Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતી મૂળના ટેકનોક્રેટ ડો. કેવિત દેસાઇ કેન્યામાં પ્રિન્સિપલ સેક્રેટરી નિમાયા

- કેન્યાની કેબિનેટમાં પ્રથમ ભારતીયનો પ્રવેશ

- ડો. દેસાઇનું મૂળ વતન નડિયાદ છે: તેઓ કેન્યાની ગર્વમેન્ટમાં વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે
- જાપાનમાંથી રોબોટિક્સમાં પીએચડી કર્યુ છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.3 માર્ચ 2018, શનિવાર

કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરૃ કેન્યાટાએ તેની કેબિનેટમાં ગુજરાતી મૂળના રોબેટિક એન્જિનયર ડો. કેવિત સુભાષ દેસાઇનો સમાવેશ કર્યો છે અને તેઓને એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. કાલે ડો. કેવિત દેસાઇએ કેન્યાની સંસદમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

ડો.કેવિત દેસાઇનું મૂળ વતન નડિયાદ છે. જો કે તેમનો જન્મ કેન્યામાં જ થયો હતો અને તેઓએ કોમ્પ્યૂટર એન્જિનિયરિંગની ડિગ્રી અને રોબોટિક સાયન્સમાં પીએચડી જાપાનમાં કર્યું છે. તેઓ કેન્યામાં એક આઇટી ફર્મ ચલાવી રહ્યા છે અને કેન્યન ગર્વમેન્ટમાં પણ સક્રિય છે. તેઓ હાયર એજ્યુકેશન કમિશનના કમિશ્નર, પ્રાઇવેટ સેક્ટર એલાયન્સના ગર્વનર, મિનિસ્ટ્રી ઓફ હાયર એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની ટાસ્ક ફોર્સના સભ્ય પણ રહી ચૂક્યા છે.

કેન્યાની એજ્યુકેશન સિસ્ટમમાં સાયન્સ એન્ડ ટકનોલોજી એક્ટ, યુનિવર્સિટી એક્ટ અને ટેકનિકલ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગ એક્ટ ઓફ પાર્લામેન્ટનાના ઘડતરમાં પણ ડો. દેસાઇની પાયાની ભૂમિકા રહી છે.

ડો.દેસાઇએ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ ગ્રહણ કર્યા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.3 માર્ચ 2018, શનિવાર

બ્રિટીશરોના કબજામાંથી કેન્યાને સન ૧૯૬૨માં પૂર્ણ આઝાદી મળી હતી ત્યારથી આજ સુધીમાં આ પ્રથમ ઘટના છે કે કોઇ ભારતીય કેન્યાની ગર્વમેન્ટમાં કેબિનેટ મિનિસ્ટ્રી સુધી પહોંચ્યો હોય.

ડો.દેસાઇના દાદા જશભાઇ દેસાઇ સન ૧૯૨૫માં આફ્રિકા ગયા હતા અને કેન્યાની આઝાદી માટે સર્વશ્વ અર્પણ કર્યુ હતું
ડો.કેવિત દેસાઇએ કાલે કેન્યન સાંસદમાં જ્યારે શપથ ગ્રહણ કર્યા ત્યારે બીજો એક ઇતિહાસ પણ રચાયો હતો. ડો.દેસાઇ ભગવદ્ ગીતાને હાથમાં રાખીને શપથ ગ્રહણ કર્યા હતા આમ ડો.કેવિત દેસાઇ સાથે ભગવદ્ ગીતાનો પણ કેન્યન સંસદમાં પ્રવેશ થયો હતો.

ઉલ્લેખનિય છે કે ડો.કેવિત દેસાઇના દાદા જશભાઇ મોતિભાઇ દેસાઇનો જન્મ નડિયાદમાં સન ૧૯૦૫માં થયો હતો. નાની ઉમરમાં જ જશભાઇના પિતાનું અવસાન થતા માત્ર ૨૦ વર્ષની ઉમરે જશભાઇ કમાવા માટે આફ્રિકા પહોંચ્યા હતા.

જશભાઇએ કેન્યાની આઝાદી માટે સર્વશ્વર અર્પણ કરી દીધુ હતુ અને એટલે જ જશભાઇ દેસાઇના પરિવારને કેન્યામાં આજે પણ સન્માનની નજરે જોવામાં આવે છે.

Post Comments