Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંમતનગરના ગુહાઈ જળાશયમાંથી ગેરકાયદે માછીમારીનું કૌભાંડ પકડાયું

- પોલીસે ૩૪ નાવડી, ડાલુ  સહિત રૃપિયા ૪.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો ટેન્ડરની રકમ સરકારમાં જમા ન કરાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું

હિંમતનગર, તા.૧૬ મે 2018, બુધવાર

રાજય સરકાર ધ્વારા સાબરકાંઠા જિલ્લામાં આવેલ મોટા ડેમોમાંથી માછલીઓ પકડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે ત્યારે હિંમતનગરના ગુહાઈ ડેમમાંથી ગેરકાયદે માછલી પકડતી ૩૪ નાવડીઓ તથા માછલી ભરેલા એક ડાલાને બુધવારે પોલીસે ઝડપી લઈ છ જણા વિરૃધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડા કચેરીમાં ટ્રેનીંગ લઈ રહેલા અધિકારી પ્રેમસુખ ડેલુના જણાવ્યા મુજબ હિંમતનગરના ગુહાઈ ડેમમાં રાજય સરકાર તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. આ ટેન્ડર અંદાજે રૃા.૧.૨૭ કરોડમાં ગયુ હતુ.

પરંતુ આ ઈજારદારે સરકારમાં ટેન્ડરની રકમ ભરપાઈ કરી ન હોવાનું જણાતા પ્રેમસુખ ડેલુએ તે અંગે તપાસ કર્યા બાદ બુધવારે ગુહાઈ ડેમની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન ગુહાઈ ડેમમાં તંત્રની પરવાનગીની પરવા કર્યા વિના ૩૪ નાવડીઓ ડેમના પાણીમાંથી માછલીઓ પકડી રહી હતી.

અને આ માછલીઓ ડેમ સાઈટ પર રાખવામાં આવેલ એક ડાલામાં ભરવામાં આવતી હતી. જેથી પોલીસે તરત જ ૩.૪૦ લાખની નાવડીઓ તથા અંદાજે રૃા.૧ લાખની કિંમતના ડાલાને ઝડપી લઈ રૃા.૪.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

સૂત્રોના જણાવાયા મુજબ ગુહાઈ ડેમમાંથી માછલી પકડનાર શખ્સો કાયદા વિરૃધ્ધ દાદાગીરી કરતા હોવાનું માલુમ પડયુ હતુ. જેથી પ્રેમસુખ ડેલુએ તેમની વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તરત જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ શખ્સોમાં હિંમતનગર, પ્રાંતિજ અને ગાંધીનગરના શખ્સોનો સમાવેશ થાય છે.

કોની વિરૃધ્ધ ફરીયાદ નોંધાવાઈ

- સુરેશભાઈ શંકરભાઈ કહાર (રહે.પ્રાંતિજ)
-પરસોત્તમભાઈ મતાદીનભાઈ ભોઈ (રહે.હિંમતનગર)
- અરવિંદભાઈ બદાભાઈ ચૌધરી (રહે.ગાંધીનગર)
- ચિંતન પટેલ
- અશ્વિનભાઈ ચૌધરી
- કમલેશભાઈ સિંધી

Post Comments