇવરની ધરપકડ કરી તેને ભાજપ ્અગ્રણીનો મોબાઇલ નંબર આપનાર કબીલપોરના જમીન દલાલને પણ ઝડપી લીધો છે.

એક સપ્તાહ અગાઉ નવસારી નગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન, પ્રદેશ ભાજપ ્અગ્રણી અને બિલ્ડર પ્રેમચંદભાઇ લાલવાણી (રહે. પ્રિતમનગર, સિંધી કોલોની, નવસારી)ને મોબાઇલ ફોન ઉપર બે અલગ-અલગ મોબાઇલ નંબરો પરથી જાનથી મારી નાંખવાની ધમકી આપી રૃ।. ૧ કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

એલ.સી.બી. પોલીસના પી.આઇ. ડી.એન. પટેલ અને ટીમે તા. ૯-૧-૨૦૧૭ના રોજ પ્રેમચંદ લાલવાણીનાં મોબાઇલ પર આવેલો નંબર- ૮૭૬૭૨૪૭૫૩૯ ટ્રેસ કરતા તેનું લોકેશન ભરૃચનું આવતાં પોલીસની ટીમ ભરૃચ ધસી ગઇ હતી અને આ ફોન કરી ધમકી આપનાર આરોપી સઇદ મુસ્તાક પટેલ (ઉ.વ. ૨૪, રહે. ખુશ્બુ પાર્ક સોસાયટી, સુન્ની મસ્જીદ પાસે, શેરપુરી રોડ, ભરૃચ)ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની ધરપકડ કરી નવસારીની કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસનાં રિમાન્ડની માંગણી કરતા તા. ૧૬-૧-૨૦૧૭ સુધનાં ૬ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ડ્રાઇવીંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. તેને પ્રેમચંદ લાલવાણીનો મોબાઇલ નંબર કબીલપોરના ભાજપનાં સક્રિય કાર્યકર યજ્ઞોશ સુધીરકુમાર મૈસુરીયા (ઉ.વ. ૨૫, રહે. રાજેશ કોલોની, દેનાબેંકની સામે, કબીલપોર, નવસારી)એ આપ્યો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે યજ્ઞોશ મૈસુરીયાની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વિદેશથી આવેલા ફોન કોણે કર્યો હતો? સુલતાન કોણ છે? તેના તાર ભરૃચ નવસારી સાથે કેવી રીતે જોડાયા છે? સહિતના પ્રશ્નોનાં જવાબ પોલીસે હજી આરોપી પાસેથી મેળવવાના છે. રિમાન્ડ દરમિયાન શું હકીકત બહાર આવે છે? તેના પર સૌની નજર મંડાયેલી છે.
 

Post Comments