Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ૨૫ લાખ ડોલરની છેતરપિંડી બદલ ભારતીય અમેરિકનને ચાર વર્ષની જેલ

- શિકાગોનો દેબાશીષ ઘોષ વાયર ફ્રોડ ષડયંત્રમાં ઓકટોબર ૨૦૧૭માં દોષિત જાહેર થયેલો

ન્યુયોર્ક,તા. 28 એપ્રિલ 2018, શનિવાર

અમેરિકામાં એક ભારતીય અમેરિકનને  કંપનીને ૨૫ લાખનો ચુનો લગાડવાના ષડયંત્રમાં ચાર વર્ષની જેલ અને ૨૫ લાખ ડોલરનો દંડ ફટકાર્યો હતો. શિકાગોના ૫૪ વર્ષના દેબાશીષ ઘોષ અને ઉટ્ટાહની લેક સિટીના કીથ એરિક જેગરસેનને સાત દિવસ ચાલેલી ટ્રાયલ પછી વાયર ફ્રોડ ષડયંત્રમાં સંડોવણી બદલ ઓકટોબર ૨૦૧૭માં સજા કરેલી. જજ બ્રેન્ડન સાન્સે ઘોષને પીડિતાને ૨૫ લાખ ડોલર આપવા પણ ઓર્ડર કર્યો હતો.

ઘોષને ૫૭ અને જેગરસનને ૫૯ મહિનાની જેલ અને ત્રણ વર્ષની નજર કેદની સજા થયેલી. ઘોષ અને જેરગસન બંને શિકાગોસ્થિત વેરડેન્ટ કેપિટલ ગુ્રપના અધિકારીઓ હતા.ન્યુયોર્કસ્થિત એક કંપની લોરેન્ટીયન એરોસ્પેસ કોર્પોરેશને  અમેરિકાના પૂર્વ એરફોર્સ બેઝ પ્લાટ્સબર્ગ ખાતે એક વિમાનના મેનટેનન્સ, રિપેર અને ઓવરહોલ સુવિધાઓ માટે  વેરડેન્ટને કામ સોંપ્યું હતું, એમ ટ્રાયલમાં રજૂ કરાયેલા પુરાવાઓમાંથી જાણવા મળ્યું હતું.

જેગરસન અને ઘોષે લોરેન્ટિયનને આ પ્રોજેક્ટમાં સીડ મની તરીકે ૨૫ લાખ ડોલરનું રોકાણ કરવા કહ્યું હતું. લોરેન્ટિયન અને આ બંે વચ્ચે આ નાણા વેલ્સ ફારગોમાં રાખવા અને લોરેન્ટિયનની પરવાનગી વગર તેને ઉપાડી ના શકાય એવો કરાર થયો હતો. સુનાવણી વખતે એવા પણ પુરાવા મળ્યા હતા કે જેગરસન અને ઘોષે તેમને સોંપેલા અન્ય વેપારમાં ૨૪ લાખ ડોલરનો ફંડ વાપરી દીધો હતો.

લોરેન્ટિયને તેના બોર્ડના સભ્યોના પૈસા અને એક તેમની કંપનીની બહારના સભ્યના પૈસા વેલ્સ ફારગોને ડીસેન્બર ૨૦૧૦માં આપી દીધા હતા.

Post Comments