Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાર્ટી મેન્ડેટ ન આપે તો ભાજપ સાથે મળીને પણ ખેલ પડાશે

- મહેસાણા પાલિકા પ્રમુખની ચૂંટણીમાં ફરી ડખો

મહેસાણા, તા.13 જૂન 2018, બુધવાર

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં નવા તથા જુના જોગીઓ વચ્ચે ફરી ડખો થયો છે. જો પાર્ટી નવા નગરસેવકોનું સાંભળી મેન્ડેટ આપશે તો જુના જોગીઓ ભાજપના નગરસેવકો સાથે મળી ખેલ પાડી દેવાની તૈયારી કરી રહ્યા છે તેવી જ રીતે નવા ખેલાડીઓ પણ નવાજુનીની વોચમાં છે.

કોંગી આગેવાનો નવા ચૂંંટાયેલા નગરસેવકોનું સાંભળશે તો જુના જોગીઓ બળવાના મુડમાં
તમામ કોંગી નગરસેવકો હાલ દીવ ખાતે છે. આવતીકાલે અમદાવાદની હોટેલમાં સેન્સ લીધા બાદ મહેસાણા પાલિકા ખાતે લઈ આવવામાં આવનાર છે.

જો પાર્ટી નવા નગરસેવકોનું સાંભળી મેન્ડેટ આપશે તો જુના જોગીઓ બળવો કરશે તે નક્કી છે. એક કોંગી અગ્રણીએ કહ્યું કે પાર્ટી દર વખતે પ્રમુખની ચૂંટણીમાં નવા નગરસેવકોને મહત્વ આપે છે. અમે વર્ષોથી મહેસાણામાં રહીને પાર્ટી માટે કામ કરીએ છીએ છતાં અમારું માન જળવાતું નથી. જો વફાદારીની સજા મળવાની હોય તો ભાજપના નગરસેવકો સાથે મળવામાં શું વાંધો હોઈ શકે ? આમ પાલિકામાં ફરી ડખો ચાલુ થઈ ગયો છે.

Post Comments