Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હીટ એન્ડ રનની ઘટનામાં ૩નાં મોતથી અરેરાટી

- વિસનગર તાલુકાના પાલડી રોડ પર

- કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઈક સવારોને ટક્કર મારતા ત્રિપલ અકસ્માત સર્જાયો

મહેસાણા, તા. ૧૪ નવેમ્બર મંગળવાર 2017

વિસનગર તાલુકાના પાલડી રોડ ઉપર સોમવારે રાત્રે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં સેન્ટ્રો કારના ચાલકે ગફલતભરી રીતે પુરઝડપે કાર હંકારતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણને ઈજાઓ પહોંચી છે. આ બનાવ અંગે શહેર પોલીસે કારના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં એક સાથે ત્રણના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

વિસનગરના પાલડી રોડ ઉપર આવેલ કેનાલ પાસે સોમવારે રાત્રે ૧૦.૪૫ કલાકે એક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં કારના ચાલકે ગફલતબરી રીતે પુરઝડપે વાહન હંકારતા રોડ ઉપર ઉભેલા બે બાઈકને ટક્કર મારતા ઠાકોર ભરતસિંહ લક્ષ્મણસિંહ (રહે. જાસ્કા, તા. વડનગર) તથા અશોકકુમાર કનૈયાલાલ નાયી (રહે. પાલડી)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે કારમાં બેઠેલા માનાર્ક વિમલભાઈ જાની (મુળ રહે. મગરોડા, હાલ વિસનગર, તિરૃપતિ ટાઉનશીપ)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 આ ઘટનાની વિસનગર સીટી પી. આઈ. વી. વી. પટેલને જાણ થતા તેઓ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળ ઉપર આવી મૃતકોના પોસ્ટમોટર્મની કાર્યવાહી કરાવી હતી.

આ બનાવ અંગે ઠાકોર ભરતજી ફુલાજી (સુંઢિયા)ની ફરિયાદ આધારે પોલીસે સેન્ટ્રો કારના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Keywords Three,killed,in,hit,and,run,case,

Post Comments