Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર- અશોક દવે

દિલીપકુમાર સાહેબને નરગીસ સાથે પ્રેમ હતો કે નહિ ?

-હું મારૃં કહી શકું...કે મને નહોતો.
(કાકા પલેજા, સુરેન્દ્રનગર)

તમે સ્મશાનો-બેસણાંઓ વિશે કેમ ખૂબ લખ્યું છે ?

-મુશાયરોમાં પણ રમઝટ બોલાવતા યુવાશાયર અનિલ ચાવડાનો શે'ર તમને અર્પણ. 'શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જવાનું થાય તો ?'
(પ્રતિક એમ. શાહ, અમદાવાદ)

શું 'ઓનલાઇન'ખરીદીમાં પ્રજા છેતરાય છે ?

-આઉટલાઇનમાં છેતરાય !
(દુષ્યંત નવલંચદ કારીઆ, મોરબી)

'લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે...'અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી કોઇ બોધપાઠ લેશે ?

-ભૂતો માટે આડુંઅવળું નહિ બોલવાનું !
(ગૌરીબેન વી. કાચા, અમદાવાદ)

મેં મારા કાવ્યસંગ્રહના વિમોચનનો પ્રારંભ રાષ્ટ્રગીતથી કર્યો.

-બોલો વંદેમાતરમ.
(આઈદાન ખીમકરણ ગઢવી, ગોપાલપુરી-કચ્છ)

નરેન્દ્ર મોદી બીજા ૨૫ વર્ષો સુધી ભારતના વડાપ્રધાન બન્યા રહે, એ માટે કયા અને કેટલા જાપ કરવા ?

-મને પૂછ્યું એ પૂછ્યું... આ સવાલ સોનીયાજીને ન પૂછશો.
(વિસનજી જાદવજી ધરોડ, પત્રી-મુંદ્રા)

ટીવી પર 'મહાભારત'સીરિયલ ફરી શરૃ થઇ, એનું શ્રેય કોને જાય છે ?

-જાહેર ખબરો આપનારાઓને.
(સરલા શાહ, પૂણેં-મહારાષ્ટ્ર)

'નો સ્મોકિંગ'ના બૉર્ડ પર સિગારેટ બુઝાવતાં વીરલાને શું કહેશો ?

-એને સઉદી અરેબિયા મોકલી દેવો જોઇએ.
(હરિશ મણિયાર, જેતપુર)

સરકાર સૈન્યને ઈઝરાયેલ જેવું કામ કરવાની મંજૂરી કેમ આપતી નથી ?

-આપણા સૈનિકો કોઇ ઇઝરાયેલ કે ફ્રેન્ચ લશ્કરથી કમ નથી.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

'અડધી રાત્રે ય કામ પડે, તો મને જણાવજો', એવું કહેનારને શું કહો છો ?

-મારા બેડરૃમની છત પર ચોંટેલી ગરોળીને કઢાવવાનું કામ સોંપુ છું.
(પરેશ અંતાણી, રાજકોટ)

પોસ્ટકાર્ડમાં સવાલ પૂછી શકવાનો પુન:પ્રારંભ કરવાનો ખ્યાલ કેમ આવ્યો ?

-'ગુજરાત સમાચાર'નાનામાં નાના ગામડે વંચાય છે, જ્યાં બધે ઈન્ટરનેટ નથી હોતું.
(રમેશ આશર, કાલાવડ)

અરૃંધતી રૉય જેવી દેશદ્રોહીને કાશ્મિર મોકલી દેવી ન જોઇએ...?

-હું તો હજી 'ઊંચે'મોકલવાનું વિચારતો હતો.
(શાંતહર્ષ, મુંબઇ)

આપને સૅકન્ડ-હૅન્ડ માલ જ કેમ પસંદ આવે છે ? જેમ કે, ડિમ્પલ કાપડીયા, મધુબાલા, બેનઝીર ભૂટ્ટો !

-બીજો કોઇ હાથ ન અડાડે.
(જગદીશ રાવલ, રાજુલા)

'સુખ'નામનો છોડ કઇ નર્સરીમાં મળે છે ?

-મા.
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)

ભ્રષ્ટાચારના સમાચારો તો સાધુ-સંતો માટે આવે છે. કોના ઉપર ભરોસો મૂકવો ?

-પોતાના સિવાય અન્ય ઉપર ભરોસો મૂકવો જ શું કામ જોઈએ ?
(તરલ પરિમલ મહેતા, ભાવનગર)

ઘરની વહુનું પતિ કે સાસુ કેમ સાંભળતા નહિ હોય ?

-એ બન્નેને કોઇ ઈ.એન.ટી. સર્જનને અને વહુએ સ્પીચ-થૅરાપિસ્ટને બતાવવું જોઇએ.
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

ધર્મને બદલે રાષ્ટ્રપ્રેમનો પ્રચાર કેમ નથી થતો ?

-ધર્મમાં ટેકો આપનારા લાખો મળી રહે છે...
(અરવિંદ જે. રાવલ, ગાંધીનગર)

'વૉટ્સઍપ'પર મા-બાપથી માંડીને પતિ-પત્નીની વફાદારી કે આધ્યાત્મિકતાના મૅસેજ વાંચીને હું તો ભાવુક થઇ જઉં છું...

-ઈશ્વરને પ્રાર્થના કરૃં છું કે, તમારો સેલફોન ચોરાઇ જાય !
(ડૉ.અમિત પી. વૈદ્ય, ડેમાઇ-બાયડ)

સારા લેખક કે કવિ બનવા માટે શું જરૃરી ?

-આવી ફાલતુ કૉલમો ન વાંચવી જોઇએ.
(પ્રવિણ કે. પટેલ, ઓડ-આણંદ)

પોપટલાલની શાદી થઇ જાય એ માટે મેં દરિયા ઉપર એક કી.મી. ચાલવાની પ્રતિજ્ઞાા લીધી છે...

-આ હિસાબે તમારી શાદી પહેલા તો તમે સાત સમુંદર ચાલ્યા હશો !
(રજાહુસેન બચુભાઇ, મહુવા)

ગુજરાતભરમાં જલારામ ખમણ અને નાગરની ચોળાફળીના બૉર્ડ કેમ દેખાય છે ?

-તમારે બૉર્ડ ખરીદવા છે કે ખમણ ?
(કાનલ-પ્રિશા સોની, અમદાવાદ)

તમને કયો કવિ/ગઝલકાર વધુ ગમે ?

-અત્યારનો નવો અને જુવાનજોધ કવિફાલ બહુ ઉત્તમ ઉતર્યો છે..(મેં 'ઘાણ ઉતર્યો છે', એવું નથી કીધું એ બતાવે છે કે, હું એમનાથી પ્રભાવિત છું.)
(દીક્ષિતા કુ. પટેલ, અમદાવાદ)

'એનકાઉન્ટર'માં સવાલ પૂછનારાઓને કોઇ સલાહ ?

-એક સાથે એકથી વધુ સવાલો પૂછશો તો એ રદબાતલ થવાના છે. નામ-સરનામા અને સવાલ સિવાય બીજું કાંઇ પણ લખનારાઓના સવાલો કેન્સલ થાય છે.
(સુનિધી જનુભાઈ રાવલ, વડોદરા) 

Post Comments