Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

સર્વાઈવર : દરેક મોટી પરીક્ષામાં મોદી પાસ કેવી રીતે થાય છે?

ઉત્તર પ્રદેશમાં થયેલી ભાજપની ઐતિહાસિક જીત પાછળ એક ઈલેક્ટ્રોનિક ડિજીટલ મંત્ર જવાબદાર છે, અને એ ઈવીએમ નથી!

જી હા, ગુજરાત કે ભારતમાં પરોક્ષ રીતે,  સપ્લી અન્ડરકરન્ટ તો એ છે જ કે મોદી 'હિન્દુરક્ષક હીરો' છે. એ મેચ રમાયા પહેલા જ એમના ખાતે સ્કોર જમા કરી દે છે. મોટા ભાગે આવા હાર્ડલાઇનરની છાપ ધરાવતા વિકાસવિરોધી પરંપરાવાદી હોય

ભારત એક ઘટનાપ્રધાન દેશ છે.

જી હા. બરાબર વાંચ્યું છે. ભારત મૂળભૂત રીતે કિસ્સાકહાણીઓથી જેનો પિંડ બંધાયો હોય એવો દેશ છે. અહીં તત્વચિંતનને પણ વાતોમાં પેશ કરવામાં આવ્યું. મહાકાવ્યોના પાત્રોને ઈશ્વર ગણીને એનાં અઢળક મંદિરો ચણવામાં આવ્યા! બેઝિકલી, વી લવ સ્ટોરીટેલિંગ, વી લવ ડ્રામા. આપણી ન્યુઝ ચેનલ્સ ને એની રજુઆત જ જુઓ. તીખાતમતમતા મસાલેદાર વઘારની શૈલીમાં ન્યુઝ રજૂ થાય છે. ફિક્કી માહિતી નહિ. સદીઓથી રચાયેલું આપણા જનમાનસનું આ બંધારણ છે. જેમ થાકેલા ખલાસીને રાત પડયે બાટલીની 'કિક' જોઈએ, એમ અભાવગ્રસ્ત અને સાદી રીતે જીવતી જનતાને સનસનીખેજ ડ્રામામાં રસ પડે છે. ક્રાઈમ પેટ્રોલ કે સાવધાન ઈન્ડિયા જેવા ટીવી શૉ કે એકતા કપૂરની સિરિયલ્સ એનું દેખીતું ઉદાહરણ છે.

સત્ય જેવી નોર્મલ નેચરલ બાબત સાથે ય અહીં સત્યનારાયણની પ્રસાદીવાળી કથા જોડાઈ ગઈ! વિવિધ ઉત્સવોમાં ય રૃટીનને બ્રેક કરતા 'ઈવેન્ટફુલ' રિચ્યુઅલ્સ છે. મેળો, શોભાયાત્રા, અગ્નિ પ્રાગટય, ખાસ રાંધવામાં આવતો ખોરાક, પૂજા. બેરંગ જીંદગીમાં લોકો વાર્તારસ જેવી નાટયાત્મક ઘટનાઓનો રંગ પૂરે છે, બોરિંગ લાગતા ક્વીઝ શૉ પણ અમિતાભના ડ્રામેટિક પ્રેઝન્ટેશન અને કરોડપતિ થવાની ઘટનાઓ પછી ક્રેઝ ઓફ નેશન બની જાય છે. પૂનમ પાંડેઓ અને રાખી સાવંતો પોતાના કપડાં ઉતારીને એટલી થાકી કે હવે ફેમસ થવા માટે ત્વચા ય ઉતડી કાઢે એમ છે! પણ પોર્નસ્ટાર હોવાના ડ્રામેટિક બેકગ્રાઉન્ડથી પરણીત સની લિયોની છવાઈ ગઈ જોતજોતામાં! મૃત્યુ સાથે ય કાણ-બારમું-વરસી જેવી ઘટનાઓ સાંસ્કૃતિક રીતે જોડાયેલી છે. નેતાઓ પણ અહીં એ નાડ પારખે એ જ અમર તપે છે. ગાંધીજીમાં (ભલે સાત્વિક પ્રામાણિક કારણોસર) ડ્રામા પેદા કરવાની જબરદસ્ત આવડત હતી. ક્રાંતિકારીઓ બેઅસર છૂટપૂટ ધડાકાઓ કરતા હતા ત્યારે ગાંધીજીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચાયે એવો સત્યાગ્રહ શરૃ કરેલો. તમાશાપ્રેમી જનતા તરત જ એમાં જોડાઈ ગઈ!

ગાંધીમૂલ્યો સાથે એ બધાને સ્નાનસૂતકનો સંબંધ હોત તો આવી અવદશા આઝાદીના સિત્તેર વર્ષમાં ભ્રષ્ટાચાર અને દંભથી થોડી થઈ હોત? એમને તો ગાંધીચીંધી ડ્રામેટિક ઈવેન્ટસમાં કનેક્શન બની ગયેલું. કૂચ, પ્રભાતફેરી, ચરખો જેવા નીતનવા નુસખાઓથી માસને ગાંધીજીએ 'એન્ગેજ્ડ' રાખેલો. ઈન્દિરા-નેહરૃમાં ય આ આવડત હતી. મનમોહનસિંહમાં નહોતી, તો એમની સામે ડ્રામેટિક ઘટનાઓ ઊભી કરનારા અન્ના હઝારે ને એના જોરે કેજરીવાલ છવાઈ ગયા. બાબા રામદેવ હોય કે ધીરૃભાઈ અંબાણી, માત્ર બિઝનેસ નહિ - એ સાથે જનમાનસમાં કનેક્શન બનાવતી ઘટનાઓ (ટીવી પર યોગાસન, રિલાયન્સની શેરહોલ્ડર સભા) થકી બ્રાન્ડિંગ થયું. ક્રિકેટના હીરોઝમાં પણ મેચને સ્પોર્ટસને બદલે એક ભવ્ય મનોરંજક નાટકના ક્લાઈમેક્સમાં ઉત્તેજના અનુભવતી પ્રજામાંથી પેદા થયા. ફિલ્મોમાં ય સુપરસ્ટાર અહીં કદી પ્યોર નેચરલ એક્ટિંગવાળા થતા નથી. ચાર્મિંગ રીતે જરાક ઘાટી નાટયાત્મક અભિનયકળા બતાવતા આવડે, ડાન્સથી ડાયલોગ સુધી - એ જ એક્ટર ઈશ્વર બની જાય છે!

અરે ઈશ્વરવાળા ધર્મમાં પણ વેદ, ઉપનિષદ, સાંખ્ય કે બુદ્ધ, મહાવીર, શંકરાચાર્યની વાતો યાદ નથી (એ યાદ દેવડાવવા ય જે-તે સાધુજનોએ જાતજાતના ઉત્સવો ને વરઘોડા વગેરેનો ડ્રામા કરવો પડે છે!) પણ ભગવદ્ગીતા ભારતમાં મેગાપોપ્યુલર થઈ. કારણ કે એમાં સેન્સ ઓફ ટાઈમિંગવાળું ભવ્ય ડ્રામેટિક બેકગ્રાઉન્ડ છે. એ જંગલમાં ઝાડ નીચે નહિ, પણ યુદ્ધના મેદાનમાં કહેવાય છે! એમ જ પુરાણકથાઓ તત્વદર્શન કરતાં વધુ જાણીતી થઈ.

મુદ્દો શું હોવું જોઈએ એ ચર્ચાનો નથી. શું છે, એનો છે. ચંપાવતો કે પ્રશાંત કિશોરો દાવા કર્યા કરે કે ફલાણો આઈડિયા મેં આપેલો, પણ એક-બે વખત ઝબકારા બતાવ્યા પછી સ્વતંત્રપણે એ બધા ઢળી પડે છે. પણ મોદીનો એક પણ ચૂંટણી લડયા વિનાના રાજ્યાભિષેકથી થયેલો અશ્વમેઘ ચાલુ જ રહ્યો છે. કારણ કે, ભારત એક ઘટનાપ્રધાન દેશ છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત અવનવી ઘટનાઓ પેદા કરવાના કે એમાંથી લાભ લેવાના માસ્ટરમાઈન્ડ છે. ગોધરાકાંડની કરપીણ ઘટના પછીના કમનસીબ કોમી રમખાણોના બેકડ્રોપમાં એ ચર્ચાસ્પદ બન્યા, ત્યારથી પરીસ્થિતિના પવનને પોતાના સઢમાં પૂરીને વહાણ કેમ હંકારવું, એની એમને પ્રેક્ટિસને લીધે ફાવટ આવી ગઈ છે!
   
નરેન્દ્ર મોદીની બિગેસ્ટ સ્ટ્રેન્થ એ છે કે, એમના વિરોધીઓની એ વીકનેસ છે. નિષ્ફળ જવાને લીધે ધૂંધવાયેલા ઘાયલદિલ પ્રેમીઓની જેમ મોદીવિરોધીઓ સતત મોદીની 'વેરભાવે ભક્તિ' કર્યા કરે છે. પરિણામે દરેક ચર્ચા 'વૉટ, વ્હાય, વ્હેર, બાય હૂમ, વ્હેન' જેવા પાયાના પ્રશ્નોને બદલે 'હુ' પર ફોકસ થઈ જાય છે. એટલી હદે કે ક્યારેક તો ગમ્મતમાં એવું લાગે કે મોદીસાહેબ જાણી જોઈને પોતાની ટીકા ય કરાવતા હશે, અંગારા પર વળેલી રાખ ફૂંકવા માટે!

સ્યુડો સેક્યુલર ઉર્ફે બનાવટી બિનસાંપ્રદાયિક તરીકે બદનામ એવા લેફ્ટીસ્ટ એંગલ ધરાવતા બૌદ્ધિકો ખુદને 'લિબરલ' યાને ઉદારમતવાદી ગણાવે છે. પણ ખુદ જબરા ફેનેટિક હોય છે! પોતાની સાથે સહમત થનારની કોઈ સાચી દલીલોના ય ઢંગના જવાબ આપવાને બદલે એ વ્યક્તિ પર તૂટી પડવાની ના-લાયક કુટેવ ધરાવે છે! એમના મુક્ત સંવાદો કેવળ નાટક હોય છે, કારણ કે એમાંથી મોટા ભાગનાનું મગજ ખુલ્લું નથી. એ સામેવાળા કે વાળીની વાત સાંભળવા-સમજવાની તૈયારી નથી રાખતા. પણ બની બેઠેલા સર્વોચ્ચ ન્યાયાધીશો જેવા ચુકાદા આપતા ફરે છે! એમને માફક ન આવે એવા સાચા સવાલો પૂછી એમને અકળાવનારને એ ખીજાઈને સ્યુડો મોડર્નિસ્ટ, રાઈટ વિંગર, કેપિટલીસ્ટ, પદ્મશ્રી ભૂખ્યા, નિસ્બતવિહીન કહીને ઉતારી પાડે છે. બીજાના પ્રચારને તુચ્છ માર્કેટિંગ કહેનારા આવા લોકો પોતે પૈસા કમાવા એક ફરફરિયું પણ બહાર પાડે તો સોશ્યલ મિડિયા પર મહીનાઓ સુધી એકધારા ગાજ્યા કરે છે. બીજા ફોટો મૂકે તો સ્વપ્રચારઘેલા ને પોતે ઉતાવળે ઉતાવળે આખા લેખો કે જાહેરાતો મૂકે તો સદ્વિચાર પ્રસાર - આવા એમના બેવડાં કાટલાં છે. ગાંધીજીનું ઓઠું લેનારી આ જમાત એ ચૂકી જાય છે કે ભારતીય જનતા સાથે કામ લેવા માટે ધર્મને સાથે રાખી સમજવો જ પડે! ગાંધીજી રેશનાલિસ્ટને શરમાવે એટલા બોલ્ડ ક્વેશ્ચનિંગ-એટીટયુડવાળા જીદ્દી હોવા છતાં આસ્તિક અને ધાર્મિક રહીને પણ 'સર્વધર્મ સમભાવ'ની વ્યવહારુ વાતો કરતા 'સર્વધર્મ અભાવ' જેવા 'હું, ફૂઈ ને રતનિયો' સિવાય કોઈ આવે જ નહિ તેવા ગતકડાં ન કરતા!

આ લોકો પાછા ઈન્ટલેક્ચ્યુઅલના ફાંકામાં સામાન્ય માણસને સમજાય જ નહિ એવી ઉંચી ઉંચી વાતોના ચાપડા ઠોક્યા કરે છે! પોતે દરેક સવાલમાંથી છટકી જતા હોય પણ બીજા કેમ ચર્ચા નથી કરતા એવા સવાલો ઉભા કર્યા કરે. ધર્મ કે જ્ઞાાતિના કે રાષ્ટ્રવાદના રેડિકલ ફેનેટિઝમને પડકારતા કે ઉગ્ર કટ્ટરવાદને વખોડતા લોકો સાથે કોમન પોઈન્ટસ શોધી દોસ્તી કરવાને બદલે એમને દુશ્મન સમજી એમને વખોડતા ફરે અને પોતાના કોઈ મળતીયા ભિન્ન મત રાખે તો એમને બિરદાવતા ફરે! અર્થાત્, એમના ત્રાજવા સમતોલ નથી, બાયસ્ડ છે. જેમની નિસબતની એ દુહાઈઓ દીધા કરે છે, એ કોમન મેનના સેન્ટીમેન્ટસની જ એમને ખબર નથી. ઈરોમ શર્મિલાને જેમ ૯૦ જ મત મળ્યા, (પરાજય તો ઠીક છે, પણ માત્ર ૯૦ જ મત!) એમ આ કોઈ પાસે એમની વાત સાંભળનારા પૂરા હજાર પણ હોતા નથી. લોકપ્રિયતા એમણે આપી જ નથી, માટે સભારંજક વાતો કોમ્યુનિકેશનની સનાતન અને સદાકાળની આર્ટ છે, એટલી સાદી સમજણ પણ એમનામાં કેળવાઇ નથી. આ બધાની સતત ટીકા એટલી ચાલે છે કે, એ સાચી હોય તો ય કોઇ સિરિયસલી લેતું નથી ! ન તો એમને રસપ્રદ રીતે (આંદોલન કે પદયાત્રા કે ગીત-લેખ જેવા ઘિસાપિટા માર્ગો સિવાય) નવી પેઢી સુધી સાચી માહિતી પહોંચાડવાનું પેકેજીંગ ફાવે છે. ભારતીય પ્રજાને આંકડાબાજી કે- આક્ષેપના એનાલિટિકલ કેમ્પેઇન કરતાં ઇમોશનલ અપીલમાં વધુ રસ પડે છે.

અને આ કટ્ટર ધાર્મિકતાની ટીકા કરતા મોટા ભાગના લબાડલુચ્ચા તત્વોએ સેક્યુલારિઝમ જેવી પ્રોગ્રેસિવ ભાવનાનું કટ્ટરવાદી ઇન્ડિયન વર્ઝન રચ્યું છે. જેમાં એમના ફેવરિટ દેવતાઓ કહે એ સાચું, બાકી બીજી માનવતા કે વૈજ્ઞાાનિક અભિગમ કે શિક્ષણ કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય કે આધુનિકતાની વાત કરે, તો એ એમના ફેવરિટ નથી માટે એની નોંધ નહિ લેવાની, આવી એ કટ્ટર સેક્યુલર દોસ્તોની માનસિકતા છે. ખેલદિલ હોવાના કૃત્રિમ દેખાડા માટે એકાદ વાર મોદીના વખાણ કરી, બીજા જ દિવસથી લોકો માટે બિલકુલ નોનઇસ્યુઝ હોય એવા પોઇન્ટસ પર મોદીની ટીકા કર્યા કરશે! ભારતમાં આ બે ગજબની વિચિત્રતાઓ છે. કટ્ટર સેક્યુલરો એમની વ્યાખ્યાઓ અને અભિપ્રાયોમાં બિલકુલ ફ્લેક્સીબલ હોતા નથી. બેલેન્સ્ડ પણ નથી હોતા એટલે હિન્દુ સિવાયની ધાર્મિકતા બાબતે ખાસ બોલતા નથી. (બેશક, આમાં અપવાદો છે જ, અને એમના ડિફરન્સ ઓફ ઓપિનિયન્સને બિરદાવવો કે સાચવવો જ જોઇએ) અસહિષ્ણુતાની ફરિયાદ ો કરનારા પોતે જ અસહિષ્ણુ હોય એ પહેલી વિચિત્રતા. અને બીજી એ કે બહુમતી હિન્દુ પ્રજા ભાષા, સંપ્રદાય, જ્ઞાાતિના ચોકઠાંમાં વિભાજીત હોઇને નંબર્સમાં મેજોરિટી હોવા છતાં વ્યવહારમાં માઇનોરિટી જ રહી છે, દાયકાઓ સુધી (છેલ્લા બે દસકામાં ચિત્ર બદલાતું ગયું) અને લઘુમતી માત્ર અન્યાય કે અનામત જેવી બૂમો પાડીને મેજોરિટીની જેમ વર્તે છે. માટે, ઓપ્રેસ્ડ એન્ડ ઓપ્રેસર/ શોખીન અને શોષકના રોલ અહીં રિવર્સ છે! સૂટેડબુટેડ એલાઇટ લોકોને પોતાની ક્લબમાં ઘૂસી જનાર ગમછાધારી ટ્રક ડ્રાઇવર માટે ઉપર ઉપરથી સમાનતાની વાતો છતાં અંદરઅંદરથી શૂગ હોય, એવું દુર્ભાગ્યે આપણાં દેશમાં વધુ પડતાં સામ્યવાદી લાલ અને ત્રાસવાદી લીલા રંગે રંગાઇ જનારા મહત્તમ સેક્યુલર બૌદ્ધિકોનું છે!
   
૨૦૫૦માં જગતમાં અને ભારતમાં મુસ્લિમ વસતિ કેટલી વધશે અને સમીકરણોના સર્વેક્ષણો કેટલા સાચાખોટા એ જુદી ચર્ચાનો વિષય છે, પણ ઇસ્લામિક ત્રાસવાદીઓએ જગતભરમાં ધાર્યા મુજબ જ જબરૃં નુકસાન ઇસ્લામની ઇમેજ અને મુસ્લિમોને જ પહોંચાડયું છે. વિશ્વભરમાં ઉછળેલા રાષ્ટ્રવાદના ઝનૂનમાં બેકારી ઉપરાંત આ ય  એક પરિબળ અગત્યનું છે. ઇસ્લામના બુરખાથી બોમ્બ સુધીના ધર્મજડતાના એકધારા ડિસ્ટ્રક્ટિવ ડિસ્પ્લેને લીધે વળતું ધુ્રવીકરણ સર્જાયું છે. એમાં જ મોદીથી રાજકીય કુનેહમાં નબળા એવા ટ્રમ્પ પણ અમેરિકામાં જીતી ગયા.
સુબ્રહ્મણ્યમ સ્વામીને એમના ગપ્પા ફિલ્ટર કરીને સાંભળો, તો જ સચ્ચાઇનો સ્વાદ જાણવા મળે. મૂંહફટ સ્વામી ઘણીવાર ઇન્ટરેસ્ટીંગ ઇનસાઇટ્સ પણ આપે છે. એક વાર એમણે કહેલું કે, 'માત્ર વિકાસથી જ ચૂંટણીઓ જીતાય એ ય સગવડિયો ભ્રમ છે. એવું હોત તો આંધ્રના ચંદ્રાબાબુ નાયડુ કે કર્ણાટકના (હવે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં)

એસ. કૃષ્ણા નેશનલ હીરો હોત. એની સાથે એક ઇમોશનલ કનેક્ટ જોઇએ. બાબરી ઘટનાને લીધે ઇમોશનલ મોમેન્ટમ ઉભું થયું. એમાં જ કેશુભાઇ કે વાજપેયીનો વારો આવ્યો.'' યસ, મોદીનું આવું ઇમોશનલ કનેક્ટ સોફ્ટ હિન્દુત્વ છે.

જી હા, ગુજરાત કે ભારતમાં પરોક્ષ રીતે,  સપ્લી અન્ડરકરન્ટ તો એ છે જ કે મોદી 'હિન્દુરક્ષક હીરો' છે. એ મેચ રમાયા પહેલા જ એમના ખાતે સ્કોર જમા કરી દે છે. મોટા ભાગે આવા હાર્ડલાઇનરની છાપ ધરાવતા વિકાસવિરોધી પરંપરાવાદી હોય. પણ મોદીના વાચન-વિહારને લીધે એ એમાંથી બચી ગયા છે. એમનું હિન્દુત્વ સંઘ-વી.એચ.પી. જેવું લાઉડ, સંકુચિત, વિધર્મદ્વેષી, યુવાવિરોધી, આનંદવિરોધી, સુવિધાવિરોધી નથી. પ્રો- ડેવલપમેન્ટ, ગ્લોબલ એન્ડ મોર્ડન, હાઇટેક, ઇલાસ્ટિક, સર્વસમાવેશક છે. રિલિજીયસ કરતાં કલ્ચરલ વધુ છે. માટે માફક આવે એવું છે. નવી પેઢીના મતદારો ઉમેરાય છે. એમાં વેટિંગ પણ વધુ ટકાવારીમાં થાય છે. એમને એક્સ્ટ્રીમ લિબરલની ગતાગમ નથી, એક્સ્ટ્રીમ ઓથોડોક્સ ગમતા નથી. મોદીએ પ્રયત્નપૂર્વક આ બે વચ્ચેનું મધ્યબિંદુ પકડી લીધું છે. એટલે એમઆરઆઇ શેઠિયાથી ગ્રામીણ વેઠીયા સુધી એમના નામનું પર્સનલ પ્રભુત્વ છે. હિન્દુત્વના નામે રાષ્ટ્રવ્યાપી કાર્યકર્તાઓની ફોર્સ મળે છે, અને બિઝનેસ ઓરિએન્ટેડ વિકાસ મોડેલના નામે ફંડ મળે છે. કુશળ અને અજોડ વકતૃત્વ કળા અને મોર્ડન વિઝનના યુવા અભિગમને લીધે લોકચાહના મળે છે. દેશમાં શબ્દોના સમર્થ શહેનશાહોનો તીવ્ર દુકાળ છે. મોદીની વાણીમાં ઊર્જા અને નાડ પારખી સભાઓ ગજાવવાની નવીનતા છે. નવો ઓપરેશનલ મિડલ ક્લાસ આજે અંદરથી ફ્રસ્ટેશનમાં છે. જૂનો ધર્મ ગમતો કે પચતો નથી. નવા સુખો ભોગવવા જેટલા પૈસા કે પ્રભાવ નથી. એટલે એમને પોઝિટિવ મોટિવેશનના ડોઝ કાયમ ગમે છે. મોદી માત્ર હિન્દુત્વની પેન ડ્રાઇવ પ્લે કર્યા કરત તો રાજ ઠાકરે જેવી હાલતમાં હોત. એવા ઓવરડોઝમાં જ બિહાર ગયું.

પણ મોદી ફ્યુચર ડ્રીમના એક્સપર્ટ મોટીવેટર છે. જૂની ધાર્મિક - જ્ઞાાતિગત વાડાબંધીથી કંટાળેલી જનરેશન સીધી જ સેક્યુલર લિબરલ થતી નથી. એજ્યુકેશન, મની, કમ્ફર્ટસ એને ગામડામાં રહ્યે પણ જોઇએ છે. માટે નવી ઓળખ એ બાવાઓના સ્કેન્ડલથી કંટાળી રિલિજીયસને બદલે નેશનાલિઝમ - રાષ્ટ્રવાદમાં શોધે છે. ત્યાં વધુ સલામતી પણ લાગે છે, પ્રકૃતિગત એવો ' બીજા કરતાં ચડિયાતા' હોવાનો ઇગો પણ સંતોષાય છે, અને સાવ ટેકા વગર ઉડવાના જોખમને બદલે આમાં રાષ્ટ્રવાદની આઇડેન્ટીટીમાં જોશ પણ ચડે છે. આ શિફ્ટનો મોદીને બરાબર લાભ મળ્યો છે. અરૃણ શૌરી જેવા નિષ્ણાતો યોગ્ય ટીકા કરે છે કે, સરકારમાં હેડલાઇન મેનેજમેન્ટ વધુ છે. એમાં શક્તિ ખર્ચાય પછી નીતિગત સુધારાના અમલીકરણ માટે ખાસ થતું નથી. પણ મત દેવા જનાર થોથાં વાંચીને પૂર્વતૈયારી કરતા નથી. માટે ઇવેન્ટ સાથે ઇમોશનલ કનેક્ટ જોડીને મોદી દર વખતે છવાઇ જાય છે.

છેલ્લાં થોડા સમયથી અકળાયેલા મોદીપ્રેમીઓમાં ય ચણભણાટ હતો કે ખાસ કશી હલચલ નથી. પાકિસ્તાન -ચીન જેવા મોરચે પણ બધું ઢીલુંઢફ છે. ટ્રમ્પ જેટલી નિષ્ઠાથી વાયદાઓ નિભાવવા પહેલાં જ દિવસથી લાગી પડવાની આપણા રાજકારણીઓને ટેવ જ હોતી નથી. કનૈયા જેવા યુવાવર્ગમાં આક્રોશ, હતાશા વધતી હતી. મોંઘવારી ને ભ્રષ્ટાચારમાં ફરક પડતો નહોતો. વિદેશયાત્રાઓના ટૂચકા ફોરવર્ડ થવા લાગ્યા હતા. ગુજરાતમાં તો આંદોલન શરૃ થઇ ગયા હતા. ઉગ્ર હિન્દુત્વવાદીઓના પછાત નિવેદનોની અસર પસ્તાળ પડવાને લીધે નફામાં પડતી હતી! એમાં મોદી એ ઇમોશનલ કનેક્ટ વાળી ઇવેન્ટ હતી નહિ, તો ઇન્વેન્ટ કરી પૂરા ટાઇમિંગ સાથે ડ્રામેટિક ઇફેક્ટમાં શરૃ કરેલી નોટબંધી !
   
નોટબંધી એ કેવળ ઇકોનોમિક ડિસિશન નહોતું. પોલિટિકલ સ્ટ્રેટ્રેજી પણ હતી. ભોળિયા સમીક્ષકો સમજ્યા વિના ચોંટી ગયા હતા એવો આર્થિક એજેન્ડા જ હોત, તો ૩૧ ડિસેમ્બર પછી એકધારા અવનવા પગલા અને સુધારાની સીરિઝ આપી હોત. દરેક પક્ષના મોટાં માથાઓની પોસ્ટર ચોંટાડેલી દીવાલો નહિ, જેલો ઉભરાતી હોત. પણ ભારતને ઓળખતો સ્માર્ટ લીડર જાણે કે કીડી કોશનો ડામ ખમી ન શકે. ઝીરો ફિગર હેવીવેઇટ પહેલવાન બની ન શકે. દવા બહુ આકરી આપો તો દર્દી જ ગુજરી જાય. એને ગળ્યું સીરપ આપવું પડે.

એટલે મોદીએ પહેલાં નોટબંધીની જડબેસલાક ઇમ્પેક્ટ ઉભી કરી, પછી થોડું ઢીલું પણ મૂક્યું. ધારેલા એવા આકરા કાયદા કે પગલાં ન લીધા. પબ્લિકને સેટલ થવા દીધી. સામે પક્ષે  બધાએ એક અવાજે વખાણવો પડે, એવો નિર્ણય તો હતો જ. એમાં જબરૃં એગ્રીમેન્ટ ઓફ સરપ્રાઇઝ પણ હતું  !  આખા દેશને ફરી ચાર્જર્ડ અપ કરીને બ્રાન્ડ સાથે કનેક્ટ કરવા માટે જે ઇમોશનલ ઇવેન્ટ જોઇએ, એ લોહી રેડયા વિના જ સર્જાઇ ગઇ ! વિપક્ષો એના ટ્રેપમાં આવ્યા. કાં પૈસા ગુમાવ્યા, કાં વિરોધ કરીને આબરું! પૈસા તો આપણી પ્રજાને સેક્સ, ક્રિકેટ, ફૂડ અને મૂવીઝ કરતાં ય વધુ વ્હાલો છે. માટે એને લગતી બાબતોમાં વગર કહ્યે ધ્યાન ખેંચાય! બસ, બાજી હાથમાં આવી ગઇ. એક તો દરેક નાગરિકને લાગ્યું કે વડાપ્રધાન સામા પૂરે તરીકે કશુંક કરે છે, ને વૃંદાવનમાં દરેક ગોપીને કૃષ્ણ પોતાની સાથે જ રાસ રમે છે, એવું લાગતું - એમ તમામ પુખ્ત વયના નાગરિકોને થયું કે આપણા ભવિષ્ય માટે સાહેબ જે કરે છે, એમાં આપણે ય ફાળો નોંધાયો. લાઇનમાં ઉભા રહ્યા, ઓછી ને દેખાવી નબળી નવી નોટોની અછતથી ચલાવી લીધું. કશુંક કર્યાનો, ઘટનામાં પ્રેક્ષકને બદલે પાર્ટિસિપેટ કરવાનો ઉન્માદ જાગ્યો. ગરીબોને  તો અમીરોનો ગભરાટ ને રઝળપાટ જોઇ આનંદ થયો. હિન્દુ ઇમ્પેક્ટ હતી, યુવા ઇમ્પેક્ટ હતી - એ બે વર્ગમાં ગરીબો ય ભળ્યા દરેક ધર્મ- કોમના ! પૈસાને કોઇ ધર્મ હોતો નથી.

આ કોમ્બો અનબીટેબલ છે. વિકાસભૂખ્યા મોટીવેશન લવર્સને ચેન્જની થ્રીલ મળી, અને કરોડો દેહાતી ગરીબોને જાણે વેરતૃપ્તિનો અહેસાસ થયો. પ્રજાએ જેમ તેમ કરીને ગોઠવણના 'સેટિંગ' બેન્કોમાં પાડી લીધા. કેશલેસના લીધે ખરેખર કશુંક બદલાયાની પોઝિટીવ ફીલિંગ અનુભવી, અને પરિણામો નજર સામે છે. લોકપ્રિયતા ઘટવાને બદલે ઉલટી વધી ગઇ!

કેવી રીતે ? મોદી સાહેબની મેજીક ટ્રિક પરાજીતો ખોટા આક્ષેપો કરે છે, એવા ઇવીએમમાં નથી (નહિ તો દિલ્હી - બિહાર તો જવા દો, પંજાબમાં જુદું રિઝલ્ટ ન આવત ?) એ છુપાયું છે ફોનમાં ! જી હા,  ૨૧મી સદીની સાથે જ ભારતીય પોલિટિક્સમાં છવાતા રહેલા નરેન્દ્ર મોદીના શરૃઆતના ગાળામાં ટીવી, પછી કોમ્પ્યુટર અને હવે મોબાઇલ પણ એમની સાથોસાથ જ વિકસ્યા- વિસ્તર્યા છે! કોઇ એનાલિસીસમાં વાંચવા ન મળે, અને છતાં ય સાચો શીખવો સમજવા જેવો આ મુદ્દો છે.

વિરોધ પક્ષના નેતાઓને આઈ-ક્યૂ વગરના કાર્ટૂન બનાવી દેવાના હોય કે નાગરિક તરીકે સવાલો પૂછતા મીડિયાને જ કરપ્ટ બતાવવાનું હોય કે જુદો સૂર છેડનારાને સીધા દેશદ્રોહી ખપાવવાના હોય - સભા તો થોડી મિનિટોમાં પૂરી થઈ જાય પણ ભારતમાં શરાબ-ગુટકાથી મોટું વ્યસન આજે ફેસબુક-ટ્વીટર-વોટ્સએપ છે. લોકો છાપું નથી વાંચતા પણ મેસેજીઝ વાંચે છે. બોલકો ન હોય એવો સ્ત્રીઓ-બાળકોનો વર્ગ તો એમાં ગળાબૂડ છે. પબ્લિક સાથે ડાયરેક્ટ ડાયલિંગના ચુસ્ત હિમાયતી મોદીનું ખરું કેમ્પેઈન તો મોબાઈલ મેસેજીઝમાં આવ્યું. એક નેગેટિવ વાત આવે કે તરત જ કોઈ કાઉન્ટર ફેક્ટ કે આર્ગ્યુમેન્ટ રજૂ કરતો બીજો મેસેજ અચાનક ટપકી જ પડે ! મૂળ વાત ભૂલાઈ જાય, ને નવી થિયરીનું મનમાં 'ઈન્સેપ્શન' થઈ જાય. એટલે દુનિયા દંગ થઈ જાય એવી રીતે માત્ર પોતાનો ભરોસો દાવ પર લગાડી, મોદીએ નોટબંધી કોઈ ભયંકર આંતરવિગ્રહ કે જનઆક્રોશ વિના કરી બતાવી. એમાં લોકોને ટાઢા પાડતા, દેશ માટે પ્રેરિત કરતા અને સરળ રીતે પક્ષ કે સરકારનો એજેન્ડા એના લેવલ વિના જ મિત્રોએ ફોરવર્ડ કરેલા મેસેઝ્ડ મારફતે સમજાવવાની ટ્રિક ટેરિફિક હિટ રહી. ભારતની હીરોવર્શિયની રાજાશાહીમાં માનતી પ્રજાને ડોમિનન્ટ ડિસાઈસીવ લીડર ગમે જ. એ બ્રાન્ડ બિલ્ડિંગ હવે ઓનલાઈન વોટ્સએપમાં થાય છે. અને મોદી વ્યક્તિગત જીવનમાં ભલે મિત્ર વિહોણા 'લોનર' હોય, જાહેર જીવનમાં એ ખીલી જાય છે. ભાવિ ખતરો બને એવા વિચક્ષણ હદે ચાપલૂસી કરતી ભક્તિ ય વ્યક્તિગત રીતે એમને પસંદ નથી. માટે રોજ વાંચનાર વિદ્યાર્થીને પરીક્ષા સહેલી લાગે, તેમ મોદીનું હોમવર્ક રોજ થાય છે. માટે મોટી ચૂંટણીનો ભય લાગવાને બદલે એ કોન્ફિડન્ટ હતા. માટે ઝપાટાબંધ - વિભાજીત પરોક્ષ વર્ગો મોબાઈલથી એકાત્મકતા અનુભવવા લાગ્યા મફતમાં એમનું વગદાર સંગઠન રચાઈ ગયું. એમાં રાહુલ ગાંધી જેવા ટોટલી રિજેકેટેડ નેતા અને સામે ઉત્તર પ્રદેશની  નાડ પારખતા રાજભવનમાં બેસીને નિરીક્ષણ કરતાં રામ નાઈક જેવા અનુભવી વિચક્ષણ નેતા જેવા પરિબળો ભળ્યા અને ઉત્તર પ્રદેશ ઐતિહાસિક રીતે બનારસી પાનમાં પડેલા ગુજરાતી ગુલકંદથી કેસરીયો થઈ ગયો.

ફાસ્ટ ફોરવર્ડ

પોલિટિક્સનું બેસ્ટ અને ફેવરિટ ડિસ્કશન એ હોય છે, જે આપણી ગેરહાજરીમાં થતું હોય! થ)

Post Comments