Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રખ્યાત વલસાડી હાફૂસ કેરીનો સ્વાદ હવે અમેરિકામાં પણ માણી શકાશે

- સુરત એપીએમસીમાં તૈયાર કરાયેલા મેંગો પલ્પના ત્રણ કન્ટેઇનર અમેરિકા અને કેનેડા મોકલાયા

સુરત, તા.17. માર્ચ 2018 મંગળવાર

દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત કેરીઓનો સ્વાદ હવે પરદેશમાં રહેતા એનઆરઆઇઓ ઘરબેઠા માણી શકશે.

સુરત એપીએમસી દ્વારા દક્ષિણ ગુજરાતમાંથી કેરીઓ લઇ દેશી પધ્ધતિથી પકવીને તેનો મેંગો પલ્પ બનાવીને આજે ત્રણ કન્ટેઇનર ભરીને અમેરિકા અને કેનેડા રવાના કરાયા હતા. ગુજરાતમાં જ નહીં ભારતમાં આ રીતે નિકાસ કરનારી પ્રથમ એપીએમસી હોવાનો દાવો કરાયો છે.

ઉનાળાની શરૃઆત થતાં જ ફળોના રાજા કેરીનું આગમન થયું છે. કેરીઓ મોટેભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં વધુ થાય છે. સુરતની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ દક્ષિણ ગુજરાતમાંથી હજારો ટન કાચી કેરીઓ ખરીદી હતી.

આ કેરીઓને માર્કેટમાં જ દેશી પધ્ધતિથી પકવવામાં આવી હતી. કેરીઓ પકવ્યા બાદ અત્યાધુનિક પ્લાન્ટમાં કેરીનો પલ્પ બનાવ્યો હતો. અને હવા ચુસ્ત ટીનના ડબ્બામાં પેંકીંગ કરાયું હતું. જેમાં એપીએમસીને અમેરિકા અને કેનેડાનો ઓર્ડર મળ્યો હતો.

આ ઓર્ડર મળ્યા બાદ આજે એપીએમસીથી ત્રણ કન્ટેઇનર ભરીને ૬૬,૦૦૦ ટીનનો જથ્થો અમેરિકા સ્થિત ન્યુજર્સી ખાતે બે કન્ટેઇનર અને એક કન્ટેઇનર કેનેડા મોકલવા માટે રવાના કરાયું હતું.

એપીએમસીના સુત્રના જણાવ્યા મુજબ ખેડૂતોની આ સંસ્થા આગામી દિવસોમાં ટોમેટોની પ્રોડકટર્સ પણ વિદેશમાં નિકાસ કરવાની તૈયારી કરી રહી છે. આ એપીએમસીનું વાર્ષિક ટન ઓવર ૧૭૦૦ કરોડનું છે. જે દેશમાં ટોચની એપીએમસી છે. અને આવી રીતે કેરીનો મેંગો પલ્પ બનાવીને નિકાસ કરનારી પણ પહેલી એપીએમસી છે.

Post Comments