Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિટનેસ - મુકુંદ મહેતા

કેન્સરના લક્ષણો અને સાવચેતીના પગલા

ખાસ જરૃર હોય ત્યારે એક્ષ રે, સોનોગ્રાફી અને સીટી સ્કેન વગેરે તપાસ કરાવો જેથી તમારા શરીરમાં રેડિયેશનની અસર ઓછી થાય અને કેન્સર થાય નહિ.

(ગતાંકથી શરૃ)

કેન્સરના લક્ષણો :

કયા અંગનું કેન્સર છે તે પરથી લક્ષણો નક્કી થાય છે આમ છતાં કોઈ પણ જાતના કેન્સરમાં સામાન્ય રીતે આટલા લક્ષણો હોય ૧. થાક લાગવો, ૨. વજન ઓછું થવું, ૩. આખા શરીરમાં દુખાવો થવો, ૪. પેશાબના અને/ અથવા સંડાસ ના પ્રોબ્લેમ થવા, ૫. કોઈ કારણ વગર ઝાડામાં, પેશાબમાં કે મોમાંથી લોહી પડવું, ૬. કારણ વગર સતત ઉધરસ આવવી અને અવાજ બેસી જવો, ૭. સ્ત્રીઓમાં સ્તનની નિપલ (ડીંટડી)માંથી લોહી અથવા ડીસ્ચાર્જ નીકળવો અને સ્તનમાં ગાંઠ થવી, ૮. તાવ આવવો, ૯. આખા શરીર ઉપર બહાર દેખાય તેવી ગાંઠો થવી, ૧૦. ખોરાકનું પાચન ના થવું, ૧૧. ગળામાંથી ખોરાક નીચે ઉતારવામાં મુશ્કેલી પડે, ૧૨. ભૂખ ના લાગે, ઉલ્ટી અને ઉબકા થાય.

કેન્સરની તપાસ

૧. શારીરિક તપાસ, ૨. દર્દીની મેડિકલ હિસ્ટ્રી. જેનાથી દર્દીને ખઈ ફરિયાદ છે તેની ખબર પડે. ૩. લોહીની તપાસ, ૪. એક્સ-રેની તપાસ, ૫. દરેક પ્રકારના કેન્સર માટે 'બાયોપ્સી'ની તપાસ એટલે કે ગાંઠમાંથી થોડું મટિરિયલ કાઢીને પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરવાથી ખબર પડે. ૬. ચામડીના કેન્સર માટે 'સ્કીન બાયોપ્સી' થાય, ૭. લોહીના રિપોર્ટમાં કેન્સર (લ્યુકેમિયા)ની ખબર પડે. ૮. 'એન્ડોસ્કોપી' તપાસ જેમાં મોં મારફતે ટયુબ ઉતારી અન્ન નળીનું કેન્સર અને હોજરીના કેન્સરની તપાસ થાય,

૯. લોહીની તપાસમાં કેન્સર માર્કરની તપાસથી શરીરમાં કોઈ ઠેકાણે કેન્સર છે કે નહિ તેની ખબર પડે. ૧૦ સાદા એક્સ-રે, સીટી સ્કેન અને એમ.આર.આઇ.ની તપાસથી શરીરના કોઈ પણ ભાગમાં કેન્સરની ગાંઠ (ટયુમર)ની ખબર પડે કેન્સરના રોગના ખાસ ડોક્ટર 'ઓન્કોલોજિસ્ટ' આ બધા જ રિપોર્ટ જોઈને કયા અંગનું કેન્સર છે અને કઈ સ્ટેજ (કેટલું વધ્યું) છે તે નક્કી કરે.

કેન્સરની સારવાર

સામાન્ય રીતે 'ઓન્કોલોજિસ્ટ'ની સલાહથી સારવાર કરવામાં આવે છે. જે જુદા જુદા પ્રકારની હોય છે. ૧. કેમોથેરેપિ (દવાથી સારવાર), ૨. રેડીએશન થેરેપી, ૩. સર્જરી આ સિવાય કેન્સરની સારવારમાં પરદેશોમાં નવી સારવારની પદ્ધતિ શોધાઈ છે તે ૧. હોર્મોન થેરેપી, ૨. સ્ટેમસેલ અથવા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, ૩. ઇમ્યુન થેરેપી અને ૪. ટાર્જેટેડ થેરેપી ગણાય છે અનેક સંશોધનો અને પ્રયોગો પછી ઓછામાં ઓછા નુકસાન અને ઓછી આડઅસરવાળી કેન્સરની સારવાર 'ઇમ્યુનો થેરેપી' ગણાય છે.

સૌને ખબર ન હોય તેવી એક વાત...

વૈજ્ઞાાનિકોએ કેન્સર ઉત્પન્ન કરનારા તત્ત્વોને 'ફ્રી રેડીકલ' નામ આપેલ છે. વૈજ્ઞાાનિકોએ ફ્રી રેડિકલનો નાશ કરનારા તત્ત્વોને 'એન્ટિ ઓક્સિડન્ટ' નામ આપ્યું છે આનો અર્થ એટલો કે જો તમારા શરીરમાં આ 'ફ્રી રેડિકલ' વધારે હોય તો તેમને કેન્સર થાય અને 'ફ્રી રેડીકલ'નો નાશ કરનારા તત્ત્વો 'એન્ટીઓક્સિડન્ટ' વધારે હોય તો કેન્સર ના થાય.

કેન્સર અટકાવવા માટે...

૧. સૌથી વધારે પાવરફૂલ 'એન્ટી ઓક્સિડન્ટ' ઓક્સિજન (શરીરમાં પ્રાણ ભરનારો 'પ્રાણવાયુ') ગણાય છે. તમારા શરીરમાં વધારે ઓક્સિજન લેવાનો જૂનો અને જાણીતો એક જ રસ્તો છે અને તે નિયમિત ૩૦થી ૪૦ મિનિટ તમને ગમતી કસરત કરવાનો

૨. બીજા પાવરફૂલ એન્ટીઓક્સિડન્ટ વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઇ અને સેલેનિયમ ગણાય છે. રોજ લીલા શાકભાજી ૨૦૦ ગ્રામ જેટલા અને ૨થી ૩ તાજા ફળો ઉપરાંત સૂકો મેવો બદામ, પિસ્તા, અખરોટ, કાજુ, દ્રાક્ષ, ખજૂર, અંજીર અને તેલિબીયા તલ, અળસી, મગફળી વગેરે લેવાથી બધા જ એન્ટિઓક્સિડન્ટ મળશે.

૩. તમારું વજન વધે નહિ તેનો ખ્યાલ રાખો. જો તમારો બી.એમ.આઇ. ૧૯થી ૨૪ રાખશો તો તમને કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જશે.

૪.  તમાકુ ખાવાનું અને સીગરેટ પીવાનું તદ્દન બંધ કરો એ જ રીતે દારૃ અને બીજા કેફી પીણા પીશો નહીં.

૫. જે જે જગ્યાએ પ્રદૂષિત વાતાવરણ હોય એટલે કે જેમાં હવામાં રહેલા વાયરસ, બેક્ટેરિયા, ઝેરી રાસાયણિક પદાર્થો તેમજ વાહનના એક્ષોસ્ટના અને અનેક પ્રકારની વસ્તુઓ બાળવાથી થતો ધૂમાડો હોય તેવા વાતાવરણમાં જવું જ પડે તેમ હોય તો મોઢા ઉપર માસ્ક પહેરીને ન જશો.

૬. વધારે પડતા તળેલા, વધારે પડતા ખારા કે ખૂબ ગળ્યા, તેમજ વાસી ખોરાક ભૂલે ચૂકે ના લેશો એ જ પ્રમાણે બજારમાં મળતા જંકફૂડ અને ફાસ્ટ ફૂડનો પણ ખાવામાં ઉપયોગ ના કરશો ખોરાકમાં 'નાઇટ્રેટ્સ'ના આવે તેનો ખાસ ખ્યાલ રાખશો ખાસ કરીને નોન વેજીટેરિયન વાનગીઓનો સ્વાદ અને સુગંધ વધારવા નાઇટ્રેટ્સ વપરાય છે. ખોરાક જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે આ 'નાઇટ્રેટ્સ'નું રૃપાંતર 'નાઇટ્રાઇટ્સ'માં થઈ જાય છે તેનાથી કેન્સર થઈ શકે છે.

૭. ખાસ જરૃર હોય ત્યારે એક્ષ રે, સોનોગ્રાફી અને સીટી સ્કેન વગેરે તપાસ કરાવો જેથી તમારા શરીરમાં રેડિયેશનની અસર ઓછી થાય અને કેન્સર થાય નહિ.

૮. સેલ ફોનના વધારે પડતા ઉપયોગથી તમારા શરીરમાં કેન્સર થઈ શકે છે. માટે સેલ ફોન દૂર રાખીને ઇયર ફોનનો ઉપયોગ કરો.

૯. પૂરતી ઉંઘ લેવી એ દરેક વ્યક્તિ માટે ખૂબ આવશ્યક છે. ૬થી ૮ કલાકની ઊંઘ લેવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધશે અને કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જશે.

૧૦. વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે માનસિક તનાવ તમારો મોટો શત્રુ છે તેનું પ્રમાણ વધારે હશે તો કેન્સર થવાની શક્યતા વધી જશે તે ના થાય માટે હંમેશા વર્તમાનમાં જીવો ભૂતકાળને યાદ ન કરો, ભવિષ્યકાળની ચિંતા ના કરો. તમારી પાસે જે છે તે શ્રેષ્ઠ છે તેમ માનો અને તમારા જીવનમાં જે કંઈ સારી કે ખરાબ ઘટનાઓ બને તેને સ્વીકારી લો.

૧૧. તમારા ઘરના વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવો. જરૃર લાગે તો તે અંગે જાણકાર વ્યક્તિની સલાહ લો તમારા પોતાના ઉપયોગમાં આવતી બધી જ વસ્તુઓ કેમિકલ પદાર્થો વળી ના હોય એનો ખાસ ખ્યાલ રાખો. બહાર જાઓ ત્યારે તડકાથી તમારી આંખોનું રક્ષણ થાય તે માટે ડાર્ક ગોગલ્સ પહેરો શરીરનો જે ભાગ ખુલ્લો હોય તે જગાની ચામડી ઉપર ક્રીમ કે સન પ્રોટેક્શન લોશન લગાડો.

વૈકલ્પિક સારવાર :

કોઈ પણ જાતની વૈકલ્પિક સારવારથી કેન્સર મટી શકે નહિ એ સત્ય છે.

૧. ખોરાકમાં બ્રોકોળી, દ્રાક્ષ, જિંસેંગ, ગ્રીન ટી, એલોવેરા, લાયકોપોન વગેરેનો ઉપયોગ કરવાથી કેન્સરના કેસમાં રાહત થાય છે.

૨. એક્યુપંક્ચરની સારવારથી કેન્સરના કેસમાં રાહત થાય છે.

કેન્સરની વિષેની છેલ્લી માહિતી :

૧. દર વર્ષે અમેરિકામાં કેન્સરને કારણે ૫ લાખ ૭૫ હજાર મૃત્યુ થાય છે.

૨. દર વર્ષે અમેરિકામાં દોઢ લાખ જેવા કેન્સરના નવા કેસ થાય છે.

૩. આખી દુનિયામાં મૃત્યુ થવાનું (હાર્ટ એટેક) પછી આ બીજું કારણ ગણાય છે.

૪. કેન્સરના કેસ ઓછા કરવા માટે દારૃ અને સિગરેટ તદ્દન બંધ કરવા જોઈએ.

૫. સૂર્યના અલ્ટ્રા વાયોલેટ રે (કિરણો) વધારે લેવાથી પણ કેન્સર થઈ શકે છે.

૬. શરુઆતથી જ તપાસ કરવામાં આવે તો સરવાઇકલ, કોલોરેક્ટલ અને બ્રેસ્ટ કેન્સરના કેસ થતા રોકી શકાય છે.

૭. હ્યુમન પેપીલોમાં વાઇરસ (એચ.આઇ.વી.)ના વેક્સીન અગાઉથી આપવામાં આવે તો સરવાઇકલ, વેજાઇનલ અને ઓરલ કેન્સરને થતા રોકવામાં મદદ કરી શકે. એ જ રીતે 'હિપેટાઇટીસ વેક્સીન' અગાઉથી આપવામાં આવે તો લિવર કેન્સર થતા અટકાવી શકાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments