Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શૈલ્ય અને ભીષ્મની વાત છોડો પ્રજા બાણશૈય્યા પર સુતી છે

વર્તમાન પરિસ્થિતિની ચર્ચા નથી થતી..

સત્તાધારી પક્ષના જૂથો અંદરોઅંદર લડીને પોતાના પક્ષને ઢીલો પાડે છે

મહાભારતના અનેક પાત્રો પૈકીનું એક નામ ' શૈલ્ય' લગભગ ભૂલાઇ ગયું હતું. વડાપ્રધાન મોદીએ કોઇનું નામ લીધા વિના નિરાશાજનક વિચારવાળાઓને 'શૈલ્ય' સાથે સરખાવ્યા હતા.

શૈલ્ય એ મહાભારતનું નેગેટીવ પાત્ર છે, શૈલ્ય ગાળોડીયો (ગાળો બોલતો માણસ) હતો. તેના મોમાંથી કર્ણને ઉતારી પાડતા શબ્દો જ નીકળતા હતા. કર્ણ જેવો મહારથી હાર્યો તેની પાછળનું પાંચ ટકા કારણ શૈલ્ય હતો.

વડાપ્રધાને કોઇનું નામ લીધું નહોતું પણ વિવાદમાં કૂદી પડવા ટેવાયેલા યશવંતસિંહાએ તરત જ કહ્યું કે હું શૈલ્ય નથી, ભીષ્મ છું.

શૈલ્ય અને ભીષ્મના પાત્રમાં આસમાન જમીનનો ફર્ક છે. ભીષ્મ પણ કૌરવ તરફથી લડતા હતા તે તો ઠીક પણ જ્યારે અર્જુનપુત્ર અભિમન્યુને ઘેરી લઇને મારી નંખાયો ત્યારે મારનારાના ટોળામાં ભીષ્મ દ્રોણાચાર્ય જેવા મોટા માથા પણ હતા.

કૌરવોની ટીમમાં બધા જ પાત્રો નેગેટીવ હતા. જો યશવંતસિંહા તેમને ભીષ્મની ગણનામાં મુકતા હોય તો તે કૌરવોની ટીમમાં આવી જાય છે. રાજકીય સ્પર્ધામાં કોંગ્રેસને કૌરવો કહેવાની પ્રથા ભાજપના યશવંતસિંહા જેવા નેતાઓએ શરૃ કરી હતી.

મહાભારતમાં ભીષ્મનું પાત્ર વિવાદસ્પદ રહ્યું છે. તે કૌરવો વતી લડયા તે તો ઠીક પણ ભરી સભામાં જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે તે આંખો મીંચીને ચૂપ બેસી રહ્યા હતા. તે જાણતા હતા કે કૌરવોનો અંત નિશ્ચિત છે છતાં તે તેમની સાથે રહ્યા હતા. ગંગાપુત્ર ભીષ્મનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું.

કૌરવો કરતા પાંડવો ભીષ્મને વધુ માન આપતા હતા. મહાભારતના પાત્રો વર્તમાન જીવનમાં અપ્રસ્તુત છે ત્યારે યુદ્ધની આચારસંહિતા સાંજ પછી શરૃ થતી હતી. લોકો એકબીજાના ટેન્ટમાં જઇ શકતા હતા. દુશ્મનના ટેન્ટમાં જઇને ખબર અંતર પૂછતા હતા. હવે તો પાકિસ્તાની ઘૂસણખોરો રાત્રે જ સરહદેથી ઘૂસે છે અને રાત્રે જ ત્રાટકતા હોય છે.

મહાભારતના પાત્રોના નામો યાદ કરી કરીને લડવાની જરૃર નથી. અનેક દ્રૌપદીઓના ચીર ખેંચાય છે.

તેમના ચીર પુરવા  પણ કૃષ્ણરૃપી જાગૃત નાગરિકો કે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકતી નથી. મહાભારતના પાત્ર જેવા ભીષ્મ કે અર્જુન ક્યાંય જોવા મળતા નથી.

ભાજપ પોતાની જાતને કૌરવોમાં ખપાવી રહી છે. કૌરવ નેગેટિવીટીથી ભરેલા છે. ભાજપે યશવંતસિંહા જેવા ભીષ્મોથી સાચવવાની જરૃર છે.

આશ્ચર્ય તો એ છે કે ભાજપના જ સીનિયરોને કૌરવોના નામો યાદ આવે છે. મોદી દુર્યોધન છે તો અમિત શાહ દુ:શાસન છે. તો કૌરવો અને તેમના સાથીઓના નામ ગમે તેવા નેતા સાથે ફીટ થઇ શકે છે. હિંદુ સંગઠ્ઠનો ભાજપને પાંડવો તરીકે ગણતા આવ્યા છે. પરંતુ લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળ્યા પછી પાંડવોને કૌરવો કહેવામાં આવે છે. યશવંતસિંહા સાવ હાંસીયામાં ધકેલાઇ ગયા હતા.

બ્રિક્સ બેંકના ચેરમેનને શાંગહાઇની ઓફિસમાં બેસવાનું હતું. યશવંત સિંહાએ તે માટે તૈયારી કરી હતી પરંતુ મોદીએ તેમને બહુ ભાવ આપ્યો નહોતો. અંતે તે બળવાના માર્ગે આગળ વધ્યા હતા.

યશવંતસિંહા, અરૃણ શૌરી જેવા ભાજપના એવા માથા છે કે તે 'મને બધું આવડે છે' તેવા સિન્ડ્રોમથી પીડાય છે. આ લોકોને પ્રધાનપદું મળ્યું ત્યારે કોઇ ખાસ ચમત્કાર બતાવી શક્યા નહોતા. હવે તેમને એમ લાગે છે કે અમારો જુનિયર વધુ નામ કમાઇ રહ્યો છે.

ભારતના લોકોને મહાભારતના પાત્રોમાં કોઈ રસ નથી. તેમને સુચારુ વહિવટમાં રસ છે. મહાભારતના પાત્રોમાં શકુની મામાને લુચ્ચાઈભર્યા દર્શાવાયા છે. આજની સ્થિતિ એવી છે કે જેમાં શકુની કરતાં અનેકગણી લુચ્ચાઈભર્યા લોકો વેપાર-વ્યવસાયમાં જોવા મળે છે.

મહાભારતના પાત્રોના નામોનો ઉપયોગ વિચિત્ર રીતે પણ થાય છે. જેમ કે શ્રાવણમાં જુગાર રમતા લોકો પકડાય તો તેને શકુનીઓ પકડાયા એમ કહેવામાં આવે છે.

મહાભારત એ બે ભાઈઓના કુટુંબ વચ્ચેની લડાઈ હતી. આવી લડાઈ વર્તમાન સમયમાં આવી આચાર સંહિતાવાળી લડાઈ શક્ય નથી.

આપણે શૈલ્ય, ભીષ્મ જેવાનો ઉલ્લેખ ભલે કરતા હોઇએ પણ મોંઘવારીની બાણશૈયા પર પ્રજા સુતી છે તે ભૂલવું ના જોઇએ. આ બાણશૈયા આજકાલની નથી. વર્ષોથી બીછાવેલી છે. મધ્યમવર્ગ તેના આવક-જાવકના બે છેડાને સાચવી શકતો નથી. આ સ્થિતિમાં આપણા શાસકોએ શૈલ્ય અને ભીષ્મ જેવા વિશેષણો વાપરવાના બદલે બાણ શૈય્યાના બાણોથી અણીને બુઠ્ઠી બને તે માટે પ્રયાસ કરવો જોઇએ.
 

Post Comments