Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના પ૦ થી વધુ હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

- પગાર વધારો સહિતની માંગ સાથે

- સુપ્રિમ કોર્ટના ચુકાદા અન્વયે કાયમીનો હુકમ તથા બેઝિક પગારની માંગ સાથે અચોકકસ મુદત સુધી હડતાલ

ડીસા, તા.16 એપ્રિલ 2018, સોમવાર

બનાસકાંઠા જિલ્લાની આગવી ઓળખ ગણાતી દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં આજે હંગામી પ૦ થી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા  હતા. આ કર્મચારીઓએ માંગણી કરી છે કે તેઓને પણ સુપ્રિમ કોર્ટના ર૦૦૧ ના ચુકાદા અન્વયે સરકાર તથા યુનિવર્સીટી દ્વારા મંજુર કરાવેલી યોજનાની કલમ-ર માં કાયમીનો હુકમ આપ્યો છે તેમાં સમાવેશ કરી બેઝિક કાયમી પગાર ધોરણની માંગણીને લઈ કર્મચારીઓએ હડતાલ પાડી છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં  વર્ષોથી હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષોથી  સેવા આપતા હોવા છતાં તેઓને તેમના હકકો મળતા નથી. તેઓ હંગામી કર્મચારી હોવાથી તેઓનુ શોષણ થાય છે. આથી સોમવારના વર્ગ ચારના કર્મચારીઓને સુપ્રિમ કોર્ટના ર૦૦૧ ના ચુકાદા મુજબ કલમ-ર માં કાયમમીનો હુકમ આપ્યા  છે.

તેમાં સમાવેશ કરી બેઝિક કાયમી પગાર ધોરણની માંગણીને લઈ પ૦ થી વધારે કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી કૃષિ યુનિવર્સીટીમાં જોડાયેલા છે પરંતુ યુનિવર્સીટી દ્વારા વર્ગ ચારના કર્મચારીઓને કલમ-૧ માં સમાવેશ કરી બેઝીક પગાર ધોરણના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. આથી કર્મચારીઓનુ શોષણ વધ્યુ છે. આ સમગ્ર મામલે અત્યારે તો પ૦ થી વધુ વર્ગ ચારના કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાળ પર બેઠા છે.

નાયબ રજીસ્ટાર કહે છેકે વર્ગ ચારના કર્મચારીઓની રજુઆતો અમોએ સરકાર સુધી મોકલી આપી છે. સરકારની સુચના મુજબ આગળની કાર્યવાહી કરાશે.

Post Comments