For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 26 સરકારી કર્મચારીને એકઝાટકે સસ્પેન્ડ કર્યા

Updated: Apr 27th, 2024

જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 26 સરકારી કર્મચારીને એકઝાટકે સસ્પેન્ડ કર્યા
Image : IANS

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર શુક્રવારે મતદાન થયું હતું. આ દરમિયાન ભારતના ચૂંટણી પંચ (Election Commission of India)એ રાજકીય કાર્યક્રમો, ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અને આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કરવા બદલ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 

ત્રિપુરાના 26 સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પુનિત અગ્રવાલ (Punit Aggarwal)એ શુક્રવારે આ માહિતી આપી હતી. બીજા એક અન્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે બે શિક્ષકો અને ત્રિપુરા રાજ્ય રાઈફલ્સના એક રાઈફલમેનને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ શુક્રવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આર્દશ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અત્યાર સુધીમાં સુરક્ષા કર્મચારીઓ સહિત ત્રિપુરા (Tripura)ના 26 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 

ચૂંટણી પંચે સરકારી કર્મચારીને નિષ્પક્ષ રહેવા જણાવ્યું

આ વચ્ચે, સંબંધિત અધિકારીઓએ શુક્રવારે દેશના ટોચના રાજકીય નેતા વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપ બદલ સુરમા વિધાનસભા મતવિસ્તાર (Surma assembly constituency)માં નિયુક્ત મતદાન અધિકારી મૌસમી ઘોષ (Moushumi Ghosh)ને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, શુક્રવારે મોડી સાંજે સસ્પેન્શનનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે પંચે અનેક પ્રસંગોએ સરકારી કર્મચારીઓને, ખાસ કરીને ચૂંટણી સંબંધિત ફરજોમાં રોકાયેલા, નિષ્પક્ષ રહેવા અને સંપૂર્ણ પવિત્રતા સાથે તેમની ચૂંટણી ફરજ બજાવવા જણાવ્યું છે.

બીજા તબક્કામાં સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું

નોંધનીય છે કે ત્રિપુરા પશ્ચિમ લોકસભા બેઠક માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે ત્રિપુરા પૂર્વ (ST) સંસદીય મતવિસ્તાર માટે શુક્રવારે બીજા તબક્કામાં મતદાન થયું હતું. લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર બીજા તબક્કામાં સરેરાશ મતદાન 61 ટકા નોંધાયું છે. જેમાં ત્રિપુરામાં સૌથી વધુ 78.53, મણિપુરમાં 77.18 જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મામૂલી 53 ટકા જેટલું મતદાન થયું હતું.

Article Content Image

Gujarat