Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માથે ન ઓઢવું કે સેંથે સિંદૂર ન પૂરવું પત્નીની ક્રૂરતા ગણાય?

એકવીસમી સદીને છાજે એવો બોમ્બે હાઈ કોર્ટનો ચૂકાદો

થોડાં વર્ષ અગાઉની  વાત છે. એક ઉચ્ચ શિક્ષિત અને ખુલ્લી વિચારસરણી  ધરાવતી  યુવતીની સગાઈ તેની બરાબરીના યુવક સાથે થઇ. તેમની  જોડી જોઈને એવું લાગે જાણે  બંને એકમેક માટે જ સર્જાયા હોય. બેઉના  માતાપિતાએે લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી હતી.

બેઉના ઘરમાં  લગ્ન ક્યાં અને કેવી રીતે  લેવા તેની ચર્ચાઓ ચાલતી હતી. દરમિયાન વીક એન્ડ કે પ્રસંગોપાત આ યુવતી તેના સાસરે પણ જતી. તે વખત  સુધી  યુવતીઓમાં સાડી  પહેરવાનું  ચલણ અકબંધ હતું. તેથી તે કન્યા ઉચ્ચ શિક્ષિત હોવા છતાં સાસરામાં  સાડી પહેરીને જ જતી. તેણે ક્યારેય વાતચીતમાં કે અન્ય કોઈ બાબતે મર્યાદા નહોતી ઓળંગી.

આમ છતાં તેની નણંદો તેનાથી નારાજ  રહેતી. શરૃઆતમાં  તો એ યુવતીને સમજ ન પડી કે તેની નણંદો તેનાથી ખુશ કેમ નથી. ત્યાર બાદ એક વખત તેણે  તેની નણંદોને  આપસમાં  વાત કરતાં  સાંભળી  લીધી. તેની ત્રણે નણંદોમાંથી એક કહી રહી હતી કે ''ભાભી ક્યારેય માથે નથી ઓઢતા.  અમસ્તા ન ઓઢે તો કાંઈ નહીં, પણ પપ્પાની સામે તો તેમણે  માથે ઓઢવું  જોઈએ નેે.''

તેમની ચર્ચા સાંભળીને આ યુવતીને ભારે અચંબો થયો હતો. તે દ્રઢપણે  માનતી હતી કે વડિલોની મર્યાદા જાળવવા વાણી પર કાબૂ હોવો જોઈએ. માથે ન ઓઢવાથી મર્યાદાનો  ભંગ ન થાય. વળી તેની નણંદો પણ ઉચ્ચ શિક્ષિત અને યુવાન હતી. આમ છતાં  તેમની વિચારસરણી આટલી  સંકુચિત કેમ?

જો કે તેણે  તેમની વાત પ્રત્યે  આંખ આડા કાન કર્યાં. અને એવી રીતે વર્તવા લાગી જાણે કાંઈ બન્યું જ નથી. પરંતુ ત્યાર પછી બનેલા એક બનાવે તેને સાવધાન કરી દીધી.

વાસ્તવમાં તેના સાસુ-સસરાની  લગ્ન તિથી નિમિત્તે તેના સાસરે ભવ્ય પાર્ટીનું  આયોજન કરવામાં આવ્યું હતું. તે યુવતી પણ પાર્ટીને  છાજે એ રીતે તૈયાર થઈને ગઈ હતી. તે પાર્ટીમાં આવેલા વડિલોથી લઈને  બાળકો સુધ્ધાંને આદરપૂર્વક આવકારી રહી હતી. હા, તે દિવસે પણ તેણે  માથે નહોતું ઓઢ્યું. આ જોેઈને તેની મોટી નણંદનો  પિત્તો ગયો. તે કાંઈપણ બોલ્યા વિના તેની પાછળ ગઈ અને તેની  સાડીનો પાલવ તેના માથે  ઓઢાડી  દીધો. પોતાની નણંદના આવા વર્તનથી તેને ભારે આઘાત લાગ્યો.

જો કે તે આ અપમાન ગળી ગઈ. અને માથા પરથી પાલવ પાછો સરકાવી દીધો. હવે આ વાત તેની નણંદથી સહન ન થઈ. તેને એમ લાગ્યું કે તેની ભાભીએ આટલાં બધા મહેમાનો વચ્ચે તેનું અપમાન કર્યું. પાર્ટી પૂરી થયા પછી આ બાબતે ઘરમાં ભારે હોબાળો મચ્યો. પણ આ યુવતીએ મક્કમ સ્વરમાં  માત્ર એટલું જ  કહ્યું કે 'પહેલું  અપમાન મારું થયું હતું. આટલા બધા મહેમાનો વચ્ચે મોટી બહેને  મારા માથે આવી રીતે પાલવ નહોતો  નાખવો જોઈતો. અને  હું નથી માનતી કે માથે ન ઓઢવાથી કુટુંબની  આબરૃ જાય.

જો કે તેની રિસાયેલી નણંદે પોતાનું  જક્કી વલણ જારી રાખ્યું. અને તેના વિચિત્ર સ્વભાવથી ફફડતા સઘળા પરિવારજનોએ તે  યુવતીને 'મોટી બહેન' ની માફી માગી લઈને  વાતનો  અંત લાવવાની  વિનંતી કરી. પરંતુ આ યુવતી એટલું તો પામી જ ગઈ હતી કે આ કે  આના  જેવી અન્ય ક્ષુલ્લક બાબતોેનો અંત ક્યારેય નથી આવવાનો.

તે કાંઈપણ જવાબ આપ્યા વિના પોતાના ઘરે જતી રહી. અને પોતાના માતાપિતા, ભાઈ-ભાભી સાથે આ બાબતે વાત કરી.  છેવટે તેમણે  આ  સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો. તેમના મત મુજબ વાત માત્ર માથે ઓઢવાની નહોતી. બલ્કે સંકુચિત વિચારસરણીની હતી.
આ  કિસ્સો હમણાં  યાદ આવ્યો તેનું કારણ છે તાજેતરમાં છૂટાછેડાના એક કેસમાં  અદાલતે આપેલો ચૂકાદો.

આ આશ્ચર્યજનક કેસ પર નજર નાખીએ તો એક પુરૃષે (આપણે તેને વિનોદના નામે ઓળખીશું) બોમ્બે હાઈ કોર્ટમાં એવા મતલબનો  કેસ દાખલ કર્યો હતો  કે તેની પત્ની તેની  સામે ક્રૂરતા આચરી રહી  છે. તેણે પોતાની પત્નીની 'ક્રૂરતા' નું  વર્ણન કરતાં કહ્યું હતું  કે  તે માથે નથી  ઓઢતી, તે  કોઈક કોઈક વખત મંગળસૂત્ર પહેરવાનું  તેમ જ  સિંદૂર લગાવવાનું પણ ટાળે છે. આ સિવાય વિનોદની માતાઍે અગાઉ કરેલી  એક અરજીમાં કહ્યું હતું કે તેમની વહુ રેસ્ટોરાંમાં કે સામાજીક મેળાવડાઓમાં  મોજથી ભોજન આરોગે છે.

જો કે  પતિ અને  સાસરિયાઓના આવા વિચિત્ર વર્તનથી કંટાળેલી વિનોદની  પત્ની ઘણાં વર્ષથી પોતાની  પુત્રીને  સાથે લઈને  ઘર છોડી ગઈ હતી.

બોમ્બે હાઈ કોર્ટે વિનોદની  અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે ે હવે સમય બદલાઈ ગયો છે. આજની તારીખમાં  તમે  સ્ત્રી પર આ પ્રકારની પરંપરાઓનું પાલન કરવા દબાણ ન કરી શકો. જસ્ટિસ વાસંતી એ. નાઈક અને ન્યાયમૂર્તિ વી. એમ. દેશપાંડેની ખંડપીઠે આવી બાબતને ક્રૂરતા ગણવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે એકવીસમી  સદીમાં કોઈપણ પુરૃષ માત્ર એટલા માટે છૂટાછેડા ન માગી શકે કે તેની પત્ની શિરે પાલવ નથી લેતી કે મંગળસૂત્ર પહેરવાનું અને સેંથે સિંદૂર પૂરવાનું  ટાળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિનોદના વિવાહ ૧૯૯૫ની સાલમાં  થયા હતા. અને તેની પત્ની વર્ષ ૨૦૦૦માં  તેને છોડીને  જતી રહી હતી. ત્યારબાદ  ૨૦૦૬માં  વિનોદે  ફેમિલી  કોર્ટમાં  છૂટાછેડા માટે અરજી કરી હતી. પંરતુ ફેમિલી કોર્ટે આ અરજી ફગાવી દેતાં તેણે બોમ્બે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યાં હતાં.

અગાઉ  વિનોદની  માતાએ પણ ફેમિલી કોર્ટમાં  પોતાના પુત્રની તરફેણ કરતાં  કહ્યું હતું કે તેની પુત્રવધૂને   બહાર ફરવા તેમ જ રેસ્ટોરાંમાં  ખાવા જોેઈએ છે. પરંતુ ફેમિલી કોર્ટે તેની જુબાનીને ફગાવી દેતાં કહ્યું હતું કે જે  વિનોદ સ્વયં પણ આવી બાબતોને ક્રૂરતા ગણીને છૂટાછેડા માગતો હોય તોય તેને ક્રૂરતા ન ગણી શકાય. કોઈપણ યુવાન પરિણીતાને ક્યારેક ફરવા જવાનું કે રેસ્ટોરાંમાં  જમવાનું મન થાય. આ ઉપરાંત વિનોદની પત્ની ઘર ત્યજી  ગઈ હતી એ બાબતે પણ અદાલતે કહ્યું હતું કે કોઈપણ મહિલા ચોક્કસ કારણ વિના પોતાના સંતાનને લઈને  પતિનું ઘર ત્યજી દે અને ક્યારેય પરત ન ફરે એ શક્ય નથી.

કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલી વિનોદની અરજીને બોમ્બે હાઈ કોર્ટે યોગ્ય ગણતા કહ્યું હતું  કે વિનોદની  પત્નીએ તેની સાથે  ક્રૂરતા નથી આચરી અને તેણે  તેનો ત્યાગ પણ નથી કર્યો.

- વૈશાલી ઠક્કર

Post Comments