Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનપ્રીત ભારતીય હોકી ટીમનો કેપ્ટન: સરદાર સિંઘ આઉટ

- કોમનવેલ્થ ગેમ્સ માટેની ટીમ જાહેર: શ્રીજેશનું કમબેક

- રમનદીપ પણ બહાર: રૃપિન્દર પાલ અને હરમનપ્રીતનો સમાવેશ

નવી દિલ્હી, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય મેન્સ હોકી ટીમમાં અનુભવી ગોલકિપર અને ભૂતપૂર્વ કેપ્ટન પી.આર.શ્રીજેશને સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ટીમનુ સુકાન મનપ્રીત સિંઘને સોંપી દેવામાં આવ્યું છે. જોકે ભારતીય ટીમના સૌથી સિનિયર ખેલાડી તેમજ ગત વર્ષે દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મેળવનારા સરદાર સિંઘની હકાલપટ્ટી કરવામાં આવી છે. સુલતાન અઝલાન શાહ કપમાં ભારતના કેપ્ટન તરીકે સરદાર સિંઘ હતો, પણ ટીમના નબળા દેખાવને પગલે તેની પડતો મૂકવામાં આવ્યો હોવાનું મનાય છે. 

હોકી ઈન્ડિયાએ જાહેર કરેલી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય મેન્સ ટીમના કેપ્ટન તરીકે મનપ્રીત સિંઘને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે ચિન્ગ્લેન્સાના સિંઘ કાન્ગુજામને જાહેર કરવામાં આવ્યો છે. મનપ્રીતની કેપ્ટન્સી હેઠળ ભારતે એશિયા કપ ૨૦૧૭માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી ભારતને ગત વર્ષે ભુવનેશ્વરમાં રમાયેલી મેન્સ હોકી વર્લ્ડ લીગની ફાઈનલમાં બ્રોન્ઝ મળ્યો હતો.

ભારતીય હોકી ટીમ

ગોલકિપર્સ: પીઆર શ્રીજેશ અને સુરજ કારકેરા, ડિફેન્ડર્સ: રુપિન્દર પાલ સિંઘ, હરમનપ્રીત, વરૃણ કુમાર, કોઠાજીત, ગુરિન્દર સિંઘ, અમીત રોહિદાસ. મીડફિલ્ડર્સ: મનપ્રીત સિંઘ (કેપ્ટન), ચીન્ગ્લેન્સાના સિંઘ (વાઈસ કેપ્ટન), સુમિત, વિવેક સાગર. ફોરવર્ડ: આકાશદીપ સિંઘ, એસ.વી. સુનિલ, ગુરજંત, મનદીપ સિંઘ, લલિત કુમાર ઉપાધ્યાય, દિલપ્રીત સિંઘ.

ભારતનો પ્રથમ મુકાબલો ૭ એપ્રિલે પાકિસ્તાન સામે

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં ભારતીય મેન્સ હોકી ટીમ તેની પ્રથમ મેચમાં તારીખ ૭ એપ્રિલે પાકિસ્તાન સામે ટકરાશે. ભારતના ગુ્રપમાં પાકિસ્તાન ઉપરાંત મલેશિયા, વેલ્સ અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. ભારત માટે મલેશિયા અને ઈંગ્લેન્ડ સામેની મેચ નિર્ણાયક રહેશે તેમ લાગી રહ્યું છે. જ્યારે પૂલ એમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, સાઉથ આફ્રિકા અને સ્કોટલેન્ડ સામેલ છે.

ભારતની મેચો

૭ એપ્રિલ વિ. પાકિસ્તાન
૮ એપ્રિલ વિ.વેલ્સ
૧૦ એપ્રિલ વિ. મલેશિયા
૧૧ એપ્રિલ વિ. ઈંગ્લેન્ડ
૧૩ એપ્રિલ સેમિ ફાઈનલ્સ
૧૪ એપ્રિલ  ફાઈનલ

 

Post Comments