Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય મૂળના વિવેક લાલની અમેરિકન એવિએશન સમિતિમાં સલાહકાર પદે નિમણૂક

- ૪૯ વર્ષીય વિવેકલાલ હાલ લોકહિડ માર્ટિનમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે

(પીટીઆઈ)    વોશિંગ્ટન તા.2 જૂલાઇ 2018 સોમવાર

ભારતીય મૂળના અમેરિકન લાલની પસંદગી કેન્દ્રીય 'એવિએશન એડવાઈઝરી કમિટિ'માં નિમણુંક થઈ છે. આ સમિતિ, ટ્રમ્પ પ્રશાસનને હવાઈ પરિવહન, ખાસ કરીને અવકાશી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે.


૪૯ વર્ષીય વિવેકલાલ હાલ લોકહિડ માર્ટિનમાં ઉપપ્રમુખ છે. જે સંરક્ષણ સબંધી ટેકનોલોજી અંગેના વિચારો રજૂ કરે છે. આગામી સમયની સલાહકાર સમિતિ અંગે પણ સૂચનો કરશે. હવે નવી નિમણુંક અનુસાર લાલનો જે સમિતિમાં સમાવેશ કરાયો છે તે આગામી પેઢીની ઉડ્ડયન ટેકનોલોજીમાં કઈ બાબતોને પ્રાથમિકતા આપવી. ક્ષમતા મેળવ્યા બાદ કયારે ગોઠવવી તેનો સમય નક્કી કરવો. તેને કઈ બાબતે સજ્જ કરવી. વર્તમાન ટેકનોલોજી જેવી કે ડેટા કોમ, નેશનલ એરસ્પેસ સિસ્ટમ પર્ફોમન્સ મેટ્રિકસ અને એર સ્પેસ ડિઝાઈન અંગેના વિકલ્પો સુચવશે. વિવેકલાલ વૈશ્વિક સ્તરે ગણનામાન્ય અવકાશ વિજ્ઞાાની મનાય છે. તેમની ટ્રમ્પ પ્રશાસનને માર્ગદર્શન આપનારી સમિતિમાં બે વર્ષ માટે નિમણુંક કરાઈ છે. ભૂતકાળમાં પણ તેઓ બોઇંગ તેમજ જનરલ એટમિક્સમાં ટોચના પદે સેવા આપી ચુકેલા છે. તેમજ ૧૨ અબજ ડોલરના ઇન્ડો અમેરિકન સંરક્ષણ કરારને અંજામ આપવામાં તેમનું મહત્વનું યોગદાન હતું.

Post Comments