Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભૂલથી એરપોર્ટ ઓથોરિટીએ NRI કપલની ધરપકડ કરી, હાઈકોર્ટે સરકારને દંડ ફટકાર્યો

- દુબઈમાં રહેતા કપલને દેશના ત્રણ અલગ અલગ એરપોર્ટે પરેશાની ભોગવવી પડી

- એ જ નામના બીજા પ્રવાસી વિરૃદ્ધ લૂક આઉટ નોટિસ બહાર પાડી હતી  ભૂલથી NIR કપલની ધરપકડ થઈ હતી

નવી દિલ્હી, તા. ૩ મે 2018, ગુરુવાર

દિલ્હી હાઈકોર્ટે એક કપલની સામે લૂક આઉટ સરક્યુલર નોટિસ બહાર પાડી હતી. એ નોટિસના આધારે એરપોર્ટ ઓથોરિટીએ બીજા જ એક કપલની ત્રણ - ત્રણ વખત અટકાયત કરી હતી. તે મુદ્દે હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

વાત એમ હતી કે કોઈ એક મુદ્દે એરપોર્ટ ઓથોરિટીના સૂચનથી દિલ્હી હાઈકોર્ટે એક કપલ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડી હતી. એ નોટિસના આધારે એરપોર્ટ ઓથોરિટીએ એવું જ નામ ધરાવતા દુબઈ રહેતા એક કપલની દેશના અલગ અલગ એરપોર્ટ ઉપર ત્રણ-ત્રણ વખત ધરપકડ કરી હતી. આ દંપતિ પરેશાન થઈ ગયું હતું તેણે હાઈકોર્ટ પાસેથી રાહત માગી હતી.

આખરે હાઈકોર્ટે એરપોર્ટની ગરબડને સમજ્યા પછી આ કપલની અટકાયત ન કરવાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે જેની સામે લૂક આઉટ નોટિસ બહાર પડાઈ છે તેના બદલે બીજા કોઈની ધરપકડ થતી હોય અને ચોક્કસ વ્યક્તિઓની ઓળખ ન કરી શકવાની ખામી બદલ ગૃહ મંત્રાલયની બેદરકારીને ધ્યાનમાં રાખીને મંત્રાલયને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

Post Comments