Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રાન્સનું અભેદ્ય દિવાલ જેવું સંરક્ષણ :બેલ્જીયમનુ સ્વપ્ન ચકનાચૂર

- હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલમાં ઉમ્ટીટીના હેડર ગોલ અને ગોલકિપર હ્યુગો લોરિસના શાનદાર દેખાવને સહારે ફ્રાન્

સેંટ. પીટર્સબર્ગ,તા.11 જૂલાઇ 2018 બુધવાર

ઉમ્ટીટીના ક્લાસિક હેડર ગોલની સાથે સાથે ગોલ કિપર હ્યુગો લોરિસના અસાધારણ દેખાવને સહારે ફ્રાન્સે બેલ્જીયમ સામે ૧-૦થી ઐતિહાસિક જીત મેળવતા ૨૧માં વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હેઝાર્ડ, લુકાકુ તેમજ ડી બુ્રયન સહિતના બેલ્જીયમના સુપરસ્ટાર્સનો જાદુ ફ્રાન્સના અભેદ્ય દિવાલ જેવા સંરક્ષણ સામે ચાલી શક્યો નહતો. સેંટ. પીટર્સબર્ગમાં ૬૫ હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં ખેલાયેલા ૯૦ મિનિટના મુકાબલામાં એકમાત્ર ગોલ નોંધાયો હતો અને ફ્રાન્સે બેલ્જીયમના ઐતિહાસિક ડ્રીમનો અંત આણતા ત્રીજી વખત વર્લ્ડ કપની  ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. 

સેંટ. પીટર્સબર્ગમાં રમાયેલી સૌપ્રથમ સેમિ ફાઈનલમાં ફ્રાન્સ અને બેલ્જીયમના ખેલાડીઓએ ક્લાકિસ આક્રમણ કરવાની સાથે મજબુત ડિફેન્સને સહારે મુકાબલાને ભારે રોમાંચક બનાવ્યો હતો. શરૃઆતની ૪૫ મિનિટમાં કેટલીક દિલધડક પળોને બાદ કરતાં બંને ટીમોએ બોલ પઝેશન જાળવી રાખવાનું વલણ દાખવ્યું હતુ. બેલ્જીયમના ફોરવર્ડ હેઝાર્ડને મળેલી ગોલ ફટકારવાની તકને ફ્રેન્ચ ગોલકિપર લોરિસે નિષ્ફળ બનાવી હતી.

હેઝાર્ડ, લુકાકુ, ડી બુ્રયન જેવા બેલ્જીયમના સુપરસ્ટાર્સનો ફ્લોપ શૉ

ગ્રીઝમેનની કોર્નર કીક પર ઉમ્ટીટીનું હેડર

બીજા હાફમાં ફ્રાન્સ વધુ મક્કમતા સાથે આક્રમણ કરતું જોવા મળ્યું હતુ. બીજા હાફની છઠ્ઠી મિનિટે ફ્રાન્સને કોર્નર કીક મળી હતી અને ગ્રીઝમેનની કીક પર ડિફેન્ડર ઉમ્ટીટીએ આગળની તરફ દોડીને ફટકારલા હેડરને અટકાવવામાં ડિફેન્ડર ફેલાઈની અને ગોલકિપર કોઉર્ટોઈસ નિષ્ફળ રહ્યા હતા અને ફ્રાન્સે નિર્ણાયક સરસાઈ મેળવી લીધી હતી. ફ્રાન્સના ગોલની સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત ફ્રાન્સના ચાહકો ખુશીથી ઉછળી પડયા હતા. જ્યારે બેલ્જીયમના ખેલાડીઓ પર તનાવ જોવા મળ્યો હતો.

ફ્રેન્ચ ગોલકિપર હ્યુગો લોરિસનું અદ્ભુત પર્ફોમન્સ

સેમિ ફાઈનલમાં સરસાઈ મેળવ્યા બાદ ફ્રાન્સે તેના ડિફેન્સને જડબેસલાક કરી દીધું હતુ. ખાસ કરીને કેપ્ટન ઈડન હેઝાર્ડ અને ફોરવર્ડ ખેલાડી રોમેલુ લુકાકુને ખાસ તક મળી શકી નહતી.

જોકે મેચમા પાછા ફરવા માટે મરણિયા બનેલા બેલ્જીયમ તરફથી પણ ગોલ ફટકારવાના જોરદાર પ્રયાસ થયા હતા. જોકે ફ્રાન્સના ડિફેન્સ અને ગોલકિપર લોરિસના જબરજસ્ત દેખાવને કારણે તેઓ બોલને ગોલમાં મોકલી શક્યા નહતા. આખરી મિનિટોમાં ફ્રાન્સે મેચમાં પોતાની પકડ વધુ મજબુત કરી હતી અને આખરે ટીમને જીત અપાવી હતી.

આખરી પળોમાં ફ્રાન્સ અને બેલ્જીયમના ખેલાડીઓ વચ્ચે ટકરાવ

હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલની આખરી પળોમાં ફ્રાન્સ અને બેલ્જીયમના ખેલાડીઓ વચ્ચે ભારે તનાવની સ્થિતિ જોવા મળી હતી. ફ્રાન્સના ખેલાડીઓ એક ગોલની સરસાઈને કારણે જીતના મૂડમાં આવી ગયા હતા. તેઓએ સમય પસાર કરવાનો પ્રયાસ કરવા માંડયો હતો. કેટલાક ખેલાડીઓ ઈજાનુ નાટક કરીને પડી જતાં તો કેટલાક રેફરીની વ્હીસલ બાદ પણ બોલને કીક ફટકારતાં જોવા મળ્યા હતા. આ પ્રકારે સમય પસાર કરવાનો પ્રયાસ કરનારા ફ્રેન્ચ ફોરવર્ડ કિલિયન એમ્બાપ્પેને રેફરીએ યલો કાર્ડ દેખાડયું હતુ. ફ્રાન્સની આ પ્રકારની નેગેટિવ ટેકનિકની ટીકા પણ થઈ હતી.

Post Comments