Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લગ્નના વૈભવી લહંગા-ચોલીમાંથી બનાવો બે-ચાર નવા પોશાક

વિવાહના મોંઘાદાટ પરિધાન માટે ખર્ચેલા નાણાં એળે ન જવા દો

ટૂંક સમયમાં  લગ્નસરા આવી પહોંચશે. તેથી ભાવિ નવવધૂઓ અને તેમના પરિવારજનો લેટેસ્ટ  ફેશનના વસ્ત્રાભૂષણો ખરીદવા મચી પડશે. જ્યારે  ઘણાંએ તો ખરીદી કરવાનું  શરૃ પણ કરી દીધું હશે.  આવી જ રીતે  પોતાની પુત્રીના વિવાહ માટે ખરીદી કરવા આવેલી એક મહિલાએ  જે કહ્યું તે લગભગ બધી જ સ્ત્રીઓને લાગુ પડે છે.

આ જાજરમાન માનુનીએ કહ્યું હતું કે લગ્નના દિવસે પહેરવા માટે આપણે  આટલા મોંઘા લહંગા-ચોલી તેમ જ અન્ય  વસ્ત્રો  ખરીદીએ તો ખરાં. પરંતુ પછીથી તે પહેરવાની તક ભાગ્યે  જ મળે. બહુ બહુ તો નિકટના કુટુંબીજનના  કે પછી સહેલીના વિવાહ  હોય ત્યારે એકાદ બે વખત  આ લહંગા-ચોલી પહેરાય. બાકીનો  સમય તો તે કબાટમાં  જગ્યા રોકી રાખે એટલું જ.

આ બહેનની  વાત સોળ આના  સાચી હોવા છતાં  પ્રત્યેક નવોઢા નવા  લહંગા-ચોલી ખરીદે એ પણ એટલું જ સાચું  છે. જો કે  ફેશન ડિઝાઈનરો કહે છે કે જો તમે ઈચ્છતા હો કે તમે તમારા લહંગા-ચોલી પાછળ ખર્ચેલા નાણાં  વસૂલ થાય તો તમે તેને નવી પેટર્નમાં  ઢાળીને અન્ય પ્રસંગે  પહેરી શકો.  હા,  ઘણાં લોકો એમ માનતા હોય  છે કે લગ્નના કપડાં પર કાતર ન ફેરવાય.

પરંતુ આ વાત  લગ્નવિધિ દરમિયાન પહેરવામાં આવતાં ઘરચોળા-પાનેતરને  લાગુ પડે છે. લહંગા-ચોલી તો રિસેપ્શનમાં  પહેરવામાં આવે છે. તેથી તેને ઓલ્ટર કરી શકાય.  વાસ્તવમાં  એક જ લહંગા-ચોલીમાંથી બેથી ત્રણ પોશાક બનાવી શકાય.  તેઓ આ એક પરિધાનમાંથી બે-ત્રણ પોશાક શી રીતે બનાવી શકાય તેની માહિતી  આપતાં  કહે છે કે....

- જો તમારા લહંગાની  ઓઢણી બહુ  ભારે હોય તો તેમાંથી સરસ સાડી  બનાવી શકાય. ઓઢણીના ભાગમાંથી પાલવ બનાવો અને તેને અન્ય સાડી મટિરિયલ સાથે સાંધી લો. આ ફેબ્રિક પ્લેન હશે તેથી તેના ઉપર પાલવ સાથે મિક્સ એન્ડ મેચ થાય  એવી બોર્ડર લગાવી દો. બ્લાઉઝ પણ આ ફેબ્રિકમાંથી જ બનાવો અને તેની બાંયમાં  સાડી જેવી બોર્ડર મૂકો.

આ તો થઈ ઓઢણીના ઉપયોગની વાત. જો તમારા લહંગા સાથેનું  બ્લાઉઝ ભરચક વર્ક કરેલું હોય તો તે વિરોધાભાસી રંગની નાની કિનારી મૂકેલી સિલ્કની  સાડી સાથે પહેરો. રેશમ સ્વયં એકદમ વૈભવી દેખાતું હોય છે. તેથી તેની સાથે હેવી બ્લાઉઝ પહેરવામાં આવે તો આખો પોશાક જાજરમાન લાગે છે. 

વળી પ્લેન સિલ્ક પર નાની બોર્ડર મૂકી હોવાથી બ્લાઉઝ ધ્યાનાકર્ષક બની રહે છે. આ સાડી-બ્લાઉઝ સાથે  ગળામાં લાંબી- ઝીણી ચેનમાં મોટું પેન્ડન્ટ નાખીને પહેરો. નાનો કે  હેવી નેકલેસ પહેરવાનું ટાળો.  હા, કાનમાં  આકર્ષક લટકણિયા  તેમ જ હાથમાં  ભરચક બંગડીઓ પહેરી શકાય.

- હવે લહંગાની  વાત કરીએ તો જો તેમાં નીચેની તરફ એક- દોઢ ફૂટ  જેટલું વર્ક કરવામાં   આવ્યું હોય અને તેની ડિઝાઈન વચ્ચેથી કાપી  શકાય એવી હોય તો લગભગ છ ઈંચ જેટલી બોર્ડર જેવો ભાગ નીકળે એ રેતી તેને કાપી લો. હવે આ ભાગને નેફામાં લગાવી દો. આ મેક્સી-સ્કર્ટને તમે પોણી બાંયના બોટ નેક કે પછી કોલરવાળા પ્લેન ટોપ સાથે પહેરો.

જો તમને ટોપ અને મેક્સી-સ્કર્ટ અલગ અલગ ન પહેરવા હોય તો ઉપરના ભાગમાં પ્લેન ફેબ્રિક  નખાવીને  આખો મેક્સી ડ્રેસ  બનાવડાવી લો. પરંતુ  જો તમારા આખા લહંગામાં ભરચક વર્ક હોય તો તેને વચ્ચે વચ્ચેથી કાપીને એ ભાગમાં  પ્લેન  ગોલ્ડન ફેબ્રિકની કલીઓ લગાવડાવી દો. આમ  કરવાથી તે સહેજ હળવું લાગશે. આ લહંગા સાથે નાની કિનારીવાળી ઓઢણી અને તેનું ઓરિજિનલ બ્લાઉઝ પહેરી શકાય.

- ફેશન ડિઝાઈનરો કિંમતી લહંગા-ચોલીમાંથી બીજું શું શું  બનાવી શકાય તેની માહિતી આપતાં કહે છે કે લહંગાના ઉપરના ભાગમાં  પ્લેન  ફેબ્રિક લગાવીને તેમાંથી અનારકલી  ડ્રેસ તૈયાર થઈ શકે.

- લહંગા-ચોલી સાથેની ભરચક વર્ક કરેલી  ઓઢણીમાંથી આકર્ષક કુરતી સીવડાવીને  ઈવનિંગ પાર્ટીમાં   પહેરી શકાય.

- લહંગા ઉપર ઝરદોશી વર્ક કરેલું લાંબુ જેકેટ પહેરેીને એક નવો જ પોશાક બનાવી શકાય.

- લહંગા-ચોલી સાથે ઓઢણી  પહેરવાને બદલે તેના ઉપર પારદર્શક  ફેબ્રિકનું  લાંબુ જેકેટ બનાવડાવીને ધ્યાનાકર્ષક પરિધાન તૈયાર કરી શકાય.

- તેઓ વધુમાં કહે છે કે જો તમારા મમ્મી કે દાદીમાના પુરાણા  ચણિયા-ચોળી - ઓઢણી પડયાં હોય તો તેનો ઉપયોગ પણ આવી જ રીતે કરી શકાય.

- વૈશાલી ઠક્કર
 

Post Comments