Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાળવણીના અભાવે ચોક બજારના હેરીટેજ વોક વે પર ભિક્ષુકોનો કબ્જો

- વોકીંગ માટે આવેલા લોકો માટે મુશ્કેલી વધી

- હોપપુલના સ્થાને બનાવવામાં આવેલા વોક વેમાં મોટા ભાગે ભિક્ષુકોનો અડીંગો : રાત્રીના સમયે પુલ પર ચાલતા ગભરાતા રાહદારીઓ

સુરત, તા.16 મે 2018, બુધવાર

સુરતના ઐતિહાસિક હોપ પુલ જોખમી બનતાં  તેને દુર કરીને હેરીટેક વોક વે બનાવવામાં આવ્યો છે. પરંતુ મ્યુનિ.ની જાળવણીના અભાવે હેરીટેજ વોક વે પર ભીક્ષુકોનો કબ્જો થઈ ગયો છે.  સાંજે કે રાત્રીના સમયે વોક વેમાં  ભીક્ષુક કે કેટલાક તત્વોનો કબ્જો હોવાથી ચાલવા આળતાં રાહદારીઓ ગભરાટ ફેલાઈરહ્યો છે.  મ્યુનિ. તંત્ર જો આ અંગે કાળજી ન લે તો આવનારા દિવસોમાં  હેરીટેજ વોક વેનો ઉપયોગ મર્યાદિત થઈ જાય તેવી શક્યતા છે.

સુરતના ચોક બજાર- અડાજણને જોડતાં તાપી પર બનાવવામાં આવેલો હોપ બ્રિજ દુર કરીને તેના સ્થાને ૩-૪-૨૦૧૫ના રોજ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.  આ બ્રિજની બાજુમાં જ્યાં હોપ પુલ હતો ત્યાં હેરીટેજ વોક વે બનાવવામાં આવ્યો છે. આ વોક વે પર બાકડાં મુકવા સાથે કેટલીક જગ્યાએ પતરા પણ મુકવામાં આવ્યા છે. વોકવેનો ઉપયોગ કરનારા લોકો માટે જે સુવિધા ઉભી કરવામાં આવી છે તેનો ઉપયોગ લોકોને બદલે ભીક્ષુકો કરી રહ્યાં છે. લોકોના હરવા ફરવા માટે મુકાયેલા બાકડાં પર ભીખારીઓ કબ્જો જમાવીને આરામ ફરમાવી રહ્યાં છે.

તેમાં પણ સાંજે અને રાત્રીના સમયે આ બ્રિજ પર મોટી સંખ્યામાં ભીખારીઓ  તથાકેટલાક તત્વો જોવા મળી રહ્યાં છે. આવા લોકોને કારણે બ્રિજ પર ચાલવા આવતા લોકો અસલામતી અનુભવી રહ્યાં છે. ચાલવા આવતા લોકોને કેટલાક ભીખારીઓ હેરાન કરતાં હોવાની ફરિયાદ પણ ઉઠી છે. મ્યુનિ. તંત્રની જાળવણીના અભાવે હેરીટેજ વોક વેનો ઉપયોગ કરતાં લોકો દુર થઈ રહ્યાં છે. શરૃઆતના દિવસોમાં આકર્ષણ જમાવતા હેરીટેજ વોકવેમાં હવે લોકો ચાલતા પણ ગભરાઈ રહ્યાં છે. જો મ્યુનિ. તંત્ર વોક વે પરની આ સમસ્યા દુર ન કરે તો આવનારા દિવસોમાં આ બ્રિજ લોકોના ચાલવા માટે ઉપયોગમાં નહીં આવે તેવી ભીતી છે.

ઐતિહાસિકવારસનું નિર્દેશન કરતાં બોર્ડની તોડફોડ
હોપ બ્રિજના સ્થાને બનેલા હેરીટેજ વોક વેમાં કેટલાક ભાંગફોડિયા તત્વોનો પણ ત્રાસ વધી રહ્યો છે. હોપ બ્રિજ પર આવતાં લોકોને સુરતના વારસાની જાણકારી મળે તે માટે   વોક વેના કેટલીક જગ્યાએ સુરતના વારસાને ઉજાગર કરતાં બોર્ડ મુકવામાં આવ્યા છે. ભીખારીઓ સાથે કેટલાક ભાંગફોડીયા તત્વો પણ  વોક વેમાં પડયા પાથર્યા રહેતા હોય કેટલીક જગ્યાએ ઐતિહાસિક વારસાને ઉજાગર કરતાં બોર્ડમાં તોડફોડ કરવામાં આવી છે. ભાંગફોડિયા તત્વોે મ્યુનિ.એ મુકેલા અનેક બોર્ડ તોડી નાંખ્યા છે. આવા તત્વો ચાલવા આવતા લોકોને રંજાડતા હોવાની પણ ફરિયાદ છે. મ્યુનિ.ની મિલ્કતોમાં તોડફોડ કરનારા આવા તત્વોને જેર કરવા માટે પણ માગણી થઈ રહી છે.

Post Comments