Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધનસુરામાં મા અમૃતમ્, વાત્સલ્ય યોજના હેઠળના કાર્ડ મેળવવા લાભાર્થીઓના ધરમધક્કા

- કોમ્પ્યુટરમાં સીસ્ટમ બદલવા આપ્યુ હોવાથી કાર્ડની કામગીરી ખોરવાઈ :આરોગ્ય અધિકારી

ધનસુરા, તા.16 એપ્રિલ 2018, સોમવાર

રાજય સરકારની મા વાત્સલ્ય અને મા અમૃતમ યોજના હેઠળ સરકાર દ્વારા આવક મર્યાદા વધારતાંમા અમૃતમ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહયો છે.ત્યારે ધનસુરા તાલુકા હેલ્થ કચેરીએ સોમવારે લાભાર્થીઓ કાર્ડ કઢાવવા માટે મોટી સંખ્યામાં પરિવારજનો સાથે ઉમટી પડયા હતા.પરંતુ કોમ્પ્યુટરમાં સીસ્ટમ અપલોડ કરવા માટે લઈ જવાતાં આ કામગીરી ન થતાં લાભાર્થીઓ માં રોષની લાગણી પ્રસરી હતી.

મા અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજના હેઠળ કાર્ડ ધારક લાભાર્થીઓને તેમજ સીનીયર સીટીજનોને સરકાર દ્વારા તબીબી સારવારમાં રાહત તથા મફત સારવાર મળે તે હેતુસર આ કાર્ડ મેળવવા માટે ધનસુરા તાલુકા હેલ્થ કચેરી ખાતે સોમવારે પરિવારજનોના ફોટા માટે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડયા હતા.પરંતુ કચેરી પહોંચ્યા બાદ તપાસ કરતાં કોમ્પ્યુટરમાં સીસ્ટમ બદલવા માટે મોકલી આપવામાં આવ્યા હોવાનું માહિતગાર સુત્રોએ જણાવતાં લાભાર્થીઓને ધરમધક્કો થતાં રોષની લાગણી પ્રસરી હતી.

કોમ્પ્યુટર લઈ જવાતાં ઓપરેટર ન હોવાથી કામગીરી અટવાઈ હતી. અને લાભાર્થીઓને વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. આ અંગે ધનસુરા તાલુકા હેલ્થ ઓફીસર ચારણનો ટેલીફોનીક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે કોમ્પ્યુટરમાં સીસ્ટમ માટે મોકલવામાં આવ્યું છે.જેના કારણે આ કામગીરી ઠપ થઈ હોવાનું જણાવ્યું હતું.અને ગુરૃવાર સુધીમાં આવી જશે તો કાર્યવાહી શરૃ થઈ જશે.

Post Comments