Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તલોદના દેવીપૂજક પરિવારની ૩ વર્ષની બાળકીનું અમદાવાદમાંથી અપહરણ

- દશામાના વ્રતના જાગરણે અમદાવાદ ગીતા મંદિરે આવેલી મહિલાની બાળકીને બે અજાણી મહિલાઓ ઉઠાવી ગઈ

તલોદ, તા. ૧૧ ઓગસ્ટ ગુરુવાર 2017
સાબરકાંઠા જિલ્લાના તલોદના ગરીબ વર્ગના દેવીપૂજક પરિવારની ૩ વર્ષની માસૂમ દિકરીને અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાંથી ૨ અજાણી મહિલાઓ અપહરણ કરીને લઇ ગઇ હોવાની ઘટનાએ માસૂમ દિકરીની માતા અને સમગ્ર દેવીપૂજક પરિવારમાં આઘાતની લાગણી સાથે ચકચાર મચી જવા પામી છે.

તલોદના ભરતભાઈ ભૂપતભાઈ દેવીપૂજકની પત્ની મુન્ની દેવીપૂજક ગત તા. ૩-૮-૧૭ના રોજ દશમાના વ્રતના જાગરણ બાદ તેની ૩ વર્ષની વયની દિકરી આસ્થાને લઇને અમદાવાદ ગઇ હતી. તેણી રાત્રીના સમયે પોતાની જ દિકરી અને ૧ દિકરા સાથે ધોળકા જવા (પિયર તરફ) નીકળી હતી. જ્યાં રાત્રીના ૯ વાગ્યાના સુમારે ગીતામંદિરના નવા બસ સ્ટેશન હબ ટાઉનના બી બ્લોકની દુકાનો પાસે ૨ મહિલાઓનો ભેટો થઇ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એક વૃધ્ધ અને એક આધેડ વયની ૨ મહિલાઓએ મુન્ની દેવીપૂજકને વિશ્વાસમાં લઇને તેની સાથેના સંતાનોને જમાડયાહતા. બાદ મોડું થતાં મુન્ની તેના સંતાનો સાથે એસ.ટી.ડેપો પંથકમાં જ સુઇ ગઈ હતી.

રાત્રીના સમયે મુન્નીની દિકરી આસ્થાને આવેલ બે અજાણી મહિલાઓ લઇ ગઇ હતી.

મુન્નીએ જાગીને જોયું તો દિકરી આસ્થા પાસમાં સુતેલી હતી નહિ અને આજુબાજુમાં શોધખોળ બાદ પણ મળી ન હતી. જેથી આખરે આક્રંદ કરતી મુન્નીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Post Comments